Lokchitrakala – Bharatno sanskrutik varso

લોકચિત્રકળા

Lokchitrakala – Bharatno sanskrutik varso – લોકચિત્રકળા – ભારતનો સાંસ્કૃતિક વારસો

લોકચિત્રકળા

  • ભારત ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહીં લોકકળાઓ લોકોનો વિશ્વાસ, રીતિરિવાજો અને રસરૂચિને અભિવ્યક્ત કરે છે.
  • ભારતમાં લોકસંગીત, લોકચિત્ર, લોકનૃત્ય, લોકભરત જેવી લોકકળાની અનેક પ્રવૃત્તિઓ સદીઓથી તેમની અવિરત યાત્રાને સતત આગળ ધપાવી છે. તેમાંની જ એક લોકકળા એટલે “લોકચિત્રકળા”
  • “લોકચિત્રકળા” એટલે “લોકો દ્વારા પોતાની આગવી વિશેષતા સાથે દોરવામાં આવતા ચિત્રો”
  • લોકચિત્રકળા માં વિષયવસ્તુ એક જ હોવા છતાં દરેક પ્રાંત ક્ષેત્રમાં તેને લઈને દોરવામાં આવતા ચિત્રોના સ્વરૂપ, રંગ, ઘાટ ભિન્ન-ભિન્ન હોય છે.
  • લોકચિત્રકળાએ સામાન્ય લોકોની અસામાન્ય વિશેષતાઓને પ્રગટ કરે છે, તેમને રોજગારી પૂરી પાડે છે. સાથે-સાથે તેના થકી આપણી સંસ્કૃતિનું સંવર્ધન અને પ્રચાર-પ્રસાર થાય છે. ઉ.દા. જાપાનની ટ્રેનોના ડબ્બાની સુંદરતા વધારવા માટે બિહારની પ્રચલિત લોકચિત્રકળા “મધુબનીના ચિત્રો” દોરવામાં આવ્યા છે.

કલમકારી ચિત્રકળા

  • કલમકારીનો અર્થ “કલમ (પેન) દ્વારા બનાવવામાં આવતું ચિત્ર”. વર્તમાન આંધ્રપ્રદેશમાં પ્રચલિત આ ચિત્રકળાનો વિકાસ 15મી સદીમાં વિજયનગરના શાસકોના સંરક્ષણમાં થયો હતો.
  • આ શૈલીમાં વાંસમાંથી બનેલ કલમની મદદથી સુતરાઉ કાપડ પર ચિત્રો દોરવામાં આવે છે તથા ચિત્રોનો રંગ પૂરવા માટે ફક્ત વાનસ્પતિક રંગોનો જ ઉપયોગ થાય છે.
  • તેના વિષયવસ્તુ તરીકે ધાર્મિક વિષયો (હિન્દુ પૌરાણિક કથાઓ) હોય છે.
  • આ શૈલીમાં ચિત્રો મોટા ભાગે મહિલાઓ દ્વારા દોરવામાં આવે છે.
  • આંધ્રપ્રદેશના શ્રીકાલહસ્તી અને મસૂલીપટ્ટનમ આ ચિત્રકળાના મુખ્ય કેન્દ્રો છે. કલમકારી ચિત્રકળા GI ટેગ ધરાવે છે.

મધુબની ચિત્રકળા

  • આ ચિત્રકળા બિહારના મિથિલાંચલ ક્ષેત્ર (મધુબની, દરભંગા)માં અને નેપાળના તરાઈક્ષેત્ર સુધી પ્રચલિત છે. તેને “મિથિલા ચિત્રકળા” તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ ચિત્રકળાના વિષયવસ્તુ તરીકે મુખ્યત્વે હિન્દુધર્મ છે. તે સિવાય પ્રકૃતિના તત્ત્વોને પણ ચિત્રિત કરવામાં આવે છે.
  • મધુબની ચિત્રકળા લગ્ન, જન્મ અને તહેવાર જેવા પ્રસંગો પર કરવામાં આવે છે. તેમાં ગોબર અને માટીના લીંપણથી આધાર તૈયાર કરવામાં આવે છે અને ચિત્રો દોરવા માટે ચોખાની પેસ્ટ અને વાનસ્પતિ રંગોનો ઉપયોગ થાય છે.
  • ચિત્રોમાં સાંકેતિક પ્રતીકોનો ઉપયોગ થાય છે. જેમકે માછલી જનન ક્ષમતા અને સૌભાગ્યનું પ્રતિક છે.
  • આ શૈલીમાં અંતરાલ (ખાલી જગ્યા)ને ભરવા માટે ફૂલ, વૃક્ષો, જંતુ, પક્ષીઓને દોરવામાં આવે છે.
  • પરંપરાગત રીતે મધુબની ચિત્રકળા માટીની દીવાલો અને ઝૂંપડીઓના ભોંયતળિયા પર કરવામાં આવતી હતી, પરંતુ હવે તેને કાગળ, વસ્ત્ર અને કેનવાસ પર પણ કરવામાં આવે છે.

યાદ રાખો

  • આ ચિત્રકળા મોટાભાગે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
  • આ શૈલીના જાણીતા મહિલા ચિત્રકારો : ચંદ્રકલા દેવી, બુઆદેવી, ભારતી દયાલ, સીતા દેવી, લીલા દેવી, ગંગા દેવી.
  • મધુબની ચિત્રકળાને GI (જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન) ટેગ પ્રાપ્ત છે.

પટ્ટચિત્ર

  • “પટ્ટ”નો અર્થ “કેનવાસ કે કાપડ” થાય છે.
  • તે ઓડિશાની પરંપરાગત ચિત્રકળા છે.
  • શાસ્ત્રીય અને લોકજીવનનો સમન્વય ધરાવતી આ ચિત્રકળામાં લોકજીવન પર વધુ ભાર અપાયો છે.
  • આ ચિત્રકળાના વિષયવસ્તુ તરીકે વૈષ્ણવ, શિવ અને શક્તિ સંપ્રદાય છે.
  • ઓડિશાનું રઘુરાજપુર આ ચિત્રકળાનું મુખ્ય કેન્દ્ર છે.
  • આ શૈલીમાં ચિત્રો દોરવા માટે પેન્સિલ અને ચારકોલની જગ્યાએ બ્રશનો ઉપયોગ થાય છે. જ્યારે રંગો પૂરવા માટે નાળિયેરની છાલ, કાજળ જેવા પ્રાકૃતિક તત્ત્વોનો ઉપયોગ થાય છે.
  • પટ્ટચિત્રમાં એ પરંપરા પ્રચલિત રહી છે કે સૌપ્રથમ ચિત્રની કિનારી (બોર્ડર)ને પૂરી કરવામાં આવે છે.
  • ખજૂરના પત્તાઓ પર તૈયાર થતા ચિત્રોને “તાલપટ્ટચિત્ર” કહે છે.

સૌરા ચિત્રકળા

  • તે ઓડિશાની “સૌરા” જનજાતિ દ્વારા સંરક્ષિત ભીંત ચિત્રકળા છે. આ ચિત્રકળા ગુજરાતની “વરલી” ભીંતચિત્રકળાને સમાન જ છે.
  • તે સૌરા જનજાતિના કુળદેવ “ઈડિતલ”ને સમર્પિત છે. આથી તેને “ઈટાલોન શૈલી” પણ કહે છે.
  • તેમાં ચિત્રો માટેના રંગો વાનસ્પતિક છોડ અને ખનીજોમાંથી બનાવવામાં આવે છે. ચિત્રની પૃષ્ઠભૂમિ લાલ કે પીળી હોય છે, જ્યારે ચિત્રો સફેદ રંગથી દોરવામાં આવે છે. ચિત્રોમાં માનવ આકૃતિઓ ભૌમિતિક આકારોથી પ્રેરિત હોય છે.

મંજૂષા ચિત્રકળા

  • આ ચિત્રકળા બિહારના ભાગલપુર ક્ષેત્ર સાથે સંબંધિત છે.
  • પ્રાચીનકાળમાં 16 મહાજનપદ (રાજ્યો)માંથી “અંગ” નામે એક રાજ્ય આ ક્ષેત્રનું હોવાથી તેને “અંગિકા કળા” પણ કહે છે.
  • આ ચિત્રકળામાં પ્રતિકરૂપે “સાપ” નો ઉપયોગ વધુ થતો હોવાથી તેને “સર્પ ચિત્રકળા” પણ કહે છે.
  • મંજૂષા ચિત્રકળાને શણ અને કાગળના ડબ્બાઓ પર બનાવવામાં આવે છે.

સોહરાઈ – કોહબર ચિત્રકળા

  • તે ઝારખંડ રાજ્યના આદિવાસી ક્ષેત્રની પરાગત ચિત્રકળા છે.
  • તેમાં વિષય તરીકે પ્રકૃતિના તત્ત્વો (સૂર્ય, ચંદ્ર), પશુ (હાથી) અને રાજા-રાણી હોય છે.
  • આ ચિત્રકળાને સારો કૃષિ પાક થાય અને પરિવારમા વંશ આગળ વધે તેવી માન્યતા સાથે કરવામાં આવે છે.
  • તાજેતરમાં જ સોહરાઈ – કોહબર ચિત્રકળાને GI ટેગ મળેલ છે.

પૈટકાર ચિત્રકળા

  • આ ચિત્રકળા ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સીમાવર્તી ક્ષેત્રોમાં વસતા આદિવાસીઓ દ્વારા સંરક્ષિત છે.
  • તેને દેશની પ્રાચીન જનજાતીય ચિત્રકળા માનવામાં આવે છે.
  • કૈટકાર ચિત્રકળાનું વિષયવસ્તુ રામાયણ, મહાભારતની કથાઓ અને “માતા મનસા દેવી”થી સંબંધિત છે.
  • આદિવાસીઓ દ્વારા સામાજિક-ધાર્મિક પ્રસંગો પર આ ચિત્રશૈલીમાં ચિત્રો બનાવવામાં આવે છે.

ફાડ ચિત્રકળા

  • ફાડ ચિત્રકળા રાજસ્થાન (ખાસ કરીને ભિલવાડા જિલ્લા)માં પ્રચલિત છે.
  • તેમાં લાંબા મફલર જેવા કપડા (જેને ફાડ કહે છે) પર ચિત્રો બનાવવામાં આવે છે.
  • ફાડ ચિત્રકળા ધાર્મિક પ્રકૃતિની છે. ઉપરાંત તેમાં નાયકોના શૌર્ય પરાક્રમ, પ્રકૃતિના તત્ત્વો, ખેડૂતોની જીવન પદ્ધતિને પણ દર્શાવવામાં આવે છે.
  • આ ચિત્રોની રૂપરેખા કાળા રંગથી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં રંગો પૂરવામાં આવે છે.

કાલીઘાટ ચિત્રકળા

  • કલકત્તામાં કાલી મંદિરની પાસે જ કાલીઘાટ નામનું બજાર આવેલું છે.
  • 19મી સદીની શરૂઆતમાં લોકો ગ્રામીણ ક્ષેત્રોમાંથી કાલીઘાટમાં આવીને વસ્યા.
  • આ સમુદાયો દ્વારા ધાર્મિક અને સામાજિક વિષયો પર ચિત્રો દોરવામાં આવ્યા જેમાં કોલકત્તા શહેરની બદલાયેલી સામાજિક સંરચનાને દર્શાવી.
  • આમ, આ ચિત્રકળા “કાલીઘાટ” ચિત્રકળા તરીકે ઓળખાઈ.

પટુઆ ચિત્રકળા

  • આ ચિત્રકળા ઝારખંડના પૂર્વ ભાગ અને પશ્ચિમ બંગાળના ચોવીસ પરગણા, વીરભૂમિ અને મિદનાપુર જિલ્લા સાથે સંકળાયેલ છે. અહીંના સ્થાનિક લોકો પોતાને “પટુઆ” તરીકે ઓળખાવે છે.
  • ગ્રામીણ પરંપરાના ભાગરૂપે શરૂ થયેલી આ ચિત્રકળામાં ધાર્મિક પ્રતિકોનું ચિત્રાંકન કરવામાં આવે છે.
  • તે ઉપરાંત સામાજિક-રાજકીય બાબતોને પણ ચિત્રના વિષય બની છે.
  • શરૂઆતમાં કાપડ પર ચિત્રો દોરતા હતા, હાલમાં કાગળ પર પણ ચિત્રો દોરાય છે.

થાંકા ચિત્રકળા

  • થાંકા ચિત્રકળા ભારતના સિક્કમ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ ક્ષેત્ર જેવા પહાડી રાજ્યોથી સંબંધિત છે. મુખ્ય વિશેષતા : ભાવચક્ર (Wheel Of Life)
  • આ ચિત્રકળા બૌદ્ધ ધર્મ સંબંધિત છે. ઉપરાંત આ ચિત્રકળા થકી પહાડી ક્ષેત્રોમાં વસતા લોકોના રીતિરિવાજો અને જીવનશૈલીને પણ દર્શાવવામાં આવે છે.
  • ચિત્રકળામાં વપરાતા દરેક રંગનું આગવું મહત્ત્વ છે. જેમકે સફેદ રંગ શાંતિ માટે, પીળો રંગ કરુણા પ્રગટ કરવા, કાળો રંગ ક્રોધને પ્રદર્શિત કરે છે.

ચેરિયાલ લપેટર્ન (સ્ક્રોલ) ચિત્રકળા

  • તે તેલંગાણાની સ્થાનિક ચિત્રકળા છે.
  • તેની વિષયવસ્તુ પૌરાણિક કથાઓ અને હિન્દુ મહાકાવ્યો છે.
  • તે GI ટેગ ધરાવે છે.

કોલમ કળા

  • તે રંગોળીનું એક સ્વરૂપ છે. ઘરની સ્ત્રીઓ વિવિધ તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ ઘરના આંગણા કે ફળિયામાં રંગોળીનું ચિત્રણ કરે છે.
  • તેમાં ફૂલ-વેલ, પશુ-પક્ષી, ભૌમિતિક ડિઝાઈનો વગેરે દોરીને તેમાં રંગો પૂરવામાં આવે છે.
  • રંગોળી માટેની પેસ્ટમાં ચોક, ચોક પાઉડર, ચોખાનો લોટ તથા કુદરતી કે કૃત્રિમ રંગોના પાઉડરનો ઉપયોગ થાય છે.

વિવિધ રાજ્યમાં રંગોળીના ઉપનામ

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલીને સુધારી શકીએ.

Education Vala

2 thoughts on “Lokchitrakala – Bharatno sanskrutik varso”

Leave a Comment

error: Content is protected !!