Lokbharat – Gujaratno sanskrutik varso

Lokbharat – Gujaratno sanskrutik varso – ગુજરાતનું લોકભરત – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

ગુજરાતનું લોકભરત

લોકભરત

  • ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ ગુજરાતની, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની આગવી હસ્તકળા છે.
  • ગુજરાતની લોકનારીઓએ નવરાશની પળોમાં ભરતકામની મનોહર કળા ખીલવી છે.
  • લોકભરતમાં પ્રાદેશિક અને જાતિગત કલા વૈવિધ્યને કારણે અનેક પદ્ધતિઓ કે શ્રેણીઓ પ્રચલિત થઈ છે. જેમકે કચ્છનું બન્ની ભરત, નાકા ભરત, મહાજનિયા ભરત, કાઠી ભરત, મોચી ભરત, બખિયાં ભરત. સૌરાષ્ટ્રનું આભલા ભરત, સાંકડી ભરત, અબોટી ભરત, વાડીવેલો, કથીપો, તારા બોરીયા ભરત, ડીડવડી ભરત, સાંકળી ભરત, રબારી ચોકડા ભરત, હીર અને ઊનનું ભરત વગેરે.
  • સામાન્ય રીતે, ભરતકામને 4 ભાગમાં વહેંચી શકાય છે : ઘર શણગારનું ભરત, સ્ત્રી-પુરુષો અને બાળકોના વસ્ત્ર શણગારનું ભરત, પશુ શણગારનું ભરત, સામાન્ય ચીજવસ્તુઓ માટેનું શણગાર ભરત.
  • ભરતકામ મુખ્યત્વે સાડીનો પાલવ, ચણિયા, પાઘડી, ટોપી તથા કોથળી, ટોડલિયા, તોરણ, બેસણ, ઓશીકાં, ચંદરવા, ચાકળા વગેરે શૃંગારની ચીજવસ્તુઓ પર ભરવામાં આવે છે.

કાઠીભરત

  • તે સૌરાષ્ટ્રની કાઠી કોમની બહેનો દ્વારા કરવામાં આવતું ભરતકામ છે.
  • આ ભરતકામ વધારે આકૃતિવાળું, ચિત્રાત્મક અને કથાતત્ત્વ ધરાવતું જોવા મળે છે.
  • કાઠી ભરતકામ માટે મુલાયમ કાપડ પસંદ કરવામાં આવે છે. તેના પર જાંબલી, સાનેરી, ગુલાબી, પીળો અને સફેદ રંગના રેશમી તારથી ભરત ભરવામાં આવે છે.
  • આ ભરતકામમાં હેરિંગબોન ટાંકાનો ઉપયોગ થાય છે.
  • કાઠી ભરતમાં પહેરવેશના ભરત કરતાં ગૃહ શણગાર અને પશુ શણગારનું ભરત વિશેષ જોવા મળે છે.

મહાજન ભરત

  • સૌરાષ્ટ્ર વિસ્તારના વણિક, લુહાર અને સોની સમુદાયની સ્ત્રીઓ દ્વારા મહાજન ભરત ભરવામાં આવે છે.
  • આ ભરત કાઠી ભરતને મહદ્અંશે મળતું આવે છે.
  • તેમાં ગાજના ટાંકાથી આભલા લગાવવામાં આવે છે.
  • આખા ભરતકામની ચારે બાજુની કિનારી નજીક એકસરખા કાંગરા ભરવામાં આવે છે.
  • મહાજન ભરતકામ મોટાભાગે દિવાલ પર લગાડાતા ચાકળા, ટોડલિયા અને ચિત્રો માટે કરવામાં આવે છે.

કટાવકામનું ભરત

  • સૌરાષ્ટ્રના હાલાર (જામનગર), બરડા પંથના સથવારા અને ભાલપ્રદેશની દરજી સ્ત્રીઓ દ્વારા આ ભરત ભરવામાં આવે છે.
  • “કટાવકામ” એટલે સફેદ કે કોઈ રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રમાંથી ફૂલ, પાન, પશુ-પંખી વગેરેની આકૃતિઓ કોતરીને તેના ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા.
  • કટાવકામ ત્રણ પ્રકારે થાય છે : કાપેલું, કોરેલું, ચોડેલું અને જોડેલું.
  • ગોહિલવાડ (ભાવનગર)ના મોચી લોકો જોડા પર સરસ કટાવકામ કરે છે.

આભલાં ભરત

  • સૌરાષ્ટ્રની સ્ત્રીઓ દ્વારા ભરતકામમાં ખાપું (નાના ગોળ આભલાં)નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે.
  • આભલાં ભરત એ સૌરાષ્ટ્રના ભરતકામની આગવી વિશેષતા છે.
  • તેમાં ભરતકામની વિવિધ ભાતો વચ્ચે સફેદ અને રંગીન દોરાથી આભલાં ભરવામાં આવે છે.
  • આ ભરતકામનો ઉપયોગ ચણિયા, કબજા, છોકરીઓના મોસલા, લગ્નપ્રસંગે માથે મૂકાતા મોડિયા અને પશુ શણગારવામાં થાય છે.

કણબી ભરત

  • ભાવનગર, રાજકોટ, જૂનાગઢની કણબી (પાટીદાર) સ્ત્રીઓ દ્વારા કણબી ભરતકામ કરવામાં આવે છે. આ ભરતકામ જાડા કપડાં પર કરવામાં આવે છે.
  • તોરણ, ચંદરવા, ચાકળા, કપડાં-ઓઢણાની કોર, બળદની ઝૂલ વગેરેમાં કણબી ભરત ભરવાની પરંપરા છે.

આહીર ભરત

  • આ ભરત સફેદ ખાદીનાં પોત પર કિરમજી જાંબલી, રાતા વગેરે સુતરાઉ દોરાથી કરવામાં આવે છે.
  • આહીર ભરતમાં ફૂલવેલ, પક્ષીઓ, પ્રાકૃતિક આકૃતિઓ જોવા મળે છે.
  • આ ભરતમાં આભલાનો બહુ ઉપયોગ થતો નથી.
  • આહીર ભરત, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, કચ્છની સ્ત્રીઓ દ્વારા ભરવામાં આવે છે.

મોચી ભરત

  • રાજા-રજવાડાઓના સમયમાં દરબારમાં દીકરીઓને દાયજામાં અનેક જણસો (ચીજવસ્તુઓ) તૈયાર કરી આપવાનો રિવાજ હતો. આ જણસો પર મોચી કસબીઓ દ્વારા ભરતકામ કરવામાં આવતું. તેથી તે “મોચીભરત” તરીકે જાણીતું થયું.
  • હાલમાં જાંબલી, પીળા, સફેદ, રાતા, સોનેરી દોરાનું આરી તેમજ ઝીણી સોયથી આ ભરત ભરવામાં આવે છે.

હીર અને ઊનનું ભરત

  • સૌરાષ્ટ્રની સ્ત્રીઓ ઘર અને પશુ શણગારના ભરતમાં રાતા, લીલા, પીળા, સફેદ હીરના દોરાનો ઉપયોગ કરે છે.
  • ખારવા કોમના પોશાકમાં રંગીન ઊનથી ભરત ભરાય છે.
  • ભરવાડ અને રબારી સમુદાયના ઓઢવાના ધાબળા પર હીર કે ઊનનું ભરત જોવા મળે છે.

નાકા અને કેન્વાસ ભરત

  • નાકા ભરત એ ભરતકામનો સૌથી સરળ પ્રકાર છે.
  • આ ભરતમાં મોટાભાગે સૂતરના દોરાના ત્રાગ ગણીગણીને ભરવામાં આવે છે.
  • ખેડૂતવર્ગની સ્ત્રીઓ નવરાશની પળોમાં ચણિયા પર ફૂલો, બાવળિયા, લાડવા, અદગલિયા, ચટકૂંડા જેવી નાકાભરતની ભાતો ભરે છે.
  • પહેલાનાં સમયમાં સૌરાષ્ટ્રના સવર્ણ વર્ગમાં કેન્વાસના જાળીવાળા કાપડ ઉપર સૂતર, ઊન અને હીરથી કેન્વાસ ભરત ભરવામાં આવતું હતું. હાલમાં આ ભરતકામ ક્યાંય જોવા મળતું નથી.

કચ્છી ભરત

  • કચ્છમાં ભરતકામના મુખ્ય બે પ્રકારો જાણીતા છે.
  • આરી ભરત અને બન્ની ભરત.

આરી ભરત

કચ્છની મોચી જાતિએ રજવાડાઓના આશ્રયે આરી ભરતની કળા વિકસાવી છે. મોચી લોકો આ ભરતમાં આરી નામના ઓજારનો ઉપયોગ કરતા હોવાથી તે “આરી ભરત”ના નામે ઓળખાય છે.
તેના બે વર્ગ છે : આરી ભરત, સડાનું ભરત અને સલમાનું ભરત
આરી ભરતવાળા મોચી “જણસાળી” તરીકે ઓળખાય છે.
આરી ભરતનો ઉપયોગ સાડીની કિનાર, ટોપી, ચાકળા, ચંદરવા, ચણિયા, તોરણમાં વિશેષ જોવા મળે છે.

બન્ની ભરત

  • કચ્છનું બન્ની ભરત ખૂબ જાણીતું છે. આ ભરત ઉપર બલુચી અને સિંધ પ્રદેશની અસર જોવા મળે છે.
  • બન્ની ભરતમાં રંગોનું આયોજન, સુઘડતા, આકૃતિઓની સપ્રમાણતા અને ઝીણવટભર્યા ટાંકા ઊડીને આંખે વળગે છે.
  • જત મતવાનું બન્નીનું ભરત એના પહેરવાનાં આખા કજરીમાં સુંદર પ્રકારનું દેખાય છે.

જાણવા જેવું

  • સંસ્કૃતના “તૃત” શબ્દ પરથી “ભરત'” શબ્દ આવ્યો છે.
  • કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં “ખચીતમ્” શબ્દનો ઉલ્લેખ સોયથી ભરેલા ભરતકામ માટે થયો છે.
  • ભરતકામ મોટાભાગે સુતરાઉ, રેશમી અને ઊનનાં કાપડ ઉપરાંત ચામડા પર પણ થાય છે.
  • ભરત ભરવામાં સુતરાઉ, રેશમી, ઊનના દોરા ઉપરાંત સોના-ચાંદી, અને તાંબા જેવી ધાતુના પાતળા તારનો પણ ઉપયોગ થાય છે.
  • સૌરાષ્ટ્રના લોકભરતની ત્રિપાંખડીની ભાત “તીતીડા ભાત” તરીકે ઓળખાય છે.
  • પલેવાળ બ્રાહ્મણોમાં “અડદિયા” અને “કેવડા”ની ભાતો વધુ પસંદ કરવામાં આવે છે.
  • કચ્છી ભરતકામની શૈલીઓ : ભૂજોડી, સુફ, ખારેક, પાકો, ગારસીયા જત, મુત્તવા, પેચવર્ક અને એપ્લીક
  • ઈડરનો “ખરાદી સમુદાય” રમકડાં ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!