અહીં તમને ગુજરાતનો ઈતિહાસ (Gujaratno Itihas) માં ઈતિહાસ જાણવાના સ્ત્રોતો (Itihas janvana Stroto) વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વધુ આવી પોસ્ટ દરરોજ વાંચવા માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.
Itihas janvana stroto
- ગુજરાત ભારત દેશનો એક એવા ખંડ છે, જેને પોતાનું આગવું સાંસ્કૃતિક, સાંસ્કારિક અને ઐતિહાસિક અસ્તિત્વ છે.
- ગુજરાત નામ “ગુર્જર” જાતિ પરથી ઉતરી આવ્યું છે.
- પૌરાણિક અનુશ્રુતિઓ પ્રમાણે આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાત “આનર્ત” નામથી ઓળખાતુ હતુ.
- મનુના દસ પુત્રોમાં ત્રીજા “શર્યાતિ” ગુજરાતના રાજા થયા. આ શર્યાતિએ ગુજરાતમાં પહેલો (પ્રથમ) રાજવંશની સ્થાપના કરી. શનિના કુંવર (પુત્રનું નામ “આનર્ત” હતું જેના નામ પરથી આ પ્રદેશનું નામ “આનર્ત” પડ્યું.આ આનર્ત એ ગુજરાતમાં પ્રથમ રાજધાની “કુશસ્થળી” સ્થાપી, જે વર્તમાનમાં “દ્વારકા” તરીકે ઓળખાય છે.
- આ પ્રદેશનું “ગુજરાત” નામ છેક સોલંકી કાળમાં પડ્યું તે પહેલાં તો “ગુર્જર દેશ”, “ગુજ્જરત્તા”, “ગુર્જરત્રા” વગેરે નામો પ્રચલિત હતા.
- ગુજરાતના ઇતિહાસને ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે.
- પ્રાચીન ગુજરાત
- મધ્યકાલીન ગુજરાત
- આધુનિક ગુજરાત
- પ્રાચીન ઈતિહાસ જાણવાના મુખ્ય ત્રણ સ્રોતો છે.
- પુરાતાત્વિય સ્રોત કે સાધનસામગ્રી
- સાહિત્યિક સ્રોત કે સાધનસામગ્રી
- વિદેશી યાત્રીઓનું વિવરણ
પુરાતાત્વિય સ્રોત કે સાધનસામગ્રી
- પુરાતાત્વિક સ્રોતો અન્ય સ્રોતો કરતાં અલગ હોય છે કારણકે તે વધારે વૈજ્ઞાનિક અને અધિકૃત ગણાય છે.
- પ્રાગ ઐતિહાસિક અને આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓની માહિતી મુખ્યત્વે પુરાતાત્વિક સ્રોતો પરથી મળે છે. જેમાં મુખ્યત્વે હથિયારો, ઓજારો, વાસણો, તોળમાપ, અનાજના દાણા,ઘરવખરી, મણકા તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
- આદ્ય ઐતિહાસિક કાળની જાણકારી અભિલેખો પરથી મળી આવે છે, પરંતુ એ કાલની લિપિ હજી નિશ્ચિતપણે ઉકેલી શકાતી નથી.
- પ્રાચીન અભિલેખો એટલે કે શિલા, ધાતુલેખો વગેરે પદાર્થો પર કોતરેલા લખાણો ઘણાં ઉપયોગી સાબિત થાય છે.
- ગિરનારના શિલાલેખો, મૈત્રક રાજાઓના તામ્રપત્રો અને ક્ષત્રપ રાજાઓના સંખ્યાબંધ સિક્કાઓ વગેરે નોંધપાત્ર છે.
- “રૂદ્રદામા” અને “સ્કન્દગુપ્ત” ના ગિરનારના શિલાલેખો પરથી ગિરનારના “સુદર્શન તળાવ” ના નિર્માણ અને પુનઃનિર્માણની માહિતી મળે છે.
- મૈત્રકોના તામ્રપત્રો પરથી તે રાજાઓની વંશાવલી અને સાલવારી તારવી શકાઈ છે.
- ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ પરના લખાણો પરથી તેમની વંશાવલી જાણી શકાઈ છે.
- સોલંકી યુગની પણ ઘણી માહિતી તેમના તામ્રપત્રોમાંથી મળી આવે છે તેમાં રાજાએ કરેલ ભૂમિદાન, તેમના રાજવંશો, અધિકારીઓ, રાજ્યના વિભાગો, પેટા- વિભાગો, રાજ્યનાં સ્થળો, દેવાલયો તથા જળાશયોના નિર્માણ વગેરેની ઐતિહાસિક માહિતી મળે છે.
- દ્વારકા અને સોમનાથ પાસેથી કેટલાંય વાસણો મળી આવ્યા છે, તેમાં બ્રાહ્મીલિપિમાં લખાણો છે.
- ગુજરાતમાંથી મળી આવેલા, અભિલેખોમાં “ગિરનારનો અભિલેખ” સૌથી મહત્વનો ગણાય છે. આ લેખની શોધ “કર્નલ ટોડે” ઈ.સ. 1822 માં કરી હતી. આ લેખનું લખાણ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં છે.
- અશોકના અભિલેખને વાંચવાનો (ઉકેલવાનો) શ્રેય “જેમ્સ પ્રિન્સેપ” (1837) ને જાય છે.
- સુદર્શન તળાવના નિર્માણ અને પુનઃનિર્માણથી જોડાયેલા વ્યક્તિઓ
ક્રમ | શાસક (રાજા) | અધિકારી |
---|---|---|
1 | ચન્દ્રગુપ્ત મૌર્ય | પુષ્યગુપ્ત વૈશ્ય (નિર્માણ) |
2 | અશોક | યવનરાજ તુષાર૫ (જીર્ણોદ્વાર) |
3 | રૂદ્રદામા કે રૂદ્રદામન | સુવિશાખ (જીર્ણોદ્વાર) |
4 | સ્કંદ ગુપ્ત | પર્ણદત્ત (ચક્રપાલિત) (જીર્ણોદ્વાર) |
- વર્તમાનમાં સુદર્શન તળાવ અસ્તિત્વમાં નથી, પરન્તુ ગિરનારનો અભિલેખ મહત્વનો છે. આ ગુજરાતના “ક્ષત્રપકાળ” સુધીનો ઈતિહાસ રજૂ કરે છે.
- સાબર, મહી, રેવા (નર્મદા) તથા ભાદરના કાંઠાના કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળના સ્થળો અને અવશેષો મળી આવ્યા છે.
- આમ, પુરાતાત્વિક સ્રોતોથી ગુજરાતના પ્રાચીન ઈતિહાસની નક્કર માહિતી મળે છે.
સાહિત્યિક સ્રોત કે સાધનસામગ્રી
- વૈદિક સાહિત્ય તથા પુરાણોમાંથી ગુજરાતના પ્રાચીન ઈતિહાસની માહિતી મળે છે.
- બૌદ્ધગ્રંથ “આર્યમંઝુશ્રી મૂલલ્પ’માંથી ગુજરાત વિશે માહિતી મળે છે.
- 12મી સદીમાં “કથાવલી’ નામના ગ્રંથની રચના “ભદ્રેશ્વરસૂરીએ” અને 14મી સદીમાં “પ્રભાવકચરિત્ર’ નામના ગ્રંથની રચના “ચન્દ્રપ્રભાસૂરીએ’ તથા “સમ્યક્ત્વસપ્તતિવૃત્તિ” ગ્રંથની રચના “સંઘ તિલકાચાર્ય’ એ કરી હતી. આ ગ્રંથો “પ્રાકૃત” ભાષામાં છે અને આમાંથી મૈત્રકયુગની માહિતી મળી આવે છે.
- 11મી સદીમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા ક્ષેમેન્દ્ર રચિત “બૃહત્કથામંજરી’ અને સોમેન્દ્રરચિત “કથાસરિત્સાગર” માંથી પણ મૈત્રકયુગની માહિતી મળે છે.
- જૈનાચાર્ય મહાવિદ્વાન “હેમચંદ્રાચાર્ય” સિદ્ધરાજ જ્યસિંહના સમકાલીન હતા. તેમણે “સિદ્ધહેમ” તથા “દયાશ્રય” મહાકાવ્યોની રચના કરી છે.
- આ મહાકાવ્યોમાંથી સોલંકી વંશના મૂળરાજ પ્રથમથી શરૂ કરીને સિદ્ધરાજ જ્યસિંહ સુધીના સોલંકી રાજાઓની માહિતી મળે છે.
- કવિ સોમેશ્વરે “કીર્તિકીમુદ્દી” માં ગુજરાતના મંત્રી “વસ્તુપાલ” (13મી સદી)નું જીવન આલેખ્યું છે. કાવ્યની શરૂઆતમાં સોલંકી વંશના મૂળરાજ (10મી સદી) થી ભીમદેવ બીજાના સમય સુધીના ઈતિહાસની રૂપરેખા પણ આલેખી છે. મેરુત્તુંગે ઈ.સ.1530માં “વિચાર-શ્રેણી” નામના ગ્રંથની રચના કરી જેમાં ચાવડા, સોલંકી, અને વાઘેલા વંશની વંશાવળી મળે છે.
- અસિસિંહ કૃત “સુકૃતસંકીકર્તન” અને “સુકૃતકીર્તિકલ્લોલિની” નામના કાવ્યોમાં 8મી સદીના વનરાજ ચાવડાથી માંડીને વસ્તુપાલના સમય સુધીના રાજાઓનો દંતકથા-મિશ્રિત ઈતિહાસ આપવામાં આવ્યો છે છતાં પણ તે ઈતિહાસ નિરૂપણમાં ઘણો જ ઉપયોગી છે.
- મેરૂતુંગાચાર્ય રચિત “પ્રબંધચિંતામણી” એ ગુજરાતના ઈતિહાસ માટે બધાથી વધારે ઉપયોગી પ્રબંધ સંગ્રહ છે તેમાં વનરાજ ચાવડાથી શરૂ કરીને વાઘેલા વીરધવલ સુધીના રાજાઓનો ઈતિહાસ મળે છે.
- નયનચંદ્રનું “હમ્મીરકાવ્ય”, બલ્લાલનું “ભોજપ્રબંધ”, કવિ ચંદબરદાઈનું “પૃથ્વીરાજ રાસો”, પદ્મગુપ્તનું “નવસાહસાંકરત” અને કોઈ અજ્ઞાત લેખકની “પૃથ્વીરાજ વિજય’’ ગ્રંથોમાંથી પણ ગુજરાતનો ઈતિહાસ મળે છે.
- કવિ કૃષ્ણની ‘રત્નમાલા” (રતીમાલા) માં પંચાસરના રાજા જયશિખરી તથા વનરાજ ચાવડાનો વૃતાંત જોવા મળે છે.
- “મિરાત-એ-અહમદી” માં પણ પ્રારંભમાં ચાવડા,સોલંકી અને વાઘેલા વંશની ટૂંકી માહિતી મળે છે.
- સોલંકી યુગ દરમિયાન રચાયેલાં કેટલાંક નાટકો પણ ગુજરાત વિશે સારી માહિતી આપી જાય છે. સોમદત્તસૂરિ ચિત “કુમારપાલ પ્રતિબોધ”, બાલચંદ્રસૂરિ કૃત્ત “વસંતવિજય”, જ્યસિંહસૂરિ રચિત “હમ્મીરમદમર્દન”, બિલ્હણ કૃત ‘કર્ણસુંદરી’, યશપાલ કૃત “મોહરાજ પરાજય” વગેરે નાટકો પરથી સોલંકી કાળના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ પર પ્રકાશ પડે છે.
વિદેશી યાત્રીઓનું વિવરણ
- 7મી સદીમાં ચીની યાત્રી “હ્યુ-એન-ત્સાંગ’’ ગુજરાતમાં આવ્યા હતા અને તેના ગ્રંથ “સી-યુ-કી” માં વલભી, ગિરિનગર, ખેટક, ભૃગુકચ્છ, આનંદપુર વગેરેની મુલાકાત લીધી હતી અને તેમનું વર્ણન કર્યું છે.
- મૈત્રકયુગની માહિતી અરબી સાહિત્યમાંથી પણ મળે છે. જેમ કે…
ક્રમ | લેખક | ગ્રંથ |
---|---|---|
1 | અલ-બિલાજ (ઈ.સ. 892) | રૂદ્રતુલ-બુલદાન |
2 | અલબરૂની (ઈ.સ. 1030) | તારિખ-ઉલ-હિંદ |
3 | ઈબ્નેઅસિ (ઈ.સ.1230) | કામિત-ઉલ-તવારિખ |
- મહાન ઈતિહાસવેત્તા અને ખગોળશાસ્ત્રી “ટોલેમી’’ ના ગ્રંથોમાં ગુજરાતના પોરબંદર, નવસારી, માંગરોળ, કામરેજ, વલભી પાસેનું અખ઼પૂર્વા અને ભરૂચ જેવા બંદરોનો ઉલ્લેખ મળી આવે છે.
અગત્યની માહિતી
- ગુજરાતના “મહીસાગર” જીલ્લા (જુનો ખેડા જીલ્લો) ના બાલાસિનોર તાલુકાના રૈયાલી” ગામમાંથી સૌપ્રથમ વિશ્વના ડાયનાસોરના ઈંડા મળી આવ્યા છે. તે ઈંડા 6 કરોડ વર્ષ જેટલા જૂના હોવાનું મનાય છે.
- ગુજરાત સરકાર દ્વારા અહીંયા ડાયનાસોર પાર્ક નું નિર્માણ કરવામાં આવ્યું છે.
- સાબર, મહી, રેવા (નર્મદા) તથા ભાદરના કાંઠાના કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળનાં સ્થળો તથા અવશેષો પ્રાપ્ત થયા છે.
- પ્રાગૈતિહાસિક કાળના પુરાવા અંગે કોઈપણ લેખિત માહિતી મળી નથી.
- સૌપ્રથમ ઈ.સ. 1893માં “રોબર્ટ બ્રુશ ફૂટ’’ નામના સંશોધકે હાલના મહેસાણા જીલ્લામાં સાબરતટે આવેલા “કોટ” અને “પેઢામલી’ નામે ગામડાં પાસેથી પ્રાચીન પાષાણયુગના અવશેષો શોધી કાઢયા.
- આ ઉપરાંત ડૉ. હસમુખ સાંકળીયા, એસ.આર.રાવ, ડૉ. બી. એ. સુબારાવ, એફ. ઈનેર, પી.ટી. પંડ્યા અને આર. એન. મહેતા વગેરે મુખ્ય શોધકો રહ્યા છે.
- ગુજરાતમાંથી પ્રાગઐતિહાસિક પત્થરના વિવિધ ઓજારો મળી આવેલાં છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના કાંઠે કરવામાં આવેલા ખોદકામમાં સૂક્ષ્મ પાષાણયુગના લોકોની સમૃદ્ધ વસ્તુઓ તથા પુરાવાઓ મળી આવેલ છે.
- મહેસાણા જીલ્લામાં આવેલ “લાંઘણજ’” પ્રાગૈતિહાસિક સ્થળ છે. આ સ્થળેથી સૌપ્રથમ માનવ હાડપિંજરની શોધ ડૉ. હસમુખ સાંકળીયા એ કરી હતી. આમને સાબરમતી, મહી અને હિરણ નદીના કાંઠે તેમજ રંગપુર, રોજડી, પ્રભાસપાટણ વગેરે સ્થળોએ અનેક સંશોધનો કર્યા છે.
- મધ્ય ગુજરાતમાં મહી પ્રદેશમાં 30 ઉપરાંત સ્થળોએ અને સાબરમતી પ્રદેશમાં 20 ઉપરાંત સ્થળોએ થી પ્રાગૈતિહાસિક માનવ અંગેના અવશેષો પ્રાપ્ત થયા છે.
- તાજેતરમાં સૂરત તથા ભરૂચ જિલ્લાઓમાં કરવામાં આવેલા ખોદકામ પરથી ખ્યાલ આવે છે કે સિન્ધુ સંસ્કૃતિ દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી હતી.
- લખાણના આરંભના પહેલાના કાળને “પ્રાગ્- ઐતિહાસિક” (Pre – Historic) યુગ ગણવામાં આવે છે. ઈતિહાસના વિશિષ્ટકાળને “આદ્ય-ઐતિહાસિક યુગ’” તરીકે ઓળખવામાં આવે છે. આ કાળમાં ધાતુઓની શોધ થઈ હતી.
- સૌપ્રથમ ધાતુઓમાં “તાંબું” શોધાયું. ધાતુઓની શોધના ક્રમ નીચે મુજબ છે
- તાંબુ
- સોનું
- ચાંદી
- કાસું
- ગુજરાતમાંથી મળી આવેલા રોમન સિક્કાઓ ગુજરાતનો રોમ સાથેનો સંબંધ પુરવાર કરે છે
ગુજરાતનાં ઈતિહાસની વધુ પોસ્ટ વાંચવા માટે : ગુજરાતનો ઈતિહાસ
ગુજરાત નામ કઈ જાતિ પરથી ઉતરી આવ્યું છે ?
ગુજરાત નામ “ગુર્જર” જાતિ પરથી ઉતરી આવ્યું છે.
પૌરાણિક અનુશ્રુતિઓ પ્રમાણે આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાત ક્યા નામથી ઓળખાતુ હતું ?
પૌરાણિક અનુશ્રુતિઓ પ્રમાણે આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાત “આનર્ત” નામથી ઓળખાતુ હતું.
સોલંકી કાળ પહેલા ગુજરાતનાં ક્યા નામો પ્રચલિત હતા ?
સોલંકી કાળ પહેલા ગુજરાતનાં “ગુર્જર દેશ”, “ગુજ્જરત્તા”, “ગુર્જરત્રા” વગેરે નામો પ્રચલિત હતા.
ગુજરાતના ઇતિહાસને કેટલા ભાગોમાં વહેંચી શકાય છે ?
ગુજરાતના ઇતિહાસને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રાચીન ગુજરાત, મધ્યકાલીન ગુજરાત અને આધુનિક ગુજરાત
પ્રાચીન ઈતિહાસ જાણવાના મુખ્ય કેટલા સ્રોતો છે ?
પુરાતાત્વિય સ્રોત કે સાધનસામગ્રી, સાહિત્યિક સ્રોત કે સાધનસામગ્રી, વિદેશી યાત્રીઓનું વિવરણ
કોના શિલાલેખો પરથી ગિરનારના “સુદર્શન તળાવ” ના નિર્માણ અને પુનઃનિર્માણની માહિતી મળે છે ?
“રૂદ્રદામા” અને “સ્કન્દગુપ્ત” ના ગિરનારના શિલાલેખો પરથી ગિરનારના “સુદર્શન તળાવ” ના નિર્માણ અને પુનઃનિર્માણની માહિતી મળે છે.
ગુજરાતમાંથી મળી આવેલા, અભિલેખોમાં ક્યો અભિલેખ સૌથી મહત્વનો ગણાય છે ?
ગુજરાતમાંથી મળી આવેલા, અભિલેખોમાં “ગિરનારનો અભિલેખ” સૌથી મહત્વનો ગણાય છે.
ગિરનારના અભિલેખના લેખની શોધ કોણે કરી ?
ગિરનારના અભિલેખના લેખની શોધ કર્નલ ટોડે ઈ.સ. 1822 માં કરી.
ગિરનારના અભિલેખનું લખાણ કઈ ભાષામાં છે ?
ગિરનારના અભિલેખનું લખાણ પ્રાકૃત ભાષામાં છે.
ગિરનારના અભિલેખનું લખાણ કઈ લિપિમાં છે ?
ગિરનારના અભિલેખનું લખાણ બ્રાહ્મી લિપિમાં છે.
અશોકના અભિલેખને વાંચવાનો (ઉકેલવાનો) શ્રેય કોને જાય છે ?
અશોકના અભિલેખને વાંચવાનો (ઉકેલવાનો) શ્રેય “જેમ્સ પ્રિન્સેપ” (1837) ને જાય છે.
હ્યુ-એન-ત્સાંગના પુસ્તકનું નામ જણાવો.
હ્યુ-એન-ત્સાંગના પુસ્તકનું નામ સી-યુ-કી છે.