કેળવણીકાર, નવલકથાકાર, ચરિત્રકાર અને સમાજસુધારક એવા મહિપતરામ નીલકંઠ સૌપ્રથમ પરદેશ જનાર સાહિત્યકાર હતા. નવલરામ પંડ્યાએ તેમને મનોરંજક અને સુબોધકારી’ કહ્યા હતા.
ગુજરાતી સાહિત્યમાં નીલકંઠ પરિવારે સુધારક યુગથી આધુનિક યુગ સુધી સાહિત્યમાં પ્રદાન આપેલું છે.
તેમણે સૌપ્રથમ સામાજિક નવલકથા “સાસુ-વહુની લડાઈ” લખી તથા ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક “ઈંગ્લેન્ડની મુસાફરી” આપ્યું છે.
તેમણે “૫૨હેજગાર” સામયિક અને “ગુજરાત શાળાપત્ર”ના તંત્રી તરીકે કાર્ય કર્યું હતું તેમજ તેઓએ “સત્યપ્રકાશ” સાપ્તાહિકનું સંપાદન કાર્ય કર્યું હતું.
મહિપતરામ રૂપરામ નીલકંઠના પુત્ર રમણભાઈ નીલકંઠ તેમની પુત્રવધૂ વિદ્યાગૌરી નીલકંઠ તથા તેમની પૌત્રી વિનોદિની નીલકંઠ જેઓએ ગુજરાતી સાહિત્યનાં વારસાને અમર બનાવ્યો છે.
વિશેષ માહિતી
તેઓએ શાળાજીવન દરમિયાન સમાજસુધારક દુર્ગારામ મહેતા અને દાદોબા પાંડુરંગ (પ્રાર્થના સમાજના સ્થાપક આત્મારામ પાંડુરંગના ભાઈ)થી પ્રભાવિત થઈને તેમના દ્વારા ચલાવવામાં આવતી “માનવ ધર્મ સભા” ની સાપ્તાહિક બેઠકોમાં હાજરી આપી હતી.
વર્ષ 1859માં તેમની નિમણૂક “હોપ વાચનમાળા” સમિતિમાં શાળા પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય તરીકે કરવામાં આવી હતી. તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને ચેરમેન તરીકે પણ સેવા આપી હતી.
તેમણે “રાસ્તગોફતાર” સામયિકમાં સુધારા વિષયક લેખો દ્વા૨ા સમાજસુધારાના કાર્યો કર્યા હતાં.
તેઓ “પ્રાર્થનાસમાજ” (અમદાવાદ) અને “જ્ઞાન પ્રસારક સભા” જેવી વિધવા પુનઃલગ્ન, બાળલગ્ન પ્રતિબંધનાં કામ કરતી સુધારાવાદી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતાં.
તેમણે અનાથ આશ્રમની શરૂઆત કરી હતી. તેમની સ્મૃતિમાં અમદાવાદ ખાતે વર્ષ 1892માં “મહીંપતરામ રૂપરામ આશ્રમ” નામના અનાથાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. જે હાલમાં ભારતના સૌથી જૂના અને સૌથી મોટા અનાથાશ્રમોમાંનો એક છે.
તેમને અંગ્રેજ સરકાર દ્વારા “રાવસાહેબ” અને “કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર” (C.I.E.) ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1 thought on “મહિપતરામ નીલકંઠ | Mahipatram nilkanth | Gujarati sahitya”