જિલ્લાની રચના | વિશેષતા |
---|---|
જિલ્લાની રચના | 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જૂનાગઢ જિલ્લાની રચના કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક : જૂનાગઢ |
તાલુકા (10) | વિસાવદર, માણાવદર, જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ શહેર, વંથલી, માળિયા હાટિના, મેંદરડા, ભેંસાણ, માંગરોળ, કેશોદ |
જિલ્લાની સરહદો | રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર |
ઉપનામ | વાડીઓનો જિલ્લો, સાધુઓનું પિયર |
સાંસ્કૃતિક વારસો | સંગ્રહાલય : દરબાર હોલ મ્યુઝિયમ મહેલ અને કિલ્લા : ઉપરકોટ – જૂનાગઢ, રાણકદેવીનો મહેલ – જૂનાગઢ, રા’ખેંગારનો મહેલ – જૂનાગઢ ગુફાઓ : ખાપરા કોડિયાની ગુફાઓ, બાવા પ્યારેની ગુફાઓ, ઉપરકોટની ગુફાઓ કુંડ : ભીમકુંડ અને સૂરજ કુંડ (જૂનાગઢ), રેવતી કુંડ વાવ : અડીકડી વાવ, ચડાની વાવ મેળા : શિવરાત્રિનો ભવનાથનો મેળો મંદિરો : જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદી નજીક ભવનાથ મંદિર. નૃત્ય : ચોરવાડ અને વેરાવળ (ગીર સોમનાથ)ની ખારવા બહેનોનું ટિપ્પણી નૃત્ય. |
ભૂગોળ | નદી : ભાદર, હિરણ, કપિલા ડુંગરો : ગોરખનાથ, અશ્વત્થામા ડુંગર, ગિરનાર બંદર : માંગરોળ અને ચોરવાડ તળાવ : સુદર્શન તળાવ ડેમ : વિલિંગ્ડન ડેમ લીલી નાઘેર : ચોરવાડથી ઉના સુધીના સમુદ્રી વિસ્તારને લીલી નાઘેરનો પ્રદેશ કહેવામાં આવે છે. ઘેડ : માણાવદર(જૂનાગઢ) થી લઇને પોરબંદરમાં આવેલ નવીબંદર સુધીના નીચાણવાળા વિસ્તારને ઘેડ કહે છે. ખનીજ : અહીંથી મળતા કેલ્સાઈટને “પનાલા ડિપોઝિટ” કહે છે પાક : મગફળીનાં ઉત્પાદનમાં પ્રથમ ક્રમે પ્રાણી સંગ્રહાલય : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (ભારતના સૌથી પુરાતન પ્રાણી સંગ્રહાલયોમાંનું એક છે.) કૂવાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ સ્થાન |
અન્ય તથ્યો | કુમારગુપ્ત પહેલાંનાં ગરૂડના ચિહ્નવાળા ચાંદીના સિક્કાઓ જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાંથી મળે છે. જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજો શાસનથી મુક્ત કરવા આરઝી હકૂમત સંગઠનની રચના થઈ હતી. ગુજરાતમા સૌથી વધુ કૂવાની સંખ્યા જૂનાગઢ જિલ્લામાં છે. સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત આપાગીગાની સમાધિ સતાધારમાં આવેલી છે. જૂનાગઢમાં બોરીયા સ્તૂપ અને ઇંટવા સ્તૂપ એમ બે રૂપો આવેલા છે. |
વિગતવાર અભ્યાસ માટે | અહી ક્લિક કરો |
