ઈન્ડિયન નેવીની નવી તાકાત INS Vikrant
મહાસાગરનો બાહુબલી INS Vikrant
- ભારતીય નૌકાદળના (Indian Navy) ઈતિહાસમાં આજનો દિવસ બે રીતે ખૂબ જ ખાસ છે.
- કારણ કે આજે નૌકાદળના નવા ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
- બીજું સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નેવીમાં સામેલ કરવામાં આવ્યું.
ભારતીય નૌકાદળ નું નવું ચિહ્ન :
- પીએમએ નવા નીશાનનું કર્યું અનાવરણ
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરેલામાં નૌસેનાનાં નવા નિશાનનું અનાવરણ કર્યું છે.
- રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સહીત અન્ય સૈન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
- ભારતીય નૌસેનાના નવા ધ્વજમાં છત્રપતિ શિવાજી મહારાજની મહોર.
- નવા ફ્લેગમાં નીચે લખ્યું છે “शं नो वरुणः” ( વરુણ શુભ થાય) નવું નિશાન છત્રપતિની શાહી મહોરમાંથી લેવાયું છે
INS Vikrant
20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે આ એરક્રાફ્ટ કેરિયર
- આશરે રૂપિયા 20,000 કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ કેરિયરે ગયા મહિને દરિયાઈ પરીક્ષણનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.
- ત્યારબાદ નૌકાદળના નાયબ વડાએ કહ્યું કે, INS વિક્રાંત માટે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપકરણો બનાવવામાં આવ્યા છે.
- આ માટે અંબાલા, દમણ, કોલકાતા, જલંધર, કોટા, પુણે અને દિલ્હી જેવા શહેરોમાં પણ સાધનો બનાવવામાં આવ્યા છે.
- તેમણે માહિતી આપી હતી કે, INS વિક્રાંત માટે 2500 કિલોમીટર લાંબી ઈલેક્ટ્રિકલ કેબલ ભારતમાં બનાવવામાં આવી છે.
એલીટ ક્લબમાં ભારતનો સમાવેશ થયો
- INS વિક્રાંતનું સેવામાં આવવું ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
- વિક્રાંત સેવામાં આવતા ભારત હવે અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ જેવા દેશોના ગ્રુપમાં સામેલ થઈ ગયું છે કે જેની પાસે સ્વદેશી ડિઝાઈન કરવાનો વિમાન વાહક બનાવવાની ક્ષમતા છે.
- INS વિક્રાંતનું નિર્માણ ભારતમાં મુખ્ય ઔદ્યોગિક એકમોની સાથે 100થી વધુ લઘુ, કુટીર અને મધ્યમ સાહસ (MSMEs) દ્વારા આપૂર્તિ કરીને સ્વદેશી ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ કરીને તૈયાર કરાયું છે.
જાણો શું છે INS વિક્રાંતની વિશેષતાઓ ?
- જો તમે INS વિક્રાંતની વિશેષતા પર નજર નાખો તો તે સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધ જહાજ છે.
- તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 60 મીટર છે.
- તેના વજનની વાત કરીએ તો તે 45 હજાર ટન વજનનું જહાજ છે.
- INS વિક્રાંત એકસાથે 30 ફાઈટર પ્લેન ચલાવવા માટે સક્ષમ છે.
- આ જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની શિપયાર્ડ કંપની કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે.
- વિક્રાંત અત્યાધુનિક સ્વચાલિત સુવિધાઓથી સજ્જ છે અને ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે.
- જહાજમાં અલ્ટ્રા-મોર્ડન મેડિકલ ફેસિલિટી સાથે આખું મેડિકલ કેમ્પસ પણ છે. જેમાં મુખ્ય મોડ્યુલર ઓટી (ઓપરેશન થિયેટર), ઈમર્જન્સી મોડ્યુલર ઓટી, ફિઝિયોથેરેપી ક્લિનિક, ICU, લેબ, સીટી સ્કેન, એક્સ-રે મશીન, દાંતની સારવારની વ્યવસ્થા, આઈસોલેશન વોર્ડ અને ટેલીમેડિસિન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
- આ સ્વદેશી જહાજ પર ઓછા વજનવાળા હેલિકોર્ટર (ALH) અને ફાઈટર પ્લેન (LCA) સિવાય મિગ-29 લડાકુ જેટ, કામોવ-31 અને MH-60 R સહિત 30 વિમાનોવાળી વિંગને સંચાલિત કરવાની ક્ષમતા ધરાવે છે.
- INS વિક્રાંત દેશનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે.
- INS વિક્રાંતનાં નિર્માણ પછી ભારતને દુનિયાનાં એવા 6 દેશોમાં સ્થાન મળ્યું છે (અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ, ઇંગ્લેન્ડ) સહિત ભારતનું નામ પણ સામેલ થયું છે.
- INS વિક્રાંત પર 30 એરક્રાફ્ટ, 20 ફાઈટર પ્લેન અને 10 હેલિકોપ્ટર રાખવાની ક્ષમતા છે.
- INS વિક્રાંત પર અમેરિકન F-18A સુપર હોર્નેટ અને રાફેલની પણ ઊડાન ભરવા સક્ષમ
- વિક્રાંતની ટોપ સ્પીડ 28 નોટીકલ માઈલ છે અને એકવારમાં 7500 નોટીકલ માઈલ સુધી જઈ શકે છે, દાખલા તરીકે INS વિક્રાંત એકવારમાં ભારતથી બ્રાઝિલ સુધી જઈ શકે છે
- INS વિક્રાંતનાં રનવેની લંબાઈ 262 મીટર છે
- INS વિક્રાંતની પહોળાઈ 62 મીટર અને હાઈટ 50 મીટરની છે
- INS વિક્રાંતમાં 14 ડેક એટલે ફ્લોર અને 2300 કંપાર્ટમેન્ટ છે
- વિક્રાંત 32 મિડિયમ રેન્જ સર્ફેસ ટૂ એયર મિસાઈલ અને AK 630 તોપથી સજ્જ હશે
- INS વિક્રાંત પર 1500 થી 1700 સૈનિકો તૈનાત રહી શકે છે.
- INS વિક્રાંતને કોચીન શિપયાર્ડમાં બનાવાયું છે, જેને બનાવવાની શરૂઆત 2009 માં થઈ હતી.
- વિક્રાંતને બનાવવામાં 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
- INS વિક્રાંતથી 32 બરાક-8 મિસાઈલ લોન્ચ કરી શકાય છે.