કરસનદાસ મૂળજી | Karsandas mulaji | Gujarati sahitya

કરસનદાસ મૂળજી |Karsandas mulaji

લાયબલ કેસથી નવો પંથ કંડારનાર : કરસનદાસ મૂળજી

નામકરશનદાસ મૂળજી
જન્મ25 જુલાઈ, 1832
જન્મસ્થળમુંબઈ
વતનવડાલ ગામ, મહુવા પાસે, જિલ્લો : ભાવનગર
અવસાન28 ઓગસ્ટ, 1875
  • તેમનું નામ “મહારાજ લાયબલ કેસ” સાથે સંકળાયેલું છે. સમાજમાં ચાલતાં ધર્મના ધતિંગોને ખુલ્લા પાડ્યા. આથી તે સમયના ધર્મના ઠેકેદારો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છતાં પણ તેની સામે લડીને ધર્મની સાચી વ્યાખ્યાથી સમાજને પરિચિત કર્યા.
  • પત્રકાર, લેખક અને સમાજસુધારક કરસનદાસ મૂળજીએ ગુજરાતી ભાષામાં “સત્યપ્રકાશ” સાપ્તાહિકની શરૂઆત કરી હતી. જેમાં તેઓએ પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજાઓના કુકર્મો અને દૂષણો વિશે લખવાનું શરૂ કર્યું
  • કરસનદાસ મૂળજીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લીધું હતું. તેઓ “રાસ્ત ગોફતાર” નામના સામયિક અને “સ્ત્રીબોધ” નામના વર્તમાનપત્રના તંત્રી તરીકે રહ્યાં હતા.
  • તેઓ વિધવા પુનર્વિવાહની શરૂઆત કરવા માટેના સંઘર્ષમાં જોડાયા હતા તેમજ “વિધવાવિવાહ” નિબંધ લખવા માટે તેમણે ઘર છોડવું પડ્યું હતું.
  • મહિપતરામ નીલકંઠ દ્વારા વર્ષ 1877માં તેમનું જીવનચરિત્ર “ઉત્તમ કપોળ કાનદાસ મૂળજી ચરિત્ર” લખવામાં આવ્યું હતું.
  • તેમણે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને સ્વાનુભવને આધારે “ઈંગ્લેન્ડમાં પ્રવાસ” નામનો પ્રવાસગ્રંથ લખ્યો હતો, જેનું મરાઠીમાં પણ અનુવાદ થયેલ છે.
  • તેમની સ્મૃતિમાં મહારાષ્ટ્રના માથેરાનમાં કરસનદાસ મૂળજી મ્યુનિસિપલ લાઈબ્રેરી (1897) સ્થાપવામાં આવી છે.
  • સૌરભ શાહ રચિત “મહારાજ” નવલકથા કરસનદાસ મૂળજીના જીવનની સત્ય ઘટનાઓ અને “મહારાજ લાયબલ કેસ” પર આધારિત છે. જેમાં કરસનદાસ મૂળજી અને જદુનાથ મહારાજ વચ્ચેના જંગની કથા છે. જેને નર્મદ સાહિત્ય સભા દ્વારા “નર્મદ સુવર્ણચંદ્રક” થી નવાજવામાં આવી હતી.

મહારાજ લારાબલ કેસ

  • નર્મદનો મહા૨ાજ જદુનાથજી સાથેનો વિવાદ વિધવાવિવાહ વિશે હતો. પરંતુ એ વિવાદનું કારણ નર્મદના લખાણો હતા. “ગુરુ અને સત્તા”, “વિષયી ગુરુ”, “ગુરુની સત્તા”, “ભકિત” અને “પુનર્વિવાહ” જેવા નિબંધો વાંચીને જદુનાથજી તેમના ૫૨ ઘણાં ચિડાયા હતા. જેથી મહારાજ જદુનાથજીએ પોતાના શિષ્ય લલ્લુભાઈ ગોપાળદાસને કહ્યું કે, “નર્મદશંકર મને મળે તો સારું”, નર્મદ જદુનાથજીને મળવા પણ ગયા. પરંતુ મહા૨ાજ જદુનાથજી બહાર જવાના હતા તેથી નર્મદે કહ્યું, “હમણાં તમારે બહાર જવાની તાકીદ છે માટે પછી બોલાવશો ત્યારે આવીશ.”
  • ત્યારબાદ એક દિવસ સવારે નર્મદ મંદિરમાં મહા૨ાજને મળવા ગયો ત્યાં મહારાજ સાથે ઉપર ઉપરની વાત થયા પછી મહારાજે તેને બપોરે આવવાનું કહ્યું. નર્મદ બપોરે ગયો તે વખતે મહારાજ સૂતા હતા. સૂતાં સૂતાં જ મહારાજે તેને કહ્યું કે, “પછી આવજો.” તેનાથી નર્મદને અપમાન લાગ્યું.
  • આ ઘટનાઓ બાદ એક વખત ભરી સભામાં નર્મદ મહારાજ જદુનાથજીની સાથે ચાલેલા પત્રવ્યવહારની બાબતો વાંચવા માંડ્યાં અને પછી નર્મદે કહ્યું, “ધરમગુરુ થઈ જે જૂઠું બોલે તેની સાથે ભાષણ કરવું હમારે યોગ્ય નથી તો વાદ કેમ કરિયે ? તો પણ એ બહાને સુધારાવાળા હારી ગયા એમ અજ્ઞાનીઓમાં કહેવા માટે આવ્યો છું અને નર્મદ ફરી કાગળ વાંચવા માંડ્યા એટલે જુદનાથજીએ કહ્યું “તમારે છપાવવા હોય તો છપાવજો પણ હમણાં વાંચશો નહિ.” નર્મદે કહ્યું, “એ કાગળો વંચાયા વિના કાંઈ કામ ચાલે નહીં.” નર્મદ કાગળો વાંચતો હતો તે વખતે જદુનાથજી શરમથી નીચે મોઢે ટક ટક જોયા કરતા હતા.
  • કાગળો વંચાયા બાદ મહારાજે પૂછ્યું, “તમે વેદશાસ્ત્રને ઈશ્વરકૃત માનો છો કે નહિ ?” નર્મદે વેદ ઈશ્વરે રચેલા નથી એમ કહ્યું એટલે કપટી જદુનાથ મહારાજે નર્મદને શાસ્ત્ર ઈશ્વરકૃત છે કે નહિ તેની આડચર્ચામાં ઉતાર્યો. નર્મદનો જદુનાથજી સાથેનો વિધવાવિવાહ અંગેનો વિવાદ મહા૨ાજ જદુનાથજી અને તેમના અનુયાયી વૈષ્ણવોએ દંગો કરીને આગળ ધપવા દીધો નહી, પરંતુ તકરાર ત્યાં અટકી નહિ.
  • શાસ્ત્ર ઈશ્વ૨કૃત નથી એ મુદ્દો લઈને વર્તમાનપત્રોએ ચર્ચા ચલાવી. “સત્યપ્રકાશ” ના અંકમાં ક૨સનદાસ મૂળજીએ “હિંદુઓનો અસલ ધર્મ અને હાલના પાંખડી મહંતો” લેખ લખ્યો. તેમાં જદુનાથજીના વ્યભિચાર વિશે કેટલોક ઉલ્લેખ હતો. તે ઉપરથી જદુનાથજીએ કરસનદાસ મૂળજીની વિરુદ્ધ બદનક્ષીનો દાવો (મહારાજ લાયબલ કેસ) માંડ્યો, કરસનદાસના પુરાવાનો મોટો આધાર ભાટિયાઓનો હતો. ભાટિયાઓ જદુનાથ મહારાજના શિષ્યો હતાં ભાટિયા મહાજને ઠરાવ કર્યો કે કોઈએ મહારાજની વિરુદ્ધ સાક્ષી આપવી નહિ અને જે આપશે તેને ન્યાત બહાર મૂકવામાં આવશે. આ ઠરાવને કારણે “ભાટિયા કોન્સ્પિરસી કેસ થયો. અંતે ગોપાળદાસ તેજપાળ અને મથુરદાસ લવજી જેવા ભાટિયા સુધારકોની મદદથી કરસનદાસે આ કેસ જીત્યો.
  • મહારાજ લાયબલ કેસ મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશો સ૨ મેથ્યુ માસ અને સર જોસેફ આર્નોલ્ડની સમય શરૂ થયો. લાંબી ચર્ચાવિચારણાને અંતે બંને ન્યાયાધીશોએ પ્રતિવાદીની તરફેણમાં ચુકાદો આપતાં કહેલું કે, પ્રતિવાદીએ પોતાના પંથના લોકોના લાભ અર્થે તથા પોતાના વાચકોના લાભ અર્થે મહારાજનાં દુરાચરણોને જાહેર કરવાની અને ધિક્કારવાની વર્તમાનપત્રના અધિપતિ તરીકેની ફરજ બજાવી હતી. કરસનદાસ મૂળજીને રૂપિયા તે૨ હજારનો ખર્ચ થયેલો તે પૈકી તેમને સાડા અગિયાર હજાર રૂપિયા સામા પક્ષ પાસેથી કોર્ટે અપાવ્યા હતા.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

કવિતાનીતિસંગ્રહ, વ્યકિતગત અને સામાજિક નીતિ પ્રબોધતા નિબંધો, વેદધર્મ, કુટુંમિત્ર
અન્યનીતિવચન, નિબંધમાળા, વેદધર્મ, મહારાજાનો ઈતિહાસ, સંસાર સુખ

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
મહિપતરામ નીલકંઠઅહી ક્લિક કરો
દુર્ગારામ મહેતાઅહી ક્લિક કરો
નવલરામ પંડ્યાઅહી ક્લિક કરો
નંદશંકર મહેતાઅહી ક્લિક કરો
નર્મદઅહી ક્લિક કરો

વાંચવા માટે અહી ક્લિક કરો

1 thought on “કરસનદાસ મૂળજી | Karsandas mulaji | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!