Gujarat parichay – Ek najare gujarat

સ્થાપના

1 મે, 1960ના રોજ ગુજરાતનું ઉદ્ધાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું.


‘ગુજરાત’નામકરણનો ટૂંકો ઈતિહાસ

પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિકકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને ‘આનર્ત’ તરીકે ઓળખવામાં આવતો.

ક્ષત્રપકાળમાં ‘આનર્ત’ શબ્દ માત્ર ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે જ પ્રયોજાતો હતો.

સ્ટ્રબો નામના ભૂગોળવેત્તાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે ‘સેરોસ્ટસ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જયારે ટોલેમી અને પેરિપ્લસ નામના ભૂગોળવેત્તાઓએ સૌરાષ્ટ્ર માટે ‘સુરાષ્ટ્રીન’ શબ્દનો પ્રયોગ કર્યો છે.

ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ, જે મૈત્રકયુગના ધ્રુવસેન બીજાના સમયમાં ઈ.સ.640માં આવ્યો હતો. તેણે સોરઠનો ઉલ્લેખ ‘સુલકા’ શબ્દ દ્વારા કર્યો છે.

વર્તમાન દક્ષિણ ગુજરાત માટે નવમી અને દસમી સદી દરમિયાન ‘લાટ’ શબ્દ પ્રયોજાતો હતો. ટૉલેમીના ગ્રંથમાં ‘લાટિકા’ અર્થાત્ લાટનો ઉલ્લેખ જોવા મળે છે. ટૉલેમીએ ગુજરાતની મહી નદીનો ઉલ્લેખ ‘મોફીસ’ તરીકે કર્યો છે.

ઈ.સ.750થી ઈ.સ.972 દરમિયાન ‘લાટ’ પ્રદેશ રાષ્ટ્રકૂટ પ્રજાતિનું રાજ્ય હતું. જ્યારે આ જ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત એવા આનર્ત પ્રદેશમાં ગુર્જર-પ્રતિહાર વંશનું રાજ્ય હતું. જેમની રાજધાની ભિન્નમાલ હતી. જે હાલમાં રાજસ્થાનમાં આબુની વાયવ્યમાં આવેલ છે. મૈત્રકકાળમાં આ ‘ગુર્જર’ શબ્દ રાજસ્થાનમાં આવેલા એક પ્રદેશ પરથી પ્રચલિત બન્યો અને ત્યાં વસતી પ્રજાતિ પણ ‘ગુર્જર’ કહેવાઈ. અનુમૈત્રકકાળમાં ગુર્જરોની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થપાઈ. જેથી ઉત્તર ગુજરાતની ધરા ‘ગુર્જરભૂમિ’, ‘ગુર્જરદેશ’, ‘ગુર્જરરાષ્ટ્ર’ જેવા નામોથી ઓળખાતી થઈ. સોલંકીકાળમાં ગુર્જરરાજ્યનો વિસ્તાર થયો તથા સોલંકીઓ ‘ગુર્જરનરેશ’ કહેવાયા. આ દરમિયાન ગુર્જરભૂમિ ‘ગુર્જરત્રા’ કહેવાતી. આ સમયગાળામાં આરબોના સંપર્કથી મૂળ શબ્દ ‘ગુર્જર’ને બહુવચન પ્રત્યય લાગતા ‘ગુજરાત’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આરબ યાત્રાળુ અલબરુનીએ ‘ગુર્જર’ શબ્દની સાથે અરબી ભાષાનો ‘અત્’ પ્રત્યય જોડીને તેને ‘ગુજરાત’ એવું નામ આપ્યું.

‘ગુજરાત’ નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઈ.સ.1233માં લખાયેલા ‘આબુરાસ’માં મળે છે. 15મી સદીમાં રચાયેલા ‘કાન્હડદે પ્રબંધ’માં પણ ‘ગુજરાત’નામનો ઉલ્લેખ મળે છે.


સ્થાન

ગુજરાત રાજ્ય ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયાકિના આવેલું છે.

અક્ષાંશ

20.6° ઉત્તર અક્ષાંશથી 24.07 ઉત્તર અક્ષાંશ

કર્કવૃત્ત (23.5° ઉત્તર અક્ષાંશ)

કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ક્રમમાં નીચે મુજબ છે.

કચ્છ – પાટણ – મહેસાણા – ગાંધીનગર – સાબરકાંઠા – અરવલ્લી. (નોંધઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા પ્રકાશિત સામાન્ય જ્ઞાન, હું બનું વિશ્વ માનવી (ભાગ-2) માં જણાવેલ મુજબ કર્કવૃત્ત ઉપરના º જિલ્લા ઉપરાંત 7 જિલ્લો સુરેન્દ્રનગરનો સમાવેશ કરવામાં આવેલ છે – જે તેમનો મત છે.)

કર્કવૃત્ત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.
મહી નદી કર્કવૃત્ત રેખાને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે.

કટિબંધ

કર્કવૃત્ત (23.5° ઉત્તર અક્ષાંશ) અને વિષુવવૃત્ત (0° અક્ષાંશ) વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે. આથી ગુજરાત રાજ્યનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.

રેખાંશ

68.7° પૂર્વ રેખાંશથી 74.28° પૂર્વ રેખાંશ.


ક્ષેત્રફળ

1,96,024 ચોરસ કિ.મી ( 75,686 ચોરસ માઈલ ).

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% (5.96%) ભાગ રોકે છે તથા પાંચમો ક્રમ ધરાવે છે.

1 : રાજસ્થાન
2 : મધ્યપ્રદેશ
3 : મહારાષ્ટ્ર
4 : ઉત્તરપ્રદેશ
5 : ગુજરાત

ઉત્તર-દક્ષિણ લંબાઈ : 590 કિ.મી.

પૂર્વ-પશ્ચિમ પહોળાઈ : 500 કિ.મી.


વસતી

2011ની વસતી ગણતરી મુજબ ગુજરાતની વસતી 6,03,83,628 છે, જે દેશની કુલ વસતીના 5% (4.99%) જેટલી થાય છે.


જમીની સરહદ

ઉત્તર-પશ્ચિમ સરહદે પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની 512 કિ.મી. લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. (સ્રોત:- ભારત સરકાર દ્વારા પ્રકાશિત એડમિનિસ્ટ્રેટિવ એટલાસ ઑફ ઈન્ડિયા, રજિસ્ટર જનરલ અને વસતી ગણતરી કમિશનર, પેજ નં.63)

ગુજરાતની ઉત્તર અને ઉત્તર-પૂર્વ સરહદે રાજસ્થાન રાજ્ય; રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા : કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ.

ગુજરાતની પૂર્વ સરહદે મધ્યપ્રદેશ રાજ્ય; મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતાં જિલ્લા : દાહોદ, છોટા-ઉદેપુર

ગુજરાતની દક્ષિણ-પૂર્વ અને પૂર્વ સરહદે મહારાષ્ટ્ર રાજ્ય; મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લા : છોટા-ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ


દરિયાઈ સીમા

ગુજરાતએ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. જેની લંબાઈ 1600 કિ.મી. (990 માઈલ) છે.
ગુજરાત ભારતનો લગભગ 28% જેટલો દરિયાકિનારો ધરાવે છે.

ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો – કચ્છ
વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે.

01 : કચ્છ
02 : મોરબી
03 : જામનગર
04 : દેવભૂમિ દ્વારકા
05 : પોરબંદર
06 : જૂનાગઢ
07 : ગીર-સોમનાથ
08 : અમરેલી
09 : ભાવનગર
10 : અમદાવાદ
11 : આણંદ
12 : ભરૂચ
13 : સુરત
14 : નવસારી
15 : વલસાડ

અખાત

ગુજરાતના દરિયાકિનારે બે અખાત આવેલા છે. જેથી ગુજરાતનો દરિયાકિનારો લાંબો બને છે.

1 : કચ્છનો અખાત
2 : ખંભાતનો અખાત

યાદ રાખો

અખાત અને ખાડી બંને અલગ-અલગ છે. આકૃતિમાં લગભગ સરખા લાગતા આ બંને ભૌગોલિક રીતે ભિન્નતા ધરાવે છે.

અખાત (Gulf): જમીનખંડમાં ઘણાં અંતર સુધી ફેલાયેલ સમુદ્રજળની સાંકળી પટ્ટી અખાત કહેવાય છે. જેમ કે, ખંભાતનો અખાત, કચ્છનો અખાત, ઈરાનનો અખાત.
ખાડી (ઉપસાગરની) સરખામણીમાં અખાત નાના હોય છે.

ઉપસાગર (Bay) : મહાસાગરનો કેટલોક મોટો ભાગ ત્રણ બાજુએથી ભૂમિખંડ કે ઉપખંડથી ઘેરાય ત્યારે તે જળસ્વરૂપને ખાડી અથવા ઉપસાગર કહે છે. ટૂંકમાં અહીં મહાસાગરના વિશાળભાગને ત્રણ બાજુએથી જમીન ઘેરે છે. આથી તે ભાગ ઉપસાગર કહેવાય છે. જેમ કે, બંગાળાનો ઉપસાગર, હડસનનો ઉપસાગર

બંદરો

સમગ્ર ભારતના કુલ 30% બંદરો ગુજરાત રાજ્ય ધરાવે છે.

ગુજરાતમાં નાના-મોટા કુલ 42 બંદરો આવેલા છે. જેમાં કંડલા આંતરરાષ્ટ્રીય મહાબંદર હોવાથી તેનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. બાકીના 41 બંદરોનો વહીવટ 1982માં સ્થાપવામાં આવેલ ‘ગુજરાત મેરીટાઈમ બોર્ડ’ મારફત કરવામાં આવે છે. તેમાં 11 મધ્યમકક્ષાના અને 30 નાના બંદરો છે.

11 મધ્યમકક્ષાના બંદરો નીચે મુજબ છે.

01 : માંડવી (કચ્છ)
02 : નવલખી (મોરબી)
03 : સિક્કા (જામનગર)
04 : બેડી (જામનગર)
05 : સલાયા (દેવભૂમિ દ્વારકા)
06 : ઓખા (દેવભૂમિ દ્વારકા)
07 : પોરબંદર (પોરબંદર)
08 : વેરાવળ (ગીર-સોમનાથ)
09 : ભાવનગર
10 : ભરૂચ
11 : મગદલ્લા (સુરત)


હવાઈ મથકો

અમદાવાદનું સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક જે 26 જાન્યુઆરી, 1991થી કાર્યરત છે.
વડોદરાના સિવિલ ઍરોડ્રોમ (હરણી) એરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્ઘાટન 22 ઑક્ટોબર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું.
આ ઉપરાંત ડોમેસ્ટીક હવાઈમથકો કંડલા, ભૂજ, જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, ભાવનગર, સુરત ખાતે આવેલા છે.


ગુજરાતના જિલ્લા (33)

જિલ્લાઓની રચનાનો ઈતિહાસ :

1 મે, 1960 ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા.

01 : અમદાવાદ
02 : અમરેલી
04 : ભાવનગર
05 : ભરૂચ
06 : ડાંગ
07 : જામનગર
08 : જૂનાગઢ
09 : ખેડા
10 : કચ્છ
11 : મહેસાણા
12 : પંચમહાલ
13 : રાજકોટ
14 : સાબરકાંઠા
15 : સુરત
16 : સુરેન્દ્રનગર
17 : વડોદરા

1964માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી અલગ ‘ગાંધીનગર’ જિલ્લો બનાવવામાં આવ્યો.

1966, સુરત જિલ્લામાંથી ‘વલસાડ’ જિલ્લો બનાવવામાં આવ્યો.

2 ઑક્ટોબર, 1997ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા દ્વારા 5 નવા જિલ્લાઓ રચવામાં આવ્યા.
ખેડા જિલ્લામાંથી ‘આણંદ’, પંચમહાલ જિલ્લામાંથી, ‘દાહોદ’, ‘ભરૂચ’ જિલ્લામાંથી ‘નર્મદા’, વલસાડ જિલ્લામાંથી ‘નવસારી’ તથા જૂનાગઢ જિલ્લામાંથી ‘પોરબંદર’ બનાવવામાં આવ્યા.

2000માં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી અલગ ‘પાટણ જિલ્લો’ બનાવવામાં આવ્યો.
2 ઑક્ટોબર, 2007ના રોજ સુરત જિલ્લામાંથી અલગ ‘તાપી જિલ્લો’ બનાવવામાં આવ્યો.

15 ઑગસ્ટ, 2013ના રોજ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રમોદીએ 7 નવા જિલ્લાઓની રચના કરી જે નીચે મુજબ છે.
સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી,
અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ,
વડોદરામાંથી છોટા-ઉદેપુર,
જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા,
ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર,
રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી મોરબી,
જૂનાગઢમાંથી ગીર-સોમનાથ.
આમ, ગુજરાતમાં વર્તમાનમાં 33 જિલ્લાઓ છે અને 252 તાલુકાઓ છે.

8 thoughts on “Gujarat parichay – Ek najare gujarat”

Leave a Comment

error: Content is protected !!