Gujaratna pavitra tirth sthalo – Bhag 2

Gujaratna pavitra tirth sthalo – Bhag 2 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 2

ગુજરાતનાં પવિત્ર તીર્થસ્થળો – ભાગ 2

Table of Contents

ગિરનાર (જૂનાગઢ)

ગિરનાર (જૂનાગઢ)
  • ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથનું શિવમંદિર આવેલું છે. અહીં મહાશિવરાત્રિએ મેળો ભરાય છે.
  • રાજ્ય સરકારે ભવનાથના મેળાને “મિનિકુંભ” તરીકે ઓળખ આપી છે તથા ગિરનારના વિકાસ માટે સ્વતંત્ર સંસ્થા “ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી” રચવાની જાહેરાત કરી હતી.
  • ગિરનાર પર્વત પર મુખ્ય પાંચ શિખરો આવેલા છે : ગોરખનાથ, અંબામાતા, ગુરુદત્તાત્રેય, ઓધડ અને કાળકા શિખર.
  • ગિરનાર પર્વત પર ભર્તુહરિની ગુફા અને પ્રાચીન જૈન મંદિરો આવેલાં છે.
  • ગિરનાર પર્વતનાં પગથિયાંનો વિકાસ કરવાનો શ્રેય સોલંકી યુગના રાજા કુમારપાળને જાય છે.

નરસિંહ મહેતાનો ચોરો

  • જૂનાગઢના મધ્યમાં આવેલ આ સ્થળે નરસિંહ મહેતા કીર્તન કરતા હતા તથા ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં હાજર થઈને તેમની સાથે રાસ રમતા હોવાની માન્યતા છે.
  • ચોરાના મુખ્યસ્થાને નરસિંહ મહેતા અને દામોદરલાલજી ભગવાનની મૂર્તિ છે.

દામોદર કુંડ

  • જૂનાગઢથી ગિરનાર તરફ જતાં આ પવિત્ર કુંડ આવે છે.
  • અહીં મહાપ્રભુ વલ્લભાચાર્યની બેઠક આવેલી છે.
  • કુંડની નજીક જ પૌરાણિક મુચકુંદ ગુફા પણ આવેલી છે.

ભાલકા તીર્થ (ગીર સોમનાથ)

  • આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષની નીચે આરામ કરવા બેઠા હતા ત્યારે એક પારધીએ તીર માર્યું હતું, જે કૃષ્ણ ભગવાનના પગે વાગતા તેમણે દેહત્યાગ કર્યો અને તે સ્થળ “મોક્ષ પીપળા” તરીકે ઓળખાયું.
  • શ્રીકૃષ્ણના દેહનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો, તે સ્થળને “દેહોત્સર્ગતીર્થ” કહેવામાં આવે છે. અહીં હિરણ, કપિલા, સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે.

દ્વારકા (દેવભૂમિ દ્વારકા)

જગતમંદિર (દેવભૂમિ દ્વારકા)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગોમતી નદી અને સમુદ્રના સંગમસ્થળે પવિત્ર યાત્રાધામ દ્વારકા (શ્રીકૃષ્ણનું મંદિર) આવેલું છે.
  • આ મંદિર “જગતમંદિર” અને “ત્રિલોક સુંદર” તરીકે પણ ઓળખાય છે.
  • મંદિરના ગર્ભગૃહમાં ભગવાન દ્વારકાધીશની એક મીટર ઊંચી ચતુર્ભુજ વિષ્ણુસ્વરૂપ શ્યામમૂર્તિ છે.
  • મંદિરમાં ચોથા માળે અંબાજીની પ્રતિમા અને પાંચમા માળે કોતરણીવાળા 72 સ્તંભો પર “લાડવા મંડપ” છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે ગણપતિની મૂર્તિ છે.
  • દ્વારકા મંદિરના સાત માળ છે.
  • મંદિરનાં મુખ્ય બે દ્વાર છે : સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર
  • આઠમી સદીના અંતભાગમાં જગતગુરુ શંકરાચાર્યે અહીં “શારદામઠ”ની સ્થાપના કરી હતી.
  • દ્વારકાથી 32 કિમી દૂર આવેલ બેટદ્વારકા (રમણદ્વીપ)માં શ્રીકૃષ્ણ ભગવાન સહકુટુંબ રહેતા હતા. બેટ દ્વારકાનું મંદિર પુષ્ટિમાર્ગી હવેલી પ્રકારનું છે. શ્રીકૃષ્ણએ અહીં “શંખ” નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યાં હોવાથી તેને “શંખોદ્વાર બેટ” પણ કહે છે.
  • બેટ દ્વારકાના મુખ્ય મંદિરની નજીક દાંડીવાળા હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે.
  • દ્વારકામાં “મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય”ની બેઠક આવેલી છે.
  • ડૂબી ગયેલી દ્વારકાને શોધવાનું શ્રેય પુરાતત્ત્વવિદ “એસ. આર. રાવ”ને જાય છે.

જાણવા જેવું

  • જગતગુરુ શંકરાચાર્યે ભારતની ચારે દિશામાં ચાર મઠ (પીઠો)ની સ્થાપના કરી છે. જેમાં
  1. શારદામઠ (દ્વારકા)
  2. શૃંગેરી મઠ (કર્ણાટક)
  3. ગોવર્ધન મઠ (જગન્નાથ મંદિર, પુરી, ઓડિશા)
  4. જ્યોતિમઠ (ઉત્તરાખંડ) બદ્રીનાથ.

નાગેશ્વર (દેવભૂમિ દ્વારકા)

નાગેશ્વર જ્યોતિર્લિંગ (દેવભૂમિ દ્વારકા)
  • દ્વારકાથી 17 કિમી દૂર મીઠાપુર પાસે દારૂકાવનમાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર છે.
  • અહીં ગુજરાત સરકાર દ્વારા સ્થાપેલ સાંસ્કૃતિક વન નાગેશવન આવેલું છે.

મીરા દાતાર (મહેસાણા)

  • સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામે પુષ્પાવતી નદીના કિનારે મીરા દાતાર (ઓલિયા)ની પુરાતન દરગાહ છે. માનસિક રોગનો ભોગ બનનારાઓને દરગાહ પર ચાદર ચઢાવવાથી રોગમુક્તિ મળે છે તેવી માન્યતા હોઈ દરેક કોમના લોકો અહીં આવે છે.

દાતાર (જૂનાગઢ)

  • જૂનાગઢ જિલ્લામાં દાતાર પર્વત પર જમિયલશાહ પીરની દરગાહનું સ્થાન આવેલ છે.

પિરાણા (અમદાવાદ)

  • પિરાણા એ હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાન તીર્થસ્થળ છે.

ભાડિયાદ (ધોલેરા)

  • ભાડિયાદમાં પીર મેહમૂદશાહ બુખારીની પવિત્ર દરગાહ આવેલી છે, જ્યાં ઉર્સના મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.

વીરપુર (રાજકોટ)

વીરપુરમાં મહાન કર્મયોગી સંતશ્રી જલારામબાપા અને તેમનાં પત્ની વીરબાઈનું સ્થાનક આવેલું છે.
તેમણે “ભૂખ્યાને અન્ન આપો”નો મહામંત્ર દસે દિશામાં ફેલાવ્યો હતો.

કાકા-કાકીની કબર (ખંભાત)

કાકા-કાકીની કબર (ખંભાત)
  • ખંભાતથી 5 કિમી દૂર આવેલી કાકા અને કાકીની કબર વ્હોરાઓનું મોટું યાત્રાધામ છે.
  • દર વર્ષે વ્હોરા સમુદાયના લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાપૂર્વક અહીંની યાત્રા કરે છે.

દેલમાલ (પાટણ)

  • દેલમાલમાં દાઉદી વોરા સમાજની હઝરત હસનપીરની દરગાહ આવેલી છે.

રોજા રોજી દરગાહ શરીફ (મહેમદાવાદ)

  • 15મી સદીમાં મહંમદ બેગડાના સમયમાં મુબારક શહીદ બાવા અને તેમના પુત્ર મીરા સૈયદ બાવાની આ દરગાહને રોજા રોજીની દરગાહ તરીકે ઓળખવામાં આવે છે.
  • આ દરગાહની વિશેષતા તેના સ્તંભોમાં છે. એક માન્યતા પ્રમાણે દરગાહના સ્તંભોની ગણતરી કરીએ તો દર વખતે તેની સંખ્યા અલગ અલગ આવે છે.

સંજાણ (વલસાડ)

  • ઈરાનમાં વિધર્મીઓનું રાજ્ય થતાં પોતાનું અસ્તિત્વ અને ધર્મને બચાવવા ખાતર પારસી કોમ દરિયાઈ માર્ગે છઠ્ઠી કે સાતમી સદીમાં વલસાડની દક્ષિણે સંજાણ બંદરે ઊતર્યા.
  • અહીંના રાજા ઝાદી રાણાએ તેમને આશ્રય આપ્યો. પારસી કોમે ભારતીય સમાજનું અભિન્ન અંગ બનીને વિવિધ ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો છે. ઉદા. દાદાભાઈ નવરોજી (રાજકીય), જમશેદજી તાતા અને રતન તાતા (ઉદ્યોગ), અરદેશર ખબરદાર (સાહિત્ય), બહેરામજી મલબારી (સામાજિક)

ઉદવાડા (વલસાડ)

  • ઉદવાડાને “પારસીઓનું કાશી” કહેવાય છે.
  • અહીં પારસીઓના પવિત્ર આતશે બહેરામ (પવિત્ર અગ્નિ)ની સ્થાપના કરવામાં આવી છે.

ખમાસા (અમદાવાદ)

યહૂદીઓનું એકમાત્ર તીર્થસ્થળ : સિનેગોગ

અમદાવાદના ખમાસા ખાતે આવેલું સિનેગોગ (પ્રાર્થનાગૃહ) ગુજરાતમાં યહૂદીઓનું એકમાત્ર તીર્થસ્થળ છે.
આ પ્રાર્થનાગૃહનું નામ “મોર્ગન અબ્રાહમ” છે.

પાલિતાણા (ભાવનગર)

  • સમગ્ર ભારતમાં પાલિતાણા જૈન ધર્મનું મહત્ત્વનું તીર્થસ્થળ છે.
  • પાલિતાણાની સ્થાપના નાગાર્જુને કરી હતી. પાલિતાણાને “મંદિરોનું શહેર” કહે છે.
  • અહીં શૈત્રુંજય પર્વત પર નાનાંમોટાં લગભગ 863 મંદિર આવેલાં છે.
  • મુખ્ય મંદિર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ (આદિનાથ)નું છે. શૈત્રુંજય પર્વતની તળેટીમાં આયના મંદિર મુખ્ય છે. અહીં સમયવરણ મંદિર પણ આવેલું છે.
  • સંગેમરમર અને સફેદ પથ્થરોથી થયેલા મંદિરનિર્માણમાં બેનમૂન શિલ્પ કારીગરી કરવામાં આવી છે.
  • આ મંદિરોનો વહીવટ આણંદજી-કલ્યાણજી ટ્રસ્ટ સંભાળે છે.
  • પાલિતાણા શેત્રુંજય નદીના કિનારે આવેલ છે. શૈત્રુંજય નદી પર પાલિતાણા પાસે રાજસ્થળી ડેમ અને અમરેલીમાં ખોડિયાર ડેમ બાંધવામાં આવ્યો છે.

તારંગા (મહેસાણા)

ભગવાન અજિતનાથ નું મંદિર (તારંગા)
  • અહીં કુમારપાળના સમયમાં એક જ પથ્થરમાંથી બનાવેલી ભગવાન અજિતનાથ (બીજા જૈન તીર્થંકર)ની મૂર્તિ આવેલી છે.

ભદ્રેશ્વર (કચ્છ)

  • કચ્છમાં સમુદ્રકાંઠે આવેલ ભદ્રેશ્વરમાં પ્રાચીન જૈન મંદિર હતું. જેનો કચ્છના દાનવીર શેઠ જગડુશાએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
  • કચ્છમાં આવેલાં જૈન ધર્મનાં પંચતીર્થો જખૌ, કોઠારા, સુથરી, નલિયા અને તેરા છે.
  • કોઠારામાં શ્રી શાંતિનાથ (16મા જૈન તીર્થંકર)નું સ્થાનક છે.

શંખેશ્વર (પાટણ)

  • શંખેશ્વર, જૈનો માટે પાલિતાણા પછી મહત્ત્વનું તીર્થસ્થળ છે.
  • અહીં મુખ્ય મંદિર શ્રીપાર્શ્વનાથજી (23મા જૈન તીર્થંકર)નું છે.

ગિરનાર (જૂનાગઢ)

  • અહીં ગિરનાર પર્વત પર વાઘેલા વંશના વસ્તુપાળ અને તેજપાળે 12મી સદીમાં બંધાવેલ નેમિનાથજીનું મંદિર અને અન્ય દેરાસરો આવેલાં છે.
  • આ આરસના પથ્થરોથી બનાવેલ મંદિરોમાં સુંદર કોતરણીકામ થયેલું છે.

હઠીસિંહનાં દેરાં (અમદાવાદ)

  • દિલ્હી દરવાજાની બહાર આ જૈન મંદિરો આવેલાં છે.
  • શેઠ હઠીસિંહ કેસરીસિંહ અને તેમનાં પત્ની હરકુંવર શેઠાણી ઉદાર, ધર્મપરાયણ અને સમાજસુધારક હતાં.
  • તેમણે આ જૈન દેરાંસરો બંધાવ્યાં હતાં.
  • અહીં મુખ્ય મંદિર 25મા જૈન તિર્થંકર ધર્મનાથજીનું છે.
  • મંદિરના ચોકમાં એક માળવાળો મેઘનાદ મંડપ આવેલો છે.
  • સંગેમરમરમાંથી નિર્મિત આ દેરાંઓમાં પ્રાચીન શિલ્પકળાના નમૂના જોવાલાયક છે.
  • આ મંદિરના મુખ્ય સ્થપતિ “પ્રેમચંદ સલાટ” હતા.

મહુડી (ગાંધીનગર)

  • ગાંધીનગર જિલ્લામાં વિજાપુર પાસે આવેલું મહુડી જૈનોનું જાણીતું તીર્થસ્થળ છે.
  • અહીં ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આવેલું છે.
  • આ મંદિર સુખડીની પ્રસાદી માટે જાણીતું છે.
  • આ મંદિરની સ્થાપના આચાર્ય બુદ્ધિસાગરજી સૂરીએ કરી હતી.
  • મહુડી પાસે વણિક રીતિના ખડાયતા સમુદાયના ઈષ્ટદેવ શ્રી કોટયર્ક પ્રભુનું તીર્થસ્થળ આવેલ છે.

મણિભદ્ર વીરનું મંદિર (મગરવાડા)

  • બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલું માણિભદ્ર વીરનું મંદિર 1000 વર્ષ જૂનું છે.
  • આ મંદિર માણેકશા (જૈન વાણિયા)ની સ્મૃતિમાં નિર્મિત છે.

ચિંતામણી જૈન દેરાસર (સુરત)

  • સુરતમાં આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરનું બાંધકામ ઔરંગઝેબના સમયમાં થયું હતું.
  • આ દેરાસરના વિભિન્ન ભાગ ઉત્તમ પ્રકારની બારીક કોતરણી અને કાષ્ઠ શિલ્પોથી સમૃદ્ધ છે.
  • આ દેરાસર ગુજરાતની પ્રાચીન કાષ્ઠકળા અને ચિત્રકળાનો સુંદર નમૂનો પૂરો પાડે છે.

કોઠરા જૈન મંદિર (કચ્છ)

  • કચ્છમાં આવેલ કોઠરા જૈન મંદિર 16મા તીર્થંકર શાંતિનાથને સમર્પિત છે.
  • આ મંદિરનું નિર્માણ ઈ.સ. 1861માં કરવામાં આવ્યું હતું. તત્કાલીન સમયમાં તે કચ્છમાં સૌથી મોંઘુ મંદિર માનવામાં આવતું હતું.
  • “કેશવજી નાયક” જે પાલીતાણાના મંદિરો પરની કવિતાના લેખક હતા અને જેઓ અહીંના વતની હતા. તેમના નામ પરથી આ મંદિરનું નામ “કલ્યાણ ટુંક” પણ છે.

પૂર્ણેશ્વર મંદિર (કચ્છ)

  • ઈ.સ. 9-10મી સદીમાં ગાંધીધામમાં નિર્મિત આ મંદિરની વિશેષતા સુંદર ચિત્રો, કોતરેલી મૂર્તિઓ, જટિલ કોતરણીકામ ધરાવતા સ્તંભો વગેરે છે. હિંદુ અને જૈનોમાં લોકપ્રિય એવું આ મંદિર એક ઊંચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યું છે.
  • આ મંદિર તેના પ્રાચીન શિલ્પ, સ્થાપત્યો માટે જાણીતુ છે. આ મંદિરે તેની ભવ્યતા અને કલાત્મક વારસો હજી જાળવી રાખ્યા છે.

કોટાઈ સૂર્ય મંદિર (કચ્છ)

  • ઈ.સ. 10મી સદીમાં કોટાઈમાં નિર્મિત સૂર્ય મંદિર પશ્ચિમ તરફનો પ્રવેશદ્વાર ધરાવે છે. તેને રા લખાના અથવા લખા કુલાની નામથી પણ ઓળખવામાં આવે છે.
  • આ મંદિર અંશતઃ પીળા અને લાલ પથ્થરનું બનેલ છે.
  • મંદિરમાં ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા માટે એક પહોળો કોરીડોર બનાવેલ છે. આ કોરીડોર પથ્થરમાં કોતરેલી બે જાળીમાંથી આવતી રોશની થકી પ્રકાશીત થાય છે.
  • આ મંદિરના શીખરો પણ 8 ત્રિકોણાકાર કૃતિઓની અલંકૃત સજાવટ ધરાવે છે.
  • તે મોઢેરાના સૂર્યમંદિર બાદ ગુજરાતમાં આવેલું બીજું સૂર્યમંદિર છે.

72 જિનાલય (કચ્છ)

  • તે માંડવીથી 11 કી.મી. દુર કોડાય ગામમાં આવેલ જૈનોનું પવિત્ર ધામ છે. તેમાં એક મુખ્ય મંદિર અને ચારે બાજુ બીજા 72 મંદિરો આવેલા છે. બધા જ મંદિરો આરસથી નિર્મિત છે.
  • આ મંદિરોમાં મુલનાયક આદિશ્વર દાદા અને બીજા જૈન તીર્થંકરોની મૂર્તીઓ આવેલી છે.

જખ બોંતેરા (મંજલ ગામ, કચ્છ)

  • જખ સમુદાયે તતકાલીન સમયમાં સંઘાર જાતિના લોકોને રાજા પુંવરના દમનાત્મક શાસનમાંથી મુક્ત કરાવ્યાં હતા.
  • આથી સંઘાર લોકોએ 72 જખ ઘોડેસવારોની મૂર્તીઓ સ્થાપિત કરી તથા જખોના સરદાર કકડના સન્માનમાં ત્યાં આવેલી ટેકરીને કકડગઢ અથવા કકડભીટ નામ આપ્યું.

યાદ રાખો

  • મહેસાણા જિલ્લામાં આવેલ ભોંયણીમા જૈનોનું મોટું દેરાસર છે, જેમાં પદ્માસન માં બેઠેલા શ્રી મલ્લિનાથ (19મા જૈન તીર્થંકર)ની સુંદર મૂર્તિ છે.
  • મહેસાણા શહેરમાં સીમંધર સ્વામીનું તીર્થં આવેલું છે.
  • ગાંધીનગર જિલ્લાના પાનસર ગામ ખાતે શ્રી ધર્મનાથ (15મા જૈન તીર્થંકર)નું સ્થાનક છે.
  • ખેડા જિલ્લાના માતર ગામમાં જૈનોના 5મા તીર્થંકર શ્રી સુમતિનાથનું મંદિર આવેલું છે. તેની ચારેબાજુ 51 દેવીઓ આવેલા છે. આથી તેને 52 જિનાલયોવાળું મંદિર પણ કહે છે.
  • અમદાવાદના નગરશેઠ શાંતદાસ ઝવેરીએ સરસપુરમાં ચિંતામણી જૈન દેરાસર બંધાવ્યું હતું, જેનો ઔરંગઝેબના સમયમાં નાશ કરાયો હતો.
  • અમદાવાદના ઝવેરીવાડમાં સંભવનાથનું જૈન દેરાસર આવેલું છે.
  • અમદાવાદમાં હાજા પટેલની પોળમાં આવેલ શાંતિનાથના દેરાસરનો રંગમંડપ અને ઘુમટ કાષ્ઠ સ્થાપત્યનો ક્લાપૂર્ણ નમુનો છે.
  • “ઘેલા સોમનાથ” એ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ઘેલો નદીના કિનારે આવેલું તીર્થસ્થાન છે.
  • “નકલંક રણુજા” એ જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં રામદેવપીરનું મંદિર છે.

ખ્રિસ્તી યાત્રાધામો

  • આણંદના ખંભોળજામાં નિરાધારોની માતા અને પેટલાદમાં આરોગ્ય માતા તરીકે જાણીતું ખ્રિસ્તી તીર્થસ્થાન આવેલું છે.
  • વડોદરામાં નિષ્કલંક માતાનું ધામ આવેલું છે.
  • આણંદના આંકલાવ ખાતે આવેલા ખ્રિસ્તી તીર્થસ્થાનમાં ઈસુની અંતિમ વ્યથાને રજૂ કરતાં 14 સ્થાનકો છે.

Leave a Comment

error: Content is protected !!