ઊર્મિપ્રધાન ખંડકાવ્યના સર્જક : કાન્ત
નામ | કાન્ત |
પૂરું નામ | મણિશંકર રત્નજી ભટ્ટ |
જન્મ | 20 નવેમ્બર, 1867 |
જન્મસ્થળ | ચાવંડ, અમરેલી |
ઉપનામ | કાન્ત |
બિરુદ | મધુર ઊર્મિકાવ્યના સર્જક, ખંડકાવ્યના જનક |
અવસાન | 16 જૂન, 1923 |
- કવિ કાન્તની ઓળખ “પૂર્વાલાપ” નામના ખંડકાવ્યથી વિશેષ થાય છે.
- તેમણે પત્ની નંદકુવરબાને ઉદ્દેશીને કેટલાક ઊર્મિ કાવ્યો લખેલા છે.
- તેમનું સૌપ્રથમ કાવ્ય “મારી કિસ્તી” બુદ્ધિપ્રકાશ સામયિકમાં પ્રસિદ્ધ થયું ત્યા૨ે તેમની કીર્તિ વિશેષ ફેલાઈ.
- તેમણે મિત્રભાવે બળવંતરાય કલ્યાણજી ઠાકોર ૫૨ કાવ્ય લખેલા છે.
- તેઓ ભાવનગરના મહારાજા ભાવસિંહને ત્યાં નોકરી કરતા હતા.
- તેમણે કાન્ત ઉપનામે “વસંત વિજય”, “ચક્રવાક મિથુન” જેવા ખંડકાવ્યો લખ્યા છે.
- “પૂર્વાલાપ” તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. તે તેમના મૃત્યના દિવસે પ્રગટ થયો. આથી દેહ સ્વરૂપે તેઓ પૂર્વાલાપથી અક્ષર સ્વરૂપે અમર થયા.
- “પૂર્વાલાપ” વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક કહે છે કે પૂર્વાલાપ વિપુલ ગ્રંથ નથી છતાં તેનું સ્થાન આપણા સાહિત્યમાં અપૂર્વ છે અને ગુજરાતી સાહિત્ય જયાં સુધી વંચાશે ત્યાં સુધી તે ટકી રહેશે તેમાં સંશય નથી. તેનું માધુર્ય, તેના ઉન્નત અને ગહન ભાવો, તેની લક્ષ્યવેધી તરંગમય શૈલી, તેનું સંગીત સર્વ અનુપમ અને અનુત્તર છે.
- “પ્રસ્થાન” (1927) તેમની આત્મકથાત્મક અધૂરી ટૂંકી નોંધ છે.
- તેમનું “રોમન સ્વરાજ” નાટક “જાલીમ દુનિયા” નામે રંગભૂમિ ૫૨ પ્રસિદ્ધ થયું હતું.
- સ્વીડનબોર્ગની વિચારસરણીને અનુસરીને તેમણે વર્ષ 1998માં હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને તેમણે હિંદી સ્વિડનબોર્ગ સોસાયટીની સ્થાપના પણ કરી હતી. પરંતુ કુટુંબને દુઃખી જાણીને બે જ વર્ષમાં કાન્તે પ્રસિદ્ધ શાસ્ત્રી જયકૃષ્ણ વ્યાસ પાસે પ્રાયશ્ચિત કરીને ફરી જનોઈ ધારણ કરી લીધી, પરંતુ ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની આસ્થા ન તૂટી.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
કાવ્ય સંગ્રહ | પૂર્વાલાપ (1923) |
ખંડકાવ્ય | અતિજ્ઞાન, ૨મા, મૃગતૃષ્ણા, ભરત, વસંતવિજય, દેવયાની, વસંતપ્રાર્થના, મંથરા, અંતિમ પ્રાર્થના, સાગર અને શશી |
નાટક | સલીમશાહ, ગુરુ ગોવિંદસિંહ, રોમન સ્વરાજ્ય, દુઃખી સંસાર |
વાર્તા | કુમાર અને ગૌરી, હીરા માણેકની મોટી એક ખાત્ર |
અનુવાદ | ગીતાંજલ (ટાગોરકૃત), નીતિશાસ્ત્ર |
અન્ય સાહિત્ય | પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર, સિદ્ધાંતસારનું અવલોકન, શિક્ષણનો ઈતિહાસ |
પંક્તિઓ
જલધિજલ દલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી
કામિની કોકિલા કેલી કુંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી
ઉદ્ગ્રીવ દ્રષ્ટી કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે
દીસે છે ક્રૂરતા કેવી કર્તા ક૨ણી મહી,
ત્રાતા જો હોય તો કેમ સંભાળ લે નહિ
ઓ હિન્દ દેવભૂમિ ! સંતાન સૌ તમા૨ા,
કરીએ મળીને વંદન, સ્વીકા૨જો અમા૨ા.
જાણે બધુ, તથાપિ કૈ કહેવાની કંઈ ૨જા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં
લાંબા છે જ્યાં દિન પ્રિય સખી ! રાત્રિયે દીર્ઘ તેવી,
આ ઐશ્ર્વર્યે પ્રણયસુખની, હાય ! આશા જ કેવી !
ધીમે ધીમે છટાથી કુસુમ૨જ લઈ ડોલતો વાયુ વાય
ધોરણ
ધોરણ : 6 (સેમેસ્ટર : 1) | હિંદમાતાને સંબોધન (પદ્ય-પ્રાર્થનાગીત) |
ધોરણ : 11 | ચક્રવાકમિથુન (ખંડકાવ્ય) |
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
કલાપી | અહી ક્લિક કરો |
આનંદશંકર ધ્રુવ | અહી ક્લિક કરો |
રમણભાઈ નીલકંઠ | અહી ક્લિક કરો |
નરસિંહરાવ દિવેટીયા | અહી ક્લિક કરો |
મણિલાલ દ્વિવેદી | અહી ક્લિક કરો |
2 thoughts on “કવિ કાન્ત | Kavi Kant”