Loksangit – Sanskrutik varso

લોકસંગીત

Loksangit – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો

Table of Contents

વિવિધ રાજ્યોના જાણીતા લોકસંગીત

  • લોકસંગીત એટલે લોકોનું સંગીત.
  • લોક્સમુદાયે પોતાના જીવનવ્યવહારના દરેક નાના-મોટા પ્રસંગોને ગીતોમાં ઝીલ્યા ત્યારે લોકસંગીત રચાયું.
  • સ્થાનિક ભાષામાં રચાયેલું આ સંગીત સરળતા, સુગમતા સાથે સંવેદનશીલતા પણ ધરાવે છે. લોકજીવનના આનંદ-ઉત્સાહને વધાવતું હોવા છતાં તેણે પોતાનો વિવેક જાળવી રાખો છે.
  • લોકસંગીત સહિયારી માલિકીનું છે તથા તેમાં શાસ્ત્રીય સંગીતની જેમ કઠોર નિયમો હોતા નથી. લોકસંગીત વિવિધ વિષયો પર આધારિત હોય છે, જેમ કે હાલરડાં ગાતી માતા, કોસ હાંકતા ખેડૂત, તહેવાર, લગ્નગીતો, વ્રતગીતો, મરશિયા (મૃત્યુગીતો) વગેરે.
  • ભારતમાં ભૌગોલિક દૃષ્ટિએ વિવિધતા હોવાની સાથે દરેક ક્ષેત્રમાં સંગીતનું આગવું સ્વરૂપ વિકસ્યું છે.
  • વિવિધ રાજ્યોના જાણીતા લોકગીત સંગીત નીચે મુજબ છે :

પંડવાની (છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ)

  • આ લોકસંગીત મહાભારતની કથાઓ પર આધારિત છે. તેમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે.
  • પંડવાનીમાં મુખ્ય ગાયક ભાવ-ભંગિમાઓ થકી એક પછી એક બધા ચરિત્રોનો અભિનય કરે છે.
  • તેના જાણીતા કલાકાર છત્તીસગઢના તીજનબાઈ છે.

પાઈ ગીત (મધ્યપ્રદેશ)

  • વર્ષાઋતુ દરમિયાન આવતા તહેવારો પર પાઈ ગીત ગવાય છે.
  • ખેડૂત સમુદાય પાઈ ગીતો દ્વારા સારા ચોમાસા અને પાક માટે પ્રાર્થના કરે છે. તેની સાથે “સાયરા“નૃત્ય કરવામાં આવે છે.

આલ્હા (મધ્યપ્રદેશ)

  • તે મધ્યપ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રનું “વીરકાવ્ય” છે, જેમાં આલ્હા અને ઉદલ બે બહાદુર ભાઈઓની સાહસકથાનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ લોકોગીત ભોજપુરી, વ્રજ અને અવધી જેવી સ્થાનિક ભાષામાં ગવાય છે.

પોવાડા (મહારાષ્ટ્ર)

  • પોવાડા, મહારાષ્ટ્રનું એક લોકસંગીત છે.
  • તેમાં શિવાજી જેવા નાયકોનાં વીરતાપૂર્ણ કાર્યો અને ગૌરવશાળી ઘટનાઓનું વર્ણન કરતાં ગીત હોય છે.

ઓવી (મહારાષ્ટ્ર, ગોવા)

  • સામાન્ય રીતે મહિલાઓ દ્વારા નવરાશના સમયે કે ઘરેલુ કામકાજ વખતે આ ગીતો ગાવામાં આવે છે.
  • ઓવીમાં બાળકોને સૂવડાવતી વખતનાં હાલરડાં, લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગોના ગીતોનો સમાવેશ થાય છે.

પનિહારી (રાજસ્થાન)

  • રાજસ્થાનની મહિલાઓ બેડા લઈને કૂવા પર પાણી ભરવા જાય છે અને પરત ફરે છે તે દરમિયાન “પનિહારી” ગીતો ગાતી હોય છે.
  • આ લોકસંગીતના વિષયવસ્તુ તરીકે કૂવા પાસે ભેગી થયેલી મહિલાઓની સામૂહિક ચર્ચા, સાસુ-વહુ વચ્ચેના વિવાદ, પ્રેમીઓના મિલન વગેરેનો સમાવેશ થાય છે.

બિરહા (ઉત્તર પ્રદેશ)

  • તે ઉત્તર પ્રદેશ અને પૂર્વી બિહારની યાદવ જાતિનું લોકગીત છે.
  • બિરહામાં બે કડીની રચના હોય છે.
  • જેને બંને પક્ષ સવાલ-જવાબના રૂપમાં વારાફરતી ગાય છે.

પંખીડા (રાજસ્થાન)

  • રાજસ્થાનમાં ખેડૂતો કૃષિ કાર્ય વખતે આ ગીત ગાય છે. તેઓ “અલગોઝા” અને “મંજિરા” ના તાલે ગાય છે અને વાતો કરે છે.

માંડ (રાજસ્થાન)

  • આ લોકસંગીતનો વિકાસ રાજસ્થાનના રાજદરબારોમાં થયો હતો. આથી તેના ગીતોમાં રાજપૂત શાસકોનો મહિમા ગાવામાં આવે છે.

હોરી (ઉત્તર પ્રદેશ)

  • હોરી લોકગીત વસંતૠતુમાં હોળીના તહેવાર દરમિયાન ગવાય છે. તેનાં ગીતો “રાધા-કૃષ્ણ“ના પ્રેમપ્રસંગો પર આધારિત છે.

બાઉલ (પશ્ચિમ બંગાળ, ઝારખંડ)

  • બાઉલ એ વિશેષ પ્રકારનાં લોકગીત હોવા ઉપરાંત એક બંગાળી ધાર્મિક સંપ્રદાય પણ છે. તેનાં ગીતો પર ભક્તિ આંદોલનનો પ્રભાવ જોવા મળે છે.
  • બંગાળમાં આ સંગીત થકી રહસ્યવાદનો ઉપદેશ આપવાની પરંપરાનું વહન કરાય છે. બાઉલ લોકગીતની રચનામાં ચંડીદાસ વિદ્યાપતિ, જતિનદાસ વગેરેનું યોગદાન છે.

તીજ ગીત (રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ)

  • તીજ ગીત, મહિલાઓ દ્વારા તહેવારો દરમિયાન સમૂહમાં ગાવામાં આવે છે.
  • આ ગીતના વિષયોમાં શિવ-પાર્વતીનું મિલન, વર્ષાઋતુ, મયૂર નૃત્ય વગેરે છે.

ભાખા (જમ્મુ અને કાશ્મીર)

  • આ લોકસંગીત જમ્મૂના ગ્રામીણ ક્ષેત્રમાં લોકપ્રિય છે.
  • તે કૃષિપાકની લણણી વખતે ગાવામાં આવે છે.

સાના લામોક (મણિપુર)

  • માઈબા“(પુજારી) દ્વારા બાદશાહના રાજ્યાભિષેક સમારોહ દરમિયાન આ ગીતો ગાવામાં આવે છે. આ ગીતો જાદુઈ શક્તિઓથી પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે.

વિલ્લુ પત્તુ (ધનુષ ગીત) (તામિલનાડુ)

  • તે તામિલનાડુનું જાણીતું લોકસંગીત છે.
  • તેમાં ધનુષ આકારનું વાદ્ય વગાડવામાં આવે છે.
  • આ લોકસંગીતમાં અસત્ય પર સત્યના વિજયનો મહિમા ગવાયો છે.

માંડો

  • તે ગોવાનું એક લોકગીત છે. જેમાં પુરુષો અને મહિલાઓ પોતાના પ્રેમની સ્વીકૃતિ અને અસ્વીકૃતિને વ્યક્ત કરે છે.
  • આ લોકગીત પરસ્પર મશ્કરીરૂપે ગવાય છે.
  • ગોવા કેથોલિક સમુદાયમાં લગ્ન અને અન્ય પારિવારિક પ્રસંગોમાં આ લોકગીત ગવાય છે.
  • માંડો સાથે પરંપરાગત રીતે ગોવાનું “ઘુમોટ” અથવા “ડક્કી” કે “બુડિકે” તરીકે ઓળખાતું ઢોલક વગાડવામાં આવે છે.

કજરી (ઉત્તર પ્રદેશ)

  • તે ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ લોકગીત છે.
  • ઉત્તરપ્રદેશની મહિલાઓ વર્ષાઋતુમાં અર્ધ-ગોળાકારમાં નૃત્ય કરતાં-કરતાં ક્જરી લોકગીત ગાય છે.
  • આ ગીતોમાં રાધાકૃષ્ણની લીલાઓ તથા વિરહનું વર્ણન હોય છે.

વનાવન (જમ્મુ અને કાશ્મીર)

  • તે કાશ્મીર ક્ષેત્રનું લોકસંગીત છે. તેને ઘણું શુભ માનવામાં આવે છે અને લગ્નપ્રસંગ, ઉત્સવો દરમિયાન ગાવામાં આવે છે.

ખોંગજોમ (મણિપુર)

  • મણિપુર રાજ્યનું વીરગાથા વર્ણવતું મહત્ત્વપૂર્ણ લોકસંગીત છે.
  • તેમાં વર્ષ 1891માં બ્રિટિશ સૈન્ય અને મણિપુરી લડાકુ દળો વચ્ચે થયેલી ખોંગજોમની લડાઈનું સંગીતાત્મક વર્ણન છે.

ઘસિયારી ગીત (ગઢવાલ)

  • ગઢવાલ ક્ષેત્રની પહાડીઓમાં મહિલાઓએ પશુચારણ માટે દૂરના જંગલોમાં જવું પડે છે. તે સમયે તેઓ મનોરંજન માટે સમૂહમાં નાચે અને ગાય છે.
  • આ ગીતોમાં શ્રમના મહત્ત્વ પર ભાર અપાયો છે.

લોટિયા (રાજસ્થાન)

  • તે રાજસ્થાનનું લોક સંગીત છે. જેને ચોમાસામાં આવતા લોટિયા તહેવાર દરમિયાન ગાવામાં આવે છે.

છકરી (જમ્મુ અને કાશ્મીર)

  • તે કાશ્મીરનું પ્રેમકથાઓ સંબંધિત સમૂહ ગીત છે.
  • તેમાં નૂત (માટીનું વાસણ), રબાબ, સારંગી જેવાં વાદ્ય-યંત્રોનો પ્રયોગ થાય છે.

લમન લોકગીત (હિમાચલ પ્રદેશ)

  • તે કુલ્લુ ઘાટીમાં પ્રચલિત લોકગીત છે, જેની રચનાઓ પ્રેમ અને મિલન જેવા વિષયથી સંબંધિત છે.
  • છોકરીઓના એક સમૂહ દ્વારા “લમન“માં છંદની રચના કરવામાં આવે છે અને છોકરાઓનો સમૂહ ગીતના માધ્યમથી તેનો ઉત્તર આપે છે. આ ક્રમ ચાલતો રહે છે.

અન્ય પ્રમુખ લોકગીતો

  • દસકઠિયા (ઓડિશા) : તે એક ગાથા ગાયન શૈલી છે.
  • ટિકિર (આસામ) : ઈસ્લામી શિક્ષાઓથી સંબંધિત
  • હીરીલ્યૂ (નાગાલેન્ડ) : યુદ્ધગીત
  • ભૂતગીત (કેરળ) : ભૂત-પ્રેતોની સાથે જોડાયેલ
  • સોહમ (બિહાર) : બાળકના જન્મ સંબંધિત
  • હાલરડાં (ગુજરાત) : નાના બાળકને સુવડાવતી વખતે ગાવામાં આવે છે, ઉત્તર ભારતમાં તેને “લોરી” કહે છે.
  • સાઈકુતી (મિઝોરમ) : યુવાનોને મહાન યોદ્ધા, શિકારી બનવા માટે પ્રોત્સાહન આપવા સંબંધિત.
  • દદરિયા ગીત : ગોંડ જનજાતિનું શ્રમપ્રધાન ગીત.
  • સૂઆ ગીત : સ્ત્રીઓ “સુઆ” એટલે કે “પોપટ”ની મદદથી પોતાના પ્રિયજનને સંદેશો મોકલાવે છે.
  • ભોજલી ગીત : છત્તીસગઢની સ્ત્રીઓ દ્વારા વર્ષાૠતુમાં ગવાતા ગીત.
  • બોર ગીત (આસામ) : વૈષ્ણવ સંત શંકરદેવ દ્વારા રચિત ગીતો
  • ભગવતી (કર્ણાટક અને મહારાષ્ટ્ર) : ગઝલ સાથે સામ્યતા ધરાવતું લોકપ્રિય ગીત
અન્ય પ્રમુખ લોકગીતો

educationvala.com

Leave a Comment

error: Content is protected !!