ગુજરાતીની ભૂગોળના મહત્વના પ્રશ્નો | gujarat nu bhugol

અહીં તમને ગુજરાતની ભૂગોળ (gujarat nu bhugol) ના અગત્યના વન લાઈનર પ્રશ્નો જોવા મળશે જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે

gujarat nu bhugol most imp questions

  1. પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો ?
    • આનર્ત પ્રદેશ
  2. હાલના સૌરાષ્ટ્ર પ્રદેશ માટે પ્રાચીન સમયના ભૂગોળવિદો કયા શબ્દનો ઉપયોગ કરતા હતા ?
    • સેરોસ્ટસ અને સુરાષ્ટ્રીન
  3. કયા ચીની મુસાફરે સોરઠનો ઉલ્લેખ ‘સુલકા’ તરીકે કર્યો હતો ?
    • હ્યુ-એન-ત્સાંગ
  4. નવમી અને દસમી સદીના સમયગાળામાં વર્તમાન દક્ષિણ ગુજરાત માટે કયા શબ્દનો ઉપયોગ થતો હતો ?
    • લાટ
  5. ટૉલેમીએ પોતાના પુસ્તકમાં લાટ માટે અને મહી નદી માટે કયા શબ્દનો પ્રયોગ કર્યો હતો ?
    • લાટ માટે લાટિકા, મહી નદી માટે -મૉફિસ
  6. ગુજરાત શબ્દનો ઉલ્લેખ ક્યારે અને કયા ગ્રંથમાં સૌપ્રથમવાર થયેલો જોવા મળે છે ?
    • ઈ.સ.1233માં રચાયેલા આબુરાસમાં
  7. ભારતના કુલ દરિયાકિનારાનો કેટલો ભાગ ગુજરાત ધરાવે છે ?
    • ચોથો ભાગ
  8. તાપી નદીનો ઉત્તર કિનારો જે રેતાળ ટેકરીઓનો બનેલો છે તે કયા નામે ઓળખાય છે ?
    • સુવાલીનો દરિયો
  9. દક્ષિણ ગુજરાતમાં વહેતી કઈ નદીઓના કારણે દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો ખાંચા-ખૂંચીવાળો બન્યો છે ?
    • વિશ્વામિત્રી, નર્મદા, તાપી, કિમ, મીંઢોળા, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર અને કોલક
  10. અલિયા બેટ અને તૂરિયો બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલા છે ?
    • નર્મદા નદી
  11. સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે કયો અખાત આવેલો છે ?
    • ખંભાતનો અખાત
  12. ભાવનગરથી ખંભાતના અખાતમાં કયા બેટ આવેલા છે ?
    • પીરમ બેટ, સુલતાનપુર, જેગરી બેટ, માલબેન્ક
  13. લગૂન સરોવરની રચના ગુજરાતના કયા દરિયાકિનારે થાય છે ?
    • કચ્છના દરિયાકિનારે
  14. કચ્છનો રણ વિસ્તાર કેટલા ચો.કિ.મી.માં પથરાયેલો છે ?
    • 27,200 ચો.કિ,મી.
  15. કચ્છના દરિયાકિનારાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
    • કંઠીના મેદાન
  16. સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે ?
    • કોરીનાળ
  17. વાગડનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે ?
    • કચ્છ
  18. બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમનો અર્ધ રણ વિસ્તાર કયા નામે ઓળખાય છે ?
    • ગોઢ અથવા ગોઢાનું મેદાન
  19. પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
    • વઢિયાર પ્રદેશ
  20. પાટણ જિલ્લાનો વઢિયાર પ્રદેશ શેના માટે જાણીતો બન્યો છે ?
    • વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય માટે
  21. સતલાસણા તાલુકો જે મહેસાણા જિલ્લાનો ભાગ છે તે કયા નામે ઓળખાય છે ?
    • ગઢવાડા
  22. ચરોતરનું મેદાન કઈ બે નદી વચ્ચે આવેલું છે ?
    • મહી અને શેઢી
  23. ગુજરાતનો કયો પ્રદેશ લોએસ પ્રકારની બેસર જમીન માટે જાણીતો છે જે તમાકુના પાક માટે ખૂબ ઉપયોગી છે ?
    • ચરોતરનો પ્રદેશ
  24. પૂરનાં મેદાનો તરીકે ગુજરાતનો કયો વિસ્તાર ઓળખાય છે ?
    • દક્ષિણ ગુજરાતનો પ્રદેશ
  25. અમદાવાદ જિલ્લાનો દક્ષિણ-પશ્ચિમ ભાગ કયા નામે ઓળખાય છે ?
    • ભાલ

શું આ પ્રશ્ન આવનારી તમામ પરીક્ષા માટે ઉપયોગી છે

હા આ પ્રશ્ન આવનારી તમામ પરીક્ષા માટે ઉપયોગી છે

ભૂગોળના આ પ્રશ્ન આવનારી વનરક્ષકની પરીક્ષા માટે ઉપયોગી છે

હા આ પ્રશ્ન આવનારી વનરક્ષકની પરીક્ષા માટે ઉપયોગી છે

ચરોતરનું મેદાન કઈ બે નદી વચ્ચે આવેલું છે ?

મહી અને શેઢી

Leave a Comment

error: Content is protected !!