હરગોવિંદદાસ કાંટાવાળા | Hargovinddas kantavala
પૂરું નામ | હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા |
જન્મ | 16 જુલાઈ, 1844 |
જન્મસ્થળ | ઉમરેઠ, નડિયાદ |
અવસાન | 31 માર્ચ, 1930 |
- “દેશી કારીગરીને ઉત્તેજન” નામની ઉચ્ચ દેશાભિમાન ભરેલી સૌપ્રથમ અર્થશાસ્ત્રીય કૃતિ આપનાર લેખક હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ નાથાશંકર શાસ્ત્રીની મદદથી 35 પુસ્તકો દ્વારા મધ્યકાલીન ગુજરાતી કવિઓની હસ્તપ્રતોને પ્રકાશમાં લાવવાનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું.
- તેમણે રાજકોટમાં “વિજ્ઞાન વિલાસ” નામનું સામયિક ચલાવ્યું હતું. તેમણે “પ્રાચીન કાવ્યમાળા”ના સંપાદક તરીકે કાર્ય કર્યું હતું.
- તેઓએ અમ૨ેલીમાં કેળવણી ફરજિયાત કરવામાં વિશિષ્ટ યોગદાન આપ્યુ હતું.
- દેશી કારીગરીને ઉત્તેજન ભાગ 1 અને 2 માં ભારતીય પ્રજાની નિર્ધનતા અને લાચારીનો ચિતાર આપી તથા દેશી હુન્નર ઉદ્યોગની સ્થિતિનું વાસ્તવિક ચિત્ર આપી, તેના ઉત્તેજનમાં જ દેશહિત સમાયાની વાત સચોટ રીતે મુકી આપી છે.
- તેમને વર્ષ 1903માં અંગ્રેજ સરકાર દ્વારા “રાવ બહાદુર”ના ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સયાજીરાવ ગાયકવાડે તેમની સાહિત્ય સેવાને કારણે “સાહિત્યમાર્તંડ” સુવર્ણચંદ્રકથી નવાજ્યા હતાં.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
કાવ્ય | પાણીપત અથવા કુરુક્ષેત્ર |
વાર્તા સંગ્રહ | દેશી કારીગરીને ઉત્તેજન, અંધેરી નગરીનો ગંધર્વસેન, ઉટંગ, બે બહેનો, |
અભ્યાસ ગ્રંથ | કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા ભાગ 1 અને 2 |
નિબંધ | સંસાર સુધારો |
વિશેષ માહિતી
- તેઓ વર્ષ 1920માં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતાં.
- તેઓ વર્ષ 1875-76મા વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા હતા.
- તેમણે લુણાવાડામાં દીવાન તરીકે પણ કાર્ય કર્યું હતું.
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
રણછોડભાઈ દવે | અહિ ક્લિક કરો |
એલેક્ઝાન્ડર ફાર્બસ | અહિ ક્લિક કરો |
કરસનદાસ મૂળજી | અહિ ક્લિક કરો |
મહિપતરામ નીલકંઠ | અહિ ક્લિક કરો |
દુર્ગારામ મહેતા | અહિ ક્લિક કરો |
2 thoughts on “હરગોવિંદદાસ કાંટાવાળા | Hargovinddas kantavala | Gujarati sahitya”