Gujaratna Mahelo / palace – Gujaratno sanskrutik varso

Gujaratna Mahelo / palace – Gujaratno sanskrutik varso – ગુજરાતનાં મહેલો / પેલેસ

ગુજરાતનાં મહેલો / પેલેસ

ગુજરાતનાં મહેલો / પેલેસ

ખાપરા-ઝવેરીનો મહેલ (પંચમહાલ)

• પાવાગઢ ખાતે માંચીની જૂની પગદંડી તરફ આગળ વધતાં વિશ્વામિત્રી નદીની ઊંડી ખીણના કિનારા પર બંધાયેલ પ્રાચીન મહેલ “ખાપરા કોડિયાનો મહેલ” તરીકે ઓળખાય છે.

• પ્રાચીનકાળમાં સાત માળ ધરાવતા “અદ્ધર ઝરુખા મહેલ” તરીકે ખ્યાતિ પામેલ આ મહેલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

• જોકે હાલમાં આ સાત માળ પૈકીનો ભોયતળિયાની એક ખંડ જ અવશેષરૂપે જોઈ શકાય છે.

• અહીં પહોંચવા સીધા અને કપરા ચઢાણવાળા પગથિયાનો ઉપયોગ કરવામાં આવે છે.


પ્રાગ મહેલ (ભુજ)

• પ્રાગ મહેલ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે.

• આ મહેલનું નિર્માણ ઈ.સ. 1838માં રાવ પ્રાગમલજીએ શરૂ કરાવ્યું હતું, પરંતુ ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું.

• મહેલના મુખ્ય સ્થપતિ કર્નલ હેનરી સેન્ટ વિલ્કિન્સ હતા.

ઈટાલિયન ગોથિક શૈલીમાં બનાવેલા આ મહેલમાં યુરોપિયન વનસ્પતિ, પ્રાણીઓની આકૃતિ ધરાવતું કોતરણીકામ, કોરીન્થિયન પ્રકારના થાંભલા આવેલા છે.

• આ મહેલના 45 ફૂટ ઊંચા ટાવર પરથી આખું ભુજ શહેર જોઈ શકાતું હતું.


આયના મહેલ (ભુજ)

• કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ મહારાજા રાવ લખપતસિંહજીએ કરાવ્યું હતું.

• આ મહેલના મુખ્ય સ્થપતિ રામસિંહ માલમ હતા.

• આ મહેલમાં દીવાલો સહિત ફ્લોર ( ફર્શ ) પર કાચનો મહત્તમ ઉપયોગ કરાયો હોવાથી તે “આયના મહેલ” તરીકે ઓળખાય છે.

• ઈ.સ. 1977માં આ મહેલ મદનજી સંગ્રહાલયમાં રૂપાંતરિત કરાયો હતો.


વિજય વિલાસ પેલેસ (માંડવી)

• આ પેલેસ કચ્છ જિલ્લામાં માંડવી શહેર પાસે રુક્મિણી નદીના કિનારે આવેલો છે.

• તેનું નિર્માણ ઈ.સ. 1920માં કચ્છના તત્કાલીન મહારાજા વિજયસિંહજીએ કરાવ્યું હતું.

• આ મહેલનું બાંધકામ જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે. તેથી તેમાં રાજપૂત સ્થાપત્યકળાનો પ્રભાવ જોવા મળે છે.

• હાલમાં આ મહેલને હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરાયો છે.

• આ મહેલ ફિલ્મકારો માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. ભૂતકાળમાં અહીં ફિલ્મ “લગાન” અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ”નું શૂટિંગ થયું હતું.


બાલારામ પેલેસ

• ઉત્તર ગુજરાતના બનસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે આ પેલેસ આવેલો છે.

• આ મહેલનું બાંધકામ પાલનપુરના 29મા નવાબ તાલે મહમદ ખાને ઈ.સ. 1922-36 દરમિયાન કરાવ્યું હતું.

• મહેલનું સ્થાપત્ય નિયો-ક્લાસિકલ અને બેરોક શૈલીનાં સ્થાપત્યથી પ્રેરિત છે.

• અહીં અમિતાભ બચ્ચનની “સૂર્યવંશમ્”, અર્જુન રામપાલની “દિલ તુમ્હારા હે” વગેરે જેવી બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયેલ છે.

• હાલમાં આ હેરિટેજ પેલેસ રિસોર્ટ તરીકે જાણીતો છે.


પ્રતાપ વિલાસ પેલેસ (વડોદરા)

• ઈ.સ. 1914માં આ પેલેસની સ્થાપના કરાઈ હતી.

• ઈ.સ. 1952માં દહેરાદૂન ખાતેની રેલવે સ્ટાફ કોલેજને આ પેલેસ ખાતે ખસેડવામાં આવી હતી.

• આ પેલેસ “લાલબાગ પેલેસ” તરીકે પણ ઓળખાય છે.


પ્રતાપ વિલાસ પેલેસ (જામનગર)

• ઈ.સ. 1914માં આ મહેલનું નિર્માણ મહારાજા જામ રણજિતસિંહે કરાવ્યું હતું.

• મહેલના સ્થાપત્યમાં યુરોપીય શૈલી અને કોતરણીકામ ભારતીય શૈલીમાં થયેલું છે.

• 720 એકરમાં ફેલાયેલ આ મહેલની દીવાલો પર વનસ્પતિ, પશુ-પક્ષીની આકૃતિઓ કોતરવામાં આવી છે.

• હાલમાં અહીં પીટર સ્કોટ નેચર પાર્ક આવેલો છે.

• જામનગરમાં આવેલા લાખોટા મહેલ અને વિભા વિલાસ પેલેસનું નિર્માણ પણ મહારાજા જામ રણજિતસિંહે કરાવ્યું હતું.


નજરબાગ પેલેસ (વડોદરા)

• આ મહેલ 19મી સદીમાં મહારાજા મલ્હારરાવ ગાયકવાડે બંધાવ્યો હતો.

• હાલમાં અહીં રાજવી પરિવારના વારસદારો રહે છે.


લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા)

• વડોદરા શહેરમાં આવેલ આ પેલેસનું નિર્માણ ઈ.સ. 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યું હતું.

• આ મહેલનું બાંધકામ ઇન્ડો ગોથિક શૈલીમાં થયું છે તથા મુખ્ય સ્થપતિ ચાર્લ્સ મંટ હતા.

• 700 એકરમાં ફેલાયેલ આ મહેલમાં મોતીલાલ મહેલ, ફતેહસિંહ સંગ્રહાલય વગેરે જેવી ઈમારતો આવેલી છે.

• આ મહેલમાં ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્માનાં ચિત્રો સંગૃહિત કરાયેલ છે.


મકરપુરા પેલેસ (વડોદરા)

• આ મહેલ વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડે ઈ.સ. 1870માં બંધાવ્યો હતો.

• મહેલના બાંધકામમાં ઈટાલિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

• તેનો જિર્ણોદ્ધાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યો હતો.

• હાલમાં આ મહેલમાં ભારતીય વાયુસેનાના તાલીમ વર્ગો ચાલે છે.


નવલખા પેલેસ (રાજકોટ)

• આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે.

• 17મી સદીમાં સ્થપાયેલા આ મહેલના પ્રવેશદ્વારે એક ઘડિયાળ ટાવર આવેલું છે.

• આ મહેલ નદીકિનારે આવેલો છે.

• ગોંડલને સૌરાષ્ટ્રનું આધુનિક શહેર બનાવવામાં મહારાજ ભગવતસિંહજીનું મહત્ત્વનું યોગદાન છે.


રણજિત વિલાસ પેલેસ (મોરબી)

• આ મહેલ મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આવેલો છે.

• તેનું નિર્માણ ઈ.સ. 1900-1907 દરમિયાન અમરસિંહજીના સમયમાં થયું હતું.

• આ મહેલનું નામ અમરસિંહજીએ પોતાના ખાસ મિત્ર જામનગરના મહારાજા જામ રણજિતસિંહજીના નામ પરથી રાખ્યું છે.

• મહેલમાં યાદગાર તલવારો, ભાલાઓ, યુદ્ધની સાધન- સામગ્રી, ચિત્રો વગેરેનો સંગ્રહ છે. અહીં વિન્ટેજ કારો (Car) પણ રખાયેલી છે.

• મહેલમાં સુંદર મૂર્તિઓ અને કોતરણીકામ સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવા છે તથા મહેલની છત સુંદર શિલ્પોથી અલંકૃત કરાઈ છે.

• આ મહેલના સ્થાપત્યમાં ડચ, ઈટાલિયન અને યુરોપીયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.


ધ ઓરચાર્ડ પેલેસ (રાજકોટ)

• આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે.

• આ મહેલ ગોંડલના મહારાજાનું મુખ્ય નિવાસસ્થાન હતું.

• મહેલને કોનિયન શૈલીથી બનાવવામાં આવેલો છે. જેમાં ઊંચી છતો, સુંદર સજાવટ-કોતરણી ધરાવતી બારીઓ અને એન્ટિક ચીજવસ્તુઓ આવેલી છે.


કુસુમ વિલાસ પેલેસ (છોટાઉદેપુર)

• આ મહેલ છોટાઉદેપુરના શાહી પરિવારનું નિવાસસ્થાન છે.

• તેનું નિર્માણ ઈ.સ. 1920માં કરાયું હતું. તેના મુખ્ય સ્થપતિ ભટકરબંધુ હતા.

• મહેલ યુરોપીય સ્થાપત્યકળાનું સુંદર ઉદાહરણ છે, જેમાં પથ્થરો પરની કોતરણી પર પ્રકાશ પડતાં વિવિધ છાપો બને છે.


મોતીશાહી મહેલ (અમદાવાદ)

• મુઘલ રાજા શાહજહાએ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મોતીશાહી મહેલ બંધાવ્યો હતો.

• ગુજરાત પ્રવાસ દરમિયાન રવીન્દ્રનાથ ટાગોર આ મહેલમાં લેખન, અધ્યયન કરતા હોવાથી તેનો એક ખંડ “ટાગોર સ્મૃતિ ખંડ” તરીકે ઓળખાય છે.

• ઈ.સ. 1975માં સરદાર પટેલની જન્મ શતાબ્દીના સ્મૃતિમાં તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે આ મહેલનું નામ બદલીને “સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક” કર્યું.

• આ સ્મારકમાં સરદાર પટેલના સ્મૃતિચિહ્નો (પગરખાં, પેન, ધોતિયું, પુસ્તકો, પત્રવ્યવહાર, ટિફિન, તસવીરો વગેરે)ને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.


દોલત નિવાસ પેલેસ (સાબરકાંઠા)

• આ મહેલ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલો છે.

• તેનું નિર્માણ મહારાજા દોલતસિંહજીએ કરાવ્યું હતું.

• ઈડરની અરવલ્લી પર્વતમાળા પાસે આવેલા આ મહેલને “લાવાદુર્ગ” પણ કહેવાય છે. મહેલની દીવાલો, ગલિયારા અને બારીઓની કોતરણી તેની સુંદરતામાં વધારો કરે છે.


દિગ્વીર નિવાસ પેલેસ (નવસારી)

• નવસારી જિલ્લાના વાંસદામાં આવેલો આ મહેલ ઈ.સ. 1781માં મહારાવલ વીરસિંહે બંધાવ્યો હતો.

• મહેલના પ્રવેશદ્વાર પર શણગારેલી બે સુંદર છત્રીઓ આવેલી છે. આ મહેલના સ્થાપત્ય પર ફ્રેન્ચ, યુરોપીયન અને બ્રિટિશ શૈલીનો પ્રભાવ જોવા મળે છે.


નીલમબાગ પેલેસ (ભાવનગર)

• ઈ.સ. 1879માં આ મહેલનું નિર્માણ ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ કરાવ્યું હતું.

• મહેલના મુખ્ય સ્થપતિ (વાસ્તુકાર) જર્મન સીમ્સ હતા.


આર્ટ ડેકો પેલેસ (મોરબી)

• મોરબી જિલ્લામાં આવેલ આ મહેલ અંગ્રેજોએ બંધાવ્યો હતો.

• તેના નિર્માણમાં યુરોપીય સ્થાપત્યશૈલીનો પ્રભાવ જોવા મળે છે.

• ગ્રેનાઈટથી બનેલા આ મહેલમાં દીવાનખંડ, શયનખંડ અને સ્નાનાગરને ઉત્કૃષ્ટ કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે.


આ પણ જાણો

“હવા મહેલ” સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલો છે.

“ઝૂર પેલેસ” પોરબંદર જિલ્લામાં આવેલો છે.

“રાણકદેવીનો મહેલ” અને “રા’ખેંગારનો મહેલ” જૂનાગઢ જિલ્લામાં આવેલો છે.

• રાજપીપળા (જિ.નર્મદા)માં એક હજાર બારીવાળો મહેલ આવેલો છે.


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

– Education Vala

Leave a Comment

error: Content is protected !!