Gujaratno Itihas – Siddhraj Jaysinh – સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ

સિદ્ધરાજ જયસિંહ નો પરિચય
• પિતા : કર્ણદેવ પહેલો
• માતા : મયણલ્લાદેવી (મીનળદેવી)
• ઉપનામ : સધરા જેસંગ
• વૈવિશાળ : રાણકદેવી
• દત્તક પુત્રી : કાંચનદેવી (દેવળદેવી જે અર્ણોરાજને પરણી અને તેમનો પુત્ર – સોમેશ્વર હતો.)
• લશ્કરી તાલીમ : શાંતુ મહેતા (મંત્રી) પાસેથી મેળવી.
• ગુરૂ : માતા મીનળદેવી પાસેથી મલ્લવિદ્યા, શસ્ત્રવિદ્યા, હસ્ત્રવિદ્યા શીખ્યાં.
• આચાર્ય : આચાર્ય હેમચંદ્રાચાર્ય
• ઉપાધિ : “સિદ્ધરાજ”, “અવંતિનાથ”, “પરમભટ્ટારક”, “પરમેશ્વર”, “મહારાજાધિ રાજ”, “સિદ્ધચક્રવર્તી”, “ત્રૈલોકયગંડ”
• જૂનાગઢ (સોરઠ વિજય ઈ.સ.1110) ના રાજા રાખેંગારને હરાવીને “ત્રૈલોકયગંડ” ની ઉપાધિ મેળવી.
• ઈ.સ.1114 માં સિદ્ધચક્રવર્તી નું બિરૂદ મેળવ્યું જે સમય જતાં “સિદ્ધરાજ” થયું.
• માળવાના (યશોવર્મા) વિજયથી (1135-36) “અંવતિનાથ”
• ભીલ રાજા બર્બરકને હરાવ્યાં તેથી – “બર્બરક જિષ્ણુ” (બાબરાભૂત), સિદ્ધરાજ (સિદ્ધચક્રવર્તી),”સધરા જેસંગ” કહેવાયાં.
• ઈ.સ.1094 માં ગાદીએ બેઠા અને ઈ.સ.1142 સુધી 49 વર્ષ શાસન કર્યું.
જીવન
• અનુશ્રુતિ અનુસાર સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો.
• પિતા કર્ણદેવ-પહેલો અને માતા મયણલ્લાદેવી (મીનળદેવી) ના પાકટ વયે જયસિંહનો જન્મ થયો હતો.
• તેનો નાની ઉંમરે રાજ્યાભિષેક કરી દિધો હતો.
• ઈ.સ.1094 માં સિદ્ધરાજ જયસિંહ ગાદીએ બેઠા.
• મીનળદેવીએ પોતાના પુત્ર જયસિંહના રક્ષણ માટે પોતાના વિશ્વાસુ મંત્રી તથા પોતાના ભાઇની મદદ મેળવી હતી.
• રાજવહીવટની તાલીમ જયસિંહને શાંતુ મંત્રીએ આપી હતી.
• માતા મીનળદેવી પાસેથી સિદ્ધરાજ જયસિંહ મલ્લવિદ્યા, શસ્ત્રવિધા અને હસ્તવિદ્યા શીખ્યો હતો અને મહત્ત્વકાંક્ષી બનવાની પ્રેરણા મેળવી હતી.
• જયસિંહની માતા મીનળદેવી સાથે સોમનાથની યાત્રાએ ગયા ત્યારે માળવાના રાજા નરવર્માએ પાટણ પર ચઢાઈ કરી પરંતુ શાંતુ મંત્રીએ હોશિયારી વાપરીને સંધિ કરી લીધી.
• જયસિંહ જયારે યાત્રાએથી પાછો આવ્યો ત્યારે તેમણે માળવાના રાજાને હરાવીને બદલો લઈ લીધો.
• સોમનાથની યાત્રા વખતે “બહુલોદ” નામના સ્થળે કેટલાંક ગરીબ યાત્રાળુએ રાજમાતા મીનળદેવી ને ફરિયાદ કરી કે યાત્રાળુ વેરો ન ભરી શકવાને કારણે તેઓ ભગવાન સોમનાથના દર્શન કરી શકયાં નહી.
• સિદ્ધરાજ જયસિંહે માતાના કહેવાથી આ યાત્રાળુ વેરો 72 લાખ રૂપિયાની આવક જતી કરીને નાબુદ કર્યો.
સિદ્ધરાજની સિદ્ધિઓ
(1) સોરઠનો વિજય :
• જુનાગઢના રાજા રા’ખેંગારના પિતા રા’નવઘણને સિદ્ધરાજે અગાઉ હરાવ્યા અને તેનું અપમાન કર્યુ હતું. તેથી રા’નવઘણે પાટણનો દરવાજો તોડવાની પ્રતિજ્ઞા કરી હતી.પરંતુ તે પહેલા મરણપથારીએ પડયાં પરંતુ જે પુત્ર તેમની પ્રતિજ્ઞા પુરી કરશે તેને જ જૂનાગઢની ગાદી આપવાનુ નક્કી કર્યુ તેથી તેના પુત્ર રા’ખેંગારે પાટણ પર ચઢાઈ કરી હતી.
• તે વખતે સિદ્ધરાજ માળવા તરફ કૂચમાં હતા. ત્યારે રા’ખેંગારે પાટણનો દરવાજો તોડી પાડયો અને જેની સાથે સિદ્ધરાજનું વૈવિશાળ થયું હતું તે સુંદર કન્યા રાણકદેવી ઉપાડી લાવ્યા.
• તેથી સિદ્ધરાજ ક્રોધે ભરાયા અને સોરઠ પર ચઢાઈ કરી, લડાઈ 12 વર્ષ સુધી ચાલી, લાંબા સમય સુધી કોટ કબજે થયો નહિં, ત્યારે રા’ખેંગારના ભાણેજ દેશળ અને વિશળને ફોડીને ઉપરકોટમાં પ્રવેશ કર્યો અંતે રા’ખેંગાર મરાયો અને રાણકદેવી કેદ પકડાઈ પરંતુ લાંબો સમય રા’ખેંગારની સાથે રહેતા રાણકદેવી ખેંગારને પતિ માનતી થઈ ગઈ તેથી જયારે તેમને પાટણ લઈ જતા રસ્તામાં વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે સતી થઈ.
• તેની યાદમાં વઢવાણમાં બંધાયેલુ “રાણકદેવીનુ મંદિર” હાલમાં પણ જોવા મળે છે.
• સોરઠ વિજય પછી ત્યાના દંડાધિપતિ તરીકે સજ્જનમંત્રી ને નીમ્યાં.
• આ વિજયની યાદગીરીમાં સિદ્ધરાજે “સિંહસંવત” શરૂ કર્યુ અને “સિદ્ધચક્રવર્તી” અને “ત્રૈલોકયગંડ” નુ બિરૂદ મેળવ્યું.
• ભોજરાજાનો વિશાળ ગ્રંથ ભંડાર પાટણ લાવ્યા ત્યારથી તેઓ “સિદ્ધરાજ જયસિંહ” તરીકે ઓળખાવા લાગ્યા હતા.
• સજ્જન મંત્રીએ ઈ.સ.1129 માં ગિરનાર પર્વત પર તીર્થંકર નેમિનાથ ના લાકડાના મંદિરની જગ્યાએ પથ્થરનુ નવું મંદિર બંધાવ્યું.
• ઈ.સ.1110માં વિજય પ્રસ્થાન કરી જૂનાગઢના રાજા રા’ ખેંગારને હરાવી “ત્રૈલોકયગંડ” અને ઈ.સ.1114 માં “સિદ્ધચક્રવતી” બિરૂદ મેળવ્યું તથા સિંહ સંવંતની શરૂઆત કરી.
(2) માળવાનો વિજય :
• માળવાના યશોવર્માને હરાવીને સિદ્ધરાજ જયસિંહ “અવંતીનાથ” તરીકે ઓળખાયા.
• સોમનાથની યાત્રા દરમિયાન નરવર્માએ પાટણ પર ચઢાઇ કરી હતી તેથી તેનો બદલો લેવા જયસિંહે માળવા પર ચઢાઈ કરી રસ્તામાં જે દાહોદ, પંચમહાલ તથા મધ્યપ્રદેશનો વિસ્તાર ભીલોનો પ્રદેશ હતો અને ભીલોની સેવા લીધી.
• ચૌલુક્યના “અવંતિમંડળ” મા હવે માળવા ઉપરાંત મેવાડ, ડુંગરપુર, બાંસવાડા વગરે પ્રદેશો હતાં જેના દંડાધિપતિ “મહાદેવ” ને નીમ્યાં.
• ધારાનગરીનો આ સંગ્રામ 12 વર્ષ સુધી ચાલ્યો અને માળવાના રાજા યશોવર્માને કેદ કર્યા અને પાટણ લઈ આવ્યા.
(3) સિદ્ધરાજનું ત્રીજું પરાક્રમ : બર્બરક વિજય
• સિદ્ધરાજનું ત્રીજું પરાક્રમ આદિવાસી ભીલ રાજા બર્બરક(બાબરીયા) ને હરાવ્યા હતાં.
• કેટલાક સાધુ-સંતોને હેરાન કરતા સોરઠના અનાર્ય જાતિના સરદાર “બર્બરકે” સિદ્ધપુર (શ્રીસ્થલ)માં મંદિર તોડી પાડ્યા હતાં. જેની ફરીયાદથી જયસિંહે “બર્બરક” પર હુમલો કર્યો.
• બર્બરક સાથેના યુદ્ધમાં જયસિંહની તલવાર ભાંગી ગઈ જેથી દ્વંદ્ધ યુદ્ધ દ્ધારા બર્બરકને હરાવ્યો અને તેને બંદી બનાવ્યો પરંતુ રાણી પીંગલાની વિનંતી દ્વારા તેમને મુક્ત કર્યા અને હમેંશા તેમની સેવામાં રાખ્યા તથા કિંમતી સંપત્તિ પણ મેળવી.
• આ બર્બરકને અનાર્યરાજા તરીકે લોકકથામાં “બાબરાભૂત” તરીકે ઓળખવામાં આવે છે.
• સિદ્ધરાજ જયસિંહના આ વિજય પછી “બર્બરક જિષ્ણુ” નું બિરૂદ મેળવ્યું.
(4) શાંકભરીના ચાહમાન રાજા પર વિજય :
• શાંકભરી (સાંબર) અર્થાત અજમેરનુ સાંબર સરોવર જેના રાજા અજયદેવનો પુત્ર અર્ણોરાજ પણ સિદ્ધરાજની સત્તા હેઠળ હતા.
• સિદ્ધરાજે પોતાની કુંવરી કાંચનદેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરાવ્યાં હતા અને તેમના પુત્ર સોમેશ્વરને સિદ્ધરાજે પોતાની પાસે રાખીને ઉછેર્યાં હતાં.
• અન્ય પરાક્રમો :
• મહોળક (બુંદેલખંડ)ના ચંદેલ રાજા મદનવર્માના રાજ્ય પર પણ સિદ્ધરાજે ચઢાઈ કરી પરંતુ મદનવર્માએ તેમને 96 કરોડ સુવર્ણમુદ્રા આપી પાછા મોકલી દીધા હતા.
• ત્રિપુરી (ડાહલ) ના રાજા યશકર્ણ પોતાના રાજ્ય વિસ્તારવા લાગ્યો પરંતુ તેમને પણ સિદ્ધરાજનુ અધિપત્ય સ્વીકારવું પડયું હતું.
• ભિન્નમાલના પરમાર રાજા સોમેશ્વરને સિદ્ધરાજે તેમનુ રાજ્ય પાછું અપાવ્યું.
• જયસિંહે પરમર્દી નામના સામંતનો મંડલેશ્વરનો ગર્વ તોડયો.
• નડુલના ચાહમાન રાજા પર આધિપત્ય સ્થાપ્યું હતું. નડુલનો ચાહમાન રાજા અશ્વરાજ પણ જયસિંહનો સામંત બનીને ઈ.સ.1043 સુધી રહ્યો.
• તેમણે સિદ્ધરાજને માળવાના વિજય વખતે ઘણી મદદ કરી હતી.
સિદ્ધરાજના અધિકારીઓ
• મહાઅમાત્ય :
(1) મુંજાલ મહેતા ( કર્ણદેવ સંબધી)
(2) શાંતુ મહેતા
(3) અશ્વક (અશુક)
(4) દાદાક (વડનગરનો નાગરબ્રાહ્મણ)
• આવંતીમંડલના દંડનાયક : મહાદેવ (દાધકનો પુત્ર)
• ખંભાતનો દંડનાયક : ઉદયન
• સેનાપતિ : કેશવ
• મંત્રીઓ : આનંદ, પૃથ્વી, વાગ્ભટ્ટ, ઉદયન
• પુરોહિત : સામશર્મા(સોમ શર્માનો વંશજ)
સિદ્ધરાજના કાર્યો અને બાંધકામ
• સિદ્ધરાજે સોમનાથનો યાત્રા વેરો નાબુદ કર્યો.
• શ્રીસ્થળ સરસ્વતી કિનારે આવેલા રૂદ્રમહાલયને સિદ્ધરાજે મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું તેથી તે સ્થળ “સિદ્ધપુર” તરીકે ઓળખાવા લાગ્યું.
• અણહિલવાડ પાટણના સુકાઈ ગયેલા જૂના તળાવને ફરતે 1008 શિવાલય બંધાવ્યાં આથી અગાઉનુ દુર્લભ સરોવર હવે “સહસ્ત્રલિંગ સરોવર” તરીકે ઓળખાવા લાગ્યું.
• આ સરોવરને “મહાસર” તરીકે પણ ઓળખવામાં આવે છે.
• સિદ્ધરાજનાં અલંકાર રૂપે ચાર મહાન કાર્યો કર્યા :
1) મહાલય : રૂદ્રમહાલય જે મુળરાજે અધુરો છોડ્યો તે પૂર્ણ કરાવ્યો.
2) મહાયાત્રા : સોમનાથની પદયાત્રા
3) મહાસર : સહસ્રલિંગ તળાવ
4) મહાસ્થાન : દાનશાલા
• વિષ્ણુનું દશાવતાર મંદિર : સહસ્રલિંગ તળાવના કિનારે બંધાવ્યું.
• મહાવીરનું ચૈત્ય : સરસ્વતીના કીનારે બંધાવ્યું.
રૂદ્રમહાલય :
• સિદ્ધપુરમાં આવેલ રૂદ્રમહાલયનું આમ તો મૂળરાજે બંધાવવાનું શરૂ કર્યું હતું પરંતુ સિદ્ધરાજ જયસિંહે તેનું મોટાભાગનું બાંધકામ પૂર્ણ કર્યું હતું. જેને “રૂદ્રમાળ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
• વર્તમાનમાં તે ખંડિત અવસ્થામાં છે તેના અવશેષરૂપે થોડોક ભાગ રહેલો છે.
• જેમાં ગૂઢમંડળના પશ્ચિમ તરફના ચાર સ્તંભ અને ઉત્તરની શૃંગાર ચોકીના ચાર સ્તંભ વર્તમાન સુધી જળવાઈ રહેલાં છે.
• આ મંદિર બે માળનું હતું. મંદિરની ચારે બાજુ 11 દેવ કુલિકા હતી.
• મુખ્ય શૃંગાર ચોકીની બંને બાજુએ એક એક કીર્તિ તોરણ હતું. તેમાંથી ઉત્તરનું કીર્તિતોરણ વર્તમાનમાં પણ છે.
ડભોઈનો કિલ્લો :
• વડોદરા જિલ્લામાં આવેલ ડભોઈમાં સિદ્ધરાજ જયસિંહે એક લંબચોરસ કિલ્લો બંધાવ્યો હતો. તેમાં કુલ 52 બુરજો હતા. ખૂણા પરના બુરજો ગોળ હતા. બાકીના બધા લંબચોરસ હતા. ખૂણાના બુરજોમાં ગોળ કોટડીઓ હતી.
• કિલ્લાની ચાર દિશામાં ચાર દરવાજા હતા;
(1) પૂર્વમાં : “હીરા ભાગોળ”
(2) પશ્ચિમમાં : “વડોદરી દરવાજો”
(3) ઉત્તરમાં : “મહુડી (અથવા ચાંપાનેરી) દરવાજો”
(4) દક્ષિણમાં : “નાંદોરી દરવાજો”
• હીરા ભાગોળમાં દરવાજામાં હીરાઘર નામના શિલ્પીને અહીં જીવતો ચણી દીધા હોવાની કથા પ્રચલિત છે. પરંતુ વૈદ્યનાથ પ્રશસ્તિમાં તેના સ્થપતિ દેવાદિત્ય હોવાના ઉલ્લેખો મળે છે. આ હીરા ભાગોળના દરવાજે કાટખૂણે આવેલા દરવાજા જેનો “સ્વસ્તિક પ્રકાર” જોવા મળે છે.
સાહિત્ય અને કલાપ્રેમ
• સિદ્ધરાજે હેમચંદ્રાચાર્ય ને “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનો વ્યાકરણ ગ્રંથ લખવાની પ્રેરણા આપી અને પાટણમાં તેની શ્રીકર નામના હાથી પર વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી. તેમા રાજા સિદ્ધરાજ જયસિંહ તથા હેમચંદ્રચાર્ય એ આ યાત્રા પગપાળા ચાલીને પૂર્ણ કરી હતી.
• હેમચંદ્રાચાર્યએ બીજું મહાકાવ્ય “દ્રયાશ્રય” રચ્યુ હતું.
• સિદ્ધરાજના રાજ્યકાળમાં શરૂઆતમાં ઈ.સ.1100 માં ભૃગુકચ્છમાં લખાયેલી “નિશીથચૂર્ણી”ની તાડપત્રી પ્રત ગુજરાતની ચિત્રકલાની હસ્તપ્રતોમાં મળેલો પ્રાચીન નમૂનો છે.
• સિદ્ધરાજ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલને પોતાનો બંધુ માનતા હતા.
• રામચંદ્ર, જયમંગલ, યશચંદ્ર, વર્ધમાનસૂરી, સાગરચંદ્ર જેવા કવિઓ તથા વિદ્ધાનોને પણ પ્રોત્સાહન આપ્યું અને વિદ્યોપાર્જનને ઉત્તેજન આપ્યું.
• ઈ.સ.1125 માં સિદ્ધરાજની રાજસભામાં શ્વેતાંબર દેવસૂરી અને દિગંબર દેવસૂરિ કુમુદચંદ્ર વચ્ચે વાદવિવાદ થયો તેમા શ્વેતાબંર મતનો વિજય થયો. સિદ્ધરાજના સમયમાં પાટણના પટોળાની કળા વિકાસ પામી હતી.
• સિદ્ધરાજ જયસિંહ જસમા નામની ઓઢણ પર મોહિત થયા હતાં તેવી પણ લોકકથા પ્રચલિત છે.
• ખંભાતના પારસીઓ તથા બ્રાહ્મણોએ મુસલમાનોની મસ્જિદ સળગાવી દીધી તેથી તેઓને સિદ્ધરાજે દંડ કર્યો અને મસ્જિદ બાંધવા માટે એક લાખ રૂપિયા સહાય આપ્યા હતા.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
– Education Vala