Jilla panchayat ( District panchayat) – Panchayati Raj

જિલ્લા પંચાયત

  • ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલીની ટોચની સંસ્થા એટલે જિલ્લા પંચાયત.
  • રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલીકરણ જિલ્લા પંચાયતથી થાય છે.
  • જિલ્લા પંચાયતને પક્ષાંતર ધારો લાગુ પડે છે.

જિલ્લા પંચાયતની રચના

  • પ્રમુખ
  • ઉપપ્રમુખ
  • ચૂંટાયેલા સભ્યો
  • આમંત્રિત સભ્યો
    • જિલ્લા પંચાયત વિસ્તારમાંથી ચૂંટાયેલા સાંસદ સભ્યો
    • જિલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ
    • જિલ્લા કલેકટર
  • વહીવટી અધિકારી
    • ડી.ડી.ઓ.

પ્રમુખ

  • 73માં બંધારણીય સુધારા 1992 અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પરોક્ષ રીતે થાય છે.
  • જિલ્લા પંચાયતના પ્રમુખના હોદ્દાનો કાર્યકાળ સામાન્ય રીતે 2.5 વર્ષનો હોય છે પરંતુ તે પહેલા હોદ્દા પરથી દૂર થઈ શકે છે.
  • પદ પરથી કઈ રીતે દૂર થઈ શકે ?
    • જિલ્લા પ્રમુખ મુદત પુરી થાય તે પહેલા સ્વૈચ્છિક રાજીનામું લઈ શકે છે. આ માટે જિલ્લા પ્રમુખે લેખિત રાજીનામું વિકાસ કમિશનરને મોકલવું પડે છે. રાજીનામાનો સ્વીકાર થતાં પ્રમુખ હોદ્દો છોડી શકે છે.
    • જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવીને પ્રમુખને હોદ્દા પરથી દૂર કરી શકાય છે.

પ્રમુખની મુખ્ય કામગીરી

  • જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના વડાના હોદ્દાની રૂ એ જિલ્લા પંચાયતની બેઠકોનો સમય નક્કી કરે છે તેમજ બેઠકોનું સંચાલન કરે છે.
  • આર્થિક અને વહીવટી કાર્યો પર દેખરેખ રાખવી.
  • ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો પર દેખરેખ અને સંકલનનું કાર્ય કરવું.
  • જિલ્લામાં શૈક્ષણિક વ્યાપ વધે તેવા ઉદ્દેશથી છાત્રાલયોનું નિર્માણ કરાવવું.
  • પશુપાલનને પ્રોત્સાહન આપી પશુ સંવર્ધન ડેરી વિકાસના કાર્યો હાથ ધરવા.
  • જિલ્લામાં પછાત વર્ગો માટે કામ કરતી N.G.O. (નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન)ને પ્રોત્સાહન આપવું.
  • જિલ્લામાં કુટિર ઉદ્યોગોમાં વધારો થાય તે માટેના પ્રયત્નો કરવા.

ઉપપ્રમુખ

  • જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિની ઉપપ્રમુખ તરીકે પરોક્ષ ચૂંટણી થાય છે.
  • ઉપપ્રમુખના હોદ્દાની મુદ્દત અઢી વર્ષની હોય છે. પરંતુ તે પહેલા જિલ્લા પંચાયત પ્રમુખને લેખિતમાં રાજીનામું આપી શકે છે. રાજીનામાનો સ્વીકાર થતાં હોદ્દો છોડી શકે છે.
  • જિલ્લા પંચાયતના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવી ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
  • જિલ્લા પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ પ્રમુખનું સ્થાન લે છે.

સભ્યો

  • જિલ્લા પંચાયતમાં 4 લાખ સુધીની વસતીએ 18 સભ્યો ત્યાર પછી દર એક લાખની વસતીએ બે બેઠકો વધે છે. (નવા સુધારા પ્રમાણે)
  • જિલ્લા પંચાયતમાં અનુસૂચિત જાતિ / જનજાતિ (SC / ST) માટે જિલ્લાની વસતીના ધોરણે અનામતની વ્યવસ્થા હોય છે. તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ બેઠકોના 10 ટકા અનામતની વ્યવસ્થા હોય છે.
  • મહિલાઓ માટે કુલ સભ્ય સંખ્યાની 50 ટકા બેઠકો અનામત હોય છે.
  • જિલ્લા પંચાયતને જાણ કર્યા વગર જો સભ્ય પંચાયતની ચાર બેઠકોમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદબાતલ થાય છે.
  • સભ્યના રદબાતલ અંગેનો આખરી નિર્ણય જિલ્લા વિકાસ કમિશનરનો રહે છે. તેને કોઈપણ નાગરિક અદાલતમાં પડકારી શકાતો નથી.
  • જિલ્લા વિસ્તારમાંથી ચૂંટાયેલા સાંસદ સભ્યો તેમજ જિલ્લા કલેક્ટર હોદ્દાની રૂએ જિલ્લા પંચાયતના સભ્યો ગણાય છે. તેઓ પંચાયતની બેઠકોમાં ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી.

જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.)

  • જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના વહીવટી વડાં છે. જેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
  • ડી.ડી.ઓ. જિલ્લા પંચાયતનું દરેક વહીવટી કાર્ય સંભાળે છે. તેમજ જિલ્લા પંચાયતની બેઠકોમાં હાજરી આપી બેઠક અંગેના અહેવાલોનો પોતાની પાસે સંગ્રહ કરે છે.
  • સમિતિઓના અહેવાલોનો સંગ્રહ કરે છે.
  • જિલ્લા પંચાયતના ફંડની કસ્ટડી સંભાળે છે.

જિલ્લા પંચાયતની બેઠક

  • જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ રાજ્ય વિકાસ કમિશનર નક્કી કરે છે. જે સામાન્ય રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા પછીના ચાર અઠવાડિયામાં નક્કી કરવામાં આવે છે.
  • જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક માટે પ્રમુખની નિયુક્તિ વિકાસ કમિશનર કરે છે. (માત્ર પ્રથમ બેઠક પુરતી)
  • પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની પરોક્ષ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
  • જો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વખતે ઉમેદવારોને સરખા મત પડે તો ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય લેવામાં આવે છે.
  • જિલ્લા પંચાયતની બેઠક દર ત્રણ મહિને એક વખત થાય છે.
  • જો જિલ્લા પંચાયતના કુલ સભ્યોના ત્રીજા ભાગના સભ્યો જિલ્લા પ્રમુખને વિશેષ બેઠક માટે લેખિતમાં અનુરોધ કરે તો જિલ્લા પ્રમુખ વિશેષ બેઠક બોલાવે છે.
  • જિલ્લા પંચાયતની બેઠકોનું સંચાલન જિલ્લા પ્રમુખ કરે છે અને તેની ગેરહાજરીમાં ઉપપ્રમુખ બેઠકનું સંચાલન કરે છે અને તેની ગેરહાજરીમાં જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય બેઠકનું સંચાલન કરે છે.

જિલ્લા પંચાયતના આવકના સાધનો

  • જમીન મહેસૂલ પરનો સેસ (ઉપકર)
  • જિલ્લા પંચાયતની મિલકતનું ભાડું
  • સ્ટેમ્પ ડ્યૂટી
  • ફીની આવક
  • દંડની આવક
  • રાજ્ય સરકારનું અનુદાન

જિલ્લા પંચાયતનું બજેટ

  • જિલ્લા પંચાયતના બજેટ અંગેનો ઠરાવ 15 ફેબ્રુઆરી સુધીમાં થઈ જવો ફરિજયાત છે.
  • બજેટ અંગેનો ઠરાવ પસાર થયા પછી સુધારા સાથેનું કે સુધારા વગરનું બજેટ 31મી માર્ચ સુધીમાં મંજૂર થઈ જવું જરૂરી છે.
  • 31મી માર્ચ સુધીમાં બજેટને મંજૂર કર્યા બાદ રાજ્ય વિકાસ કમિશનરને મોકલી આપવું જરૂરી છે.
  • જો જિલ્લા પંચાયત પોતાનું બજેટ મંજૂર કરાવવામાં નિષ્ફળ જાય તો જિલ્લા પંચાયતનું વિસર્જન થાય છે.

જિલ્લા પંચાયતની સમિતિઓ

  • ફરજિયાત
  • મરજિયાત
    • રાજ્ય સરકારની મંજૂરીથી રચી શકાય

ફરજિયાત સમિતિઓ

  1. કારોબારી સમિતિ
  2. સામાજિક ન્યાય સમિતિ
  3. શિક્ષણ સમિતિ
  4. જાહેર આરોગ્ય સમિતિ
  5. જાહેર કાર્ય સમિતિ
  6. અપીલ સમિતિ
  7. 20 મુદ્દા અમલીકરણ સમિતિ
ફરજિયાત સમિતિઓ

કારોબારી સમિતિ

  • સભ્ય સંખ્યા : વધુમાં વધુ 9 સભ્યો
  • કાર્યકાળ : 2 વર્ષ
  • સમિતિના સભ્યો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય છે.
  • સભ્યોમાંથી કોઈ એકની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવે છે.
  • સમિતિના વહીવટી વડાં તરીકે જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.) હોય છે.
  • સમિતિની મુદત 2 વર્ષની છે પરંતુ જો જિલ્લા પંચાયતની મુદત પુરી થતી હોય અથવા વિસર્જન થયું હોય તેવા સંજોગોમાં સમિતિની પણ મુદત પૂર્ણ થઈ જાય છે.
  • કાર્યો :
    • આ સમિતિ પાસે સૌથી વધુ સત્તા રહેલી છે.
    • પંચાયત દ્વારા સોંપવામાં આવતા વહીવટી કાર્યો.
    • નાણાકીય, ગૃહરક્ષકો (હોમગાર્ડસ) અને ગામ સંરક્ષણને લગતા કાર્યો કરે છે.
    • કારોબારી સમિતિ કાર્યોમાં સરળતા લાવવા વધુમાં વધુ બે પેટા સમિતિઓ રચી શકે છે જે કારોબારી સમિતિના સભ્યોથી બનેલી હોય છે. નોંધનીય બાબત એ છે કે પેટા સમિતિ કોઈ આખરી નિર્ણય લઈ શકતી નથી.

સામાજિક ન્યાય સમિતિ

  • સભ્ય સંખ્યા : 5 સભ્યો
    • 1 વાલ્મિકી
    • 1 મહિલા
    • 3 ST / SC
  • કાર્યકાળ : પંચાયતની મુદત સુધી
  • સામાજિક ન્યાય સમિતિની ભલામણ ઝીણાભાઈ દરજી સમિતિએ કરી હતી. ગુજરાત પંચાયતી રાજ ધારા 1993ના અનુચ્છેદ 145માં જિલ્લા સામાજિક ન્યાય સમિતિની જોગવાઈ છે.
  • સામાજિક ન્યાય સમિતિમાં વધુમાં વધુ પાંચ સભ્યો હોય છે. જેમાંથી કોઈ એક સભ્યની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ થાય છે.
  • માત્ર જિલ્લા સ્તરની સામાજિક ન્યાય સમિતિને સત્તા આપેલી છે કે તે એક અથવા વધુમાં વધુ બે પેટા સમિતિની રચના કરી શકે.
  • સામાજિક ન્યાય સમિતિનું મુખ્ય કાર્ય સમાજના નબળા વર્ગો જેમાં અનુસૂચિત જાતિ / જનજાતિ, નિરાધાર કુટુંબો અને નાના અને સીમાંત ખેડૂતોનો સમાવેશ થાય છે. તેઓને ન્યાય મળી રહે તે નિશ્ચિત કરવાનું છે.
  • જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ થયેલી કોઈ વ્યક્તિ 60 દિવસની મર્યાદામાં રાજ્ય સરકારને અપીલ કરી શકે છે.
  • સામાજિક ન્યાય નિધિમાંથી અનુસૂચિત જાતિઓ માટે ઓછામાં ઓછી 6 ટકા ૨કમ ફાળવવી અનિવાર્ય છે.

શિક્ષણ સમિતિ

  • સભ્ય સંખ્યા : વધુમાં વધુ 9 સભ્યો
    • 7 ચૂંટાયેલા
    • 2 નિયુક્ત
  • કાર્યકાળ : જિલ્લા પંચાયતની મુદત જેટલો
  • જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામે છે.
  • કાર્યો :
    • જિલ્લાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.
    • પ્રાથમિક શિક્ષણ પ્રત્યે જવાબદારી અદા કરવી.
    • અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકો બાબતે રાજ્ય સરકારને સૂચનો કરવા.
    • માધ્યમિક સ્તરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોની વ્યવસ્થા કરવી.
    • પુસ્તકાલય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.

જાહેર આરોગ્ય સમિતિ

  • સભ્ય સંખ્યા : 5 સભ્યો
  • કાર્યકાળ : 3 વર્ષ
  • કાર્યો :
    • જાહેર આરોગ્ય અંગે જાગૃતિ ફેલાય તેવા કાર્યો.
    • આરોગ્ય કેન્દ્રો, પાણી પુરવઠો, રોગ-નિયંત્રણ અને કુટુંબ કલ્યાણને લગતા કાર્યો.
    • રાહત કેન્દ્રોને મદદ કરવી તેમજ તબીબી ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓને માટે તાલીમ આપવાની વ્યવસ્થા કરવી.

જાહેર કાર્ય સમિતિ

  • સભ્ય સંખ્યા : વધુમાં વધુ 5 સભ્યો
  • કાર્યકાળ : 2 વર્ષ
  • સભ્યો પોતાનામાંથી કોઈ એકની અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરે છે.
  • કાર્યો :
    • પાકા રસ્તાઓનું બાંધકામ.
    • નવા મકાનોનું બાંધકામ અને જૂના મકાનોનું સમારકામ.
    • સંચાર સંબંધી કાર્યો.
    • આપત્તિ માટે રાહત કામગીરી.
    • ગ્રામીગ મકાનોનું બાંધકામ.

અપીલ સમિતિ

  • સભ્ય સંખ્યા : 5 સભ્યો
  • કાર્યકાળ : 2 વર્ષ
  • સમિતિના સભ્યમાંથી કોઈ એક સભ્યની અધ્યક્ષ તરીકે નિયુક્તિ થાય છે.
  • કાર્યો :
    • ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતની કોઈ સમિતિએ આપેલા નિર્ણય કે કરેલા ઠરાવથી જો સહમત ન હોય તો સંબંધિત વ્યક્તિ જિલ્લા અપીલ સમિતિમાં અપીલ કરી શકે છે. પરંતુ ગ્રામ કે તાલુકા પંચાયતની કોઈ સમિતિએ આપેલા નિર્ણય કે ઠરાવના 30 દિવસમાં અપીલ કરવાની રહેશે.
    • અપીલ સમિતિ સંબંધિત વ્યક્તિએ કરેલી અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી લેવાયેલા નિર્ણય કે ઠરાવ માટે કામચલાઉ ધોરણે મનાઈ હુકમ ફરમાવી શકે છે.
    • અપીલ સમિતિનો નિર્ણય આખરી ગણાય છે, છતાં વ્યક્તિ નિર્ણયની વિરૂદ્ધમાં રાજ્ય સરકારને “રિવિઝન અરજી” કરી શકે છે.

20 મુદ્દા અમલીકરણ સમિતિ

  • સભ્ય સંખ્યા : વધુમાં વધુ 5 સભ્યો
  • કાર્યકાળ : 2 વર્ષ
  • સમિતિના વહીવટી કાર્યોનું સંકલન માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમિતિના સચિવ તરીકેની ફરજ બજાવે છે.
  • ભારત સરકારે વર્ષ 1975માં શરૂ કરેલા 20 મુદ્દા કાર્યક્રમના અમલીકરણ ઉપર દેખરેખ રાખવા આ સમિતિની રચના ગુજરાતની દરેક જિલ્લા પંચાયતમાં કરવામાં આવી છે.
  • 20 મુદ્દા કાર્યક્રમ વિશે
    • ઈન્દિરા ગાંધીની અધ્યક્ષતાવાળી સરકારે પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન વર્ષ 1975માં 10 રાત્રી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
    • આ કાર્યક્રમની પ્રથમ સમીક્ષા વર્ષ 1982માં અને ત્યારબાદ વર્ષ 1986માં કરવામાં આવી હતી.
    • ગુજરાત સરકારે આ કાર્યક્રમને વર્ષ 1986થી અમલી બનાવ્યો.
  • કાર્યક્રમના 20 સૂત્રો
    1. ગ્રામીણ ગરીબી દૂર કરવી
    2. વરસાદ આધારીત ખેતી માટેની બહુરચના
    3. સિંચાઈના પાણીનો વધુ સારો ઉપયોગ
    4. પાક સમૃદ્ધિની યોજના
    5. જમીન સુધારણાના કાર્યક્રમોનો અમલ
    6. ગ્રામીણ મજૂરો માટે ખાસ કાર્યક્રમ
    7. પીવાનું સ્વચ્છ પાણી
    8. બે બાળકોનો આદર્શ
    9. બધા માટે જાહેર આરોગ્ય
    10. શિક્ષણનું વિસ્તૃતીકરણ
    11. SC / ST માટે ન્યાય
    12. મહિલા માટે સમાનતા
    13. યુવાઓ માટે નવી તક
    14. લોકો માટે રહેઠાણની વ્યવસ્થા
    15. ઝુપડપટ્ટી વિસ્તારમાં સુધારાઓ
    16. વનીકરણની વ્યૂહરચના
    17. ગ્રાહકોના હિતોનું રક્ષણ
    18. ગ્રામીણ ક્ષેત્રો માટે ઊર્જાની વ્યવસ્થા
    19. જવાબદાર વહીવટી તંત્ર
    20. પર્યાવરણનું જતન

જિલ્લા પંચાયતની ફરજિયાત સમિતિઓ

  1. કારોબારી સમિતિ : વધુમાં વધુ 9 સભ્યો
  2. સામાજિક ન્યાય સમિતિ : 5 સભ્યો
  3. શિક્ષણ સમિતિ : વધુમાં વધુ 9 સભ્યો
  4. જાહેર આરોગ્ય સમિતિ : 5 સભ્યો
  5. જાહેર કાર્ય સમિતિ : વધુમાં વધુ 9 સભ્યો
  6. અપીલ સમિતિ : 5 સભ્યો
  7. 20 મુદ્દા અમલીકરણ સમિતિ : વધુમાં વધુ 5 સભ્યો
જિલ્લા પંચાયતની ફરજિયાત સમિતિઓ

મરજિયાત સમિતિઓ

  • જિલ્લા આયોજન સમિતિ
  • ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ
  • મહિલા, બાળ અને યુવા વિકાસ સમિતિ
  • હળપતિ, ભૂમિહીન ખેતમજુરોની આવાસ બાંધકામ સમિતિ
મરજિયાત સમિતિઓ

જિલ્લા આયોજન સમિતિ

  • સભ્ય સંખ્યા : 30 થી 50 સભ્યો
  • કાર્યકાળ : 1 વર્ષ
  • જિલ્લાની હકૂમત અંતર્ગત આવતા વિસ્તારમાં આયોજનબદ્ધ વિકાસના કાર્યો હાથ ધરવા આ સમિતિની રચના થાય છે.
  • આયોજન કાર્ય ચોક્સાઈપૂર્વક થઈ શકે તે માટે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ન હોય તેવા જે-તે ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવે છે તેમજ જિલ્લા પંચાયતની હદમાં આવતી નગરપાલિકાના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે. જિલ્લા આયોજન સમિતિ 4/5 ચૂંટાયેલા સભ્યો આવેલા હોય છે.
  • દરેક તાલુકામાં જિલ્લા આયોજન સમિતિની પેટા સમિતિ રચવામાં આવે છે.

જિલ્લા આયોજન સમિતિની રચના

  • અધ્યક્ષ
    • જિલ્લાના પ્રભારી મંત્રી
  • ઉપાધ્યક્ષ
    • જિલ્લા પંચાયતના પ્રમુખ
  • સભ્યો
    • જિલ્લા પંચાયતના ચુંટાયેલા
    • સંબંધિત નગરપાલિકા સભ્યો
    • ખાસ આમંત્રિત
  • સચિવ
    • જિલ્લા કલેક્ટર
  • અધિક સચિવ
    • જિલ્લા આયોજન અધિકારી

ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ

  • સભ્ય સંખ્યા : વધુમાં વધુ 5 સભ્યો
  • કાર્યકાળ : 1 વર્ષ
  • સમિતિના દરેક સભ્યો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય છે.
  • આ સમિતિના સભ્યોમાંથી કોઈ એકની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવે છે.
  • કાર્યો :
    • કૃષિ ક્ષેત્રે નવીનીકરણને પ્રોત્સાહન આપવું.
    • જમીન સુધારણાના કાર્યક્રમોનો અમલ કરાવવી.
    • આદર્શ કૃષિ કેન્દ્રો સ્થાપવા અને ચલાવવા.
    • યોજનાઓનો સહકારી ધોરણે વિકાસ કરાવવો.

મહિલા, બાળ અને યુવા વિકાસ સમિતિ

  • સભ્ય સંખ્યા : વધુમાં વધુ 5 સભ્યો
  • કાર્યકાળ : 1 વર્ષ
  • આ સમિતિના સભ્યો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય છે. જેની જિલ્લા પંચાયતમાં ચૂંટણી દ્વારા પસંદગી થાય છે.
  • સમિતિના સભ્યોમાંથી કોઈ એકની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ થાય છે.
  • કાર્યો :
    • મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ કેવાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવું.
    • મહિલાઓ માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું.
    • સગર્ભા મહિલાઓ, ધાત્રી મહિલાઓનું અને 1 વર્ષ સુધીના ગરીબ બાળકોને પોષક આહાર મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
    • યુવા કૌશલ વધે તેવા કાર્યક્રમો હાથ ધરવા.

હળપતિ, ભૂમિહીન ખેતમજુરોની આવાસ બાંધકામ સમિતિ

  • સભ્ય સંખ્યા : વધુમાં વધુ 5 સભ્યો
  • કાર્યકાળ : 1 વર્ષ
  • ગુજરાત રાજ્યમાં ભૂમિહીન ખેતમજુરી તેમજ હળપતિઓની વધુ સંખ્યા ધરાવતા જિલ્લાઓ જેમ કે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં આ સમિતિ કાર્યરત છે.
  • કાર્યો :
    • હળપતિ તરીકે ઓળખાતા લોકો માટે આવાસો બાંધવા.
    • આ બાંધકામ માટે ઘરથાળની જમીન સંપાદિત કરવી અને બાંધકામ સામગ્રીની ખરીદી કરવી.

સમિતિ અંગેના તથ્યો

  • કારોબારી અને શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ છ સભ્યો હોય છે બાકી સમિતિઓમાં વધુમાં વધુ 5 સભ્યો હોય છે.
  • રાજ્ય સરકારની મંજૂરી દ્વારા રચાયેલી સમિતિની મુદ્દત 1 વર્ષની હોય છે.
  • કોઈપણ સમિતિના અધ્યક્ષ ચૂંટાયેલ સભ્ય જ બની શકે.
  • જો કોઈ સમિતિમાં પંચાયતના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સભ્ય તરીકે હોય, તો અધ્યક્ષ હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ બનશે જો તેઓ ઈનકાર કરે તો પંચાયતના ઉપાધ્યક્ષ હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ બને છે અને જો તેઓ ઈનકાર કરે તો અન્ય સમિતિનો ચૂંટાયેલો સભ્ય અધ્યક્ષ બને છે.
  • પંચાયતનો કોઈ સભ્ય બે કરતાં વધુ સમિતિઓનો સભ્ય બની શક્તો નથી.
  • કોઈપણ સભ્ય એકવાર સમિતિનો સભ્ય બન્યા પછી ફરી પણ બની શકે છે.
  • કોઈપણ સમિતિના સભ્ય કે અધ્યક્ષ પંચાયતને રાજીનામું આપીને સમિતિના સભ્યપદને છોડી શકે છે.
  • જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષને જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવીને દૂર કરી શકાય છે.
  • જિલ્લા પંચાયતના વીસ મુદ્દા કાર્યક્રમ અને અપીલ સમિતિના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે.

Leave a Comment

error: Content is protected !!