મણિલાલ દ્વિવેદી | Manilal Dwivedi | Gujarati sahitya
અભેદમાર્ગના પ્રવાસી : મણિલાલ દ્વિવેદી
નામ | મણિલાલ દ્વિવેદી |
પૂરું નામ | મણિલાલ નભુભાઈ દ્વિવેદી |
જન્મ | 26 સપ્ટેમ્બર,1858 |
જન્મસ્થળ | નડિયાદ |
ઉપનામ | અભેદમાર્ગના પ્રવાસી, બ્રહ્મનિષ્ઠ, એક બ્રાહ્મણ એક વિદ્યાર્થી |
અવસાન | 1 ઓક્ટોબર, 1898 |
- 40 વર્ષની વયે અવસાન પામનાર મણિલાલ પ્રકાંડ પંડિત, સંસ્કૃતની સાથે સાથે અંગ્રેજી ભાષાના પણ વિદ્વાન હતાં.
- તેઓના સાહિત્યમાં સ્ત્રી સશક્તિકરણના વિચારો પ્રગટ થતાં જોવા મળે છે. આ ઉપરાંત તેમના સાહિત્યમાં ગદ્ય સામર્થ્ય અને વિચાર સામર્થ્યનું તત્વ જોવા મળે છે.
- ભાવનગર શામળદાસ કોલેજમાં અધ્યાપનકાર્ય સમયે “નારી પ્રતિષ્ઠા” ગ્રંથ લખ્યો, તેથી આનંદશંકર ધ્રુવે “અભેદમાર્ગના પ્રવાસી”, અને “બ્રહ્મનિષ્ઠ” કહ્યાં છે.
- સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને વિદ્વાન એવા મણિલાલ દ્વિવેદીએ “સુદર્શન” અને “પ્રિયંવદા” સામયિકમાં તંત્રીપદે સેવા આપેલ છે.
- મણિલાલે “શિક્ષાશતક” પુસ્તક દ્વારા લેખનકાર્યની શરૂઆત કરી. જે પૃથ્વી છંદ માટે જાણીતું છે. તેમના પુસ્તક “સુદર્શન ગદ્યાવલિ”ને વિવેચક વિશ્વનાથ ભટ્ટે “ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધ ભંડાર” કહ્યો છે
- રમણભાઈ નીલકંઠે મણિલાલ દ્વિવેદીના નાટકને “એક જ આશ્વાસન સ્થાન” કહીને બિરદાવ્યું હતું.
- પાટણમાં જૈન ભંડારોમાં રખાયેલી જૈન સાહિત્યની હસ્તપ્રતોનું સંશોધનાત્મક કામ પણ તેમણે ઉપાડ્યું હતું.
- કવિ મણિલાલ દ્વિવેદી દ્વારા “અમર આશા” નામે છેલ્લું કાવ્ય લખવામાં આવ્યું હતું. જે તેમના મૃત્યુ બાદ વર્ષ 1898માં સુદર્શન નામના સામયિકમાં પ્રગટ થયું હતું. ત્યારબાદ મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેનું વિવેચન લખીને પોતાના “ઈન્ડિયન ઓપિનિયન” નામના સામાયિકમાં પ્રકાશિત કર્યું હતું.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
કવિતા | પ્રેમજીવન, શિક્ષાશતક |
નાટક | કાન્તા, નૃસિંહાવતાર |
કાવ્યસંગ્રહ | આત્મનિમજ્જન |
નવલકથા | ગુલાબસિંહ (લોર્ડ લિટનની “ઝેનોની”નો અનુવાદ) |
નિબંધ | સુદર્શન ગદ્યાવલિ (સુદર્શન અને પ્રિયંવદામાં પ્રગટ થયેલા નિબંધનો બૃહદ સંગ્રહ), બાળવિકાસ, સિદ્ધાંતસાર |
અનુવાદ | માલતીમાધવ, ઉત્તર રામચરિત (સંસ્કૃત કવિ ભવભૂતિની કૃતિઓ છે.), શ્રીમદ્ ભગવદ્ગીતા |
અન્ય | સ્વાશ્રય (બાળવિકાસ માંથી) |
પંક્તિઓ
કંઈક લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે
કલ્પના જ્યારે ધારીયે ત્યારે કરી શકાય,
પણ પ્રતિભા ધારીયે ત્યારે આવતી નથી
વિશેષ માહિતી
- તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના પરીક્ષક તરીકે નિમણૂક મેળવનાર પ્રથમ ગુજરાતી હતા.
- તેમણે વર્ષ 1891માં અમલમાં આવેલા વય સંમતિ ધારાનો વિરોધ કર્યો હતો. વર્ષ 1893માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ પહેલાં મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના નામ ૫૨ વિચારણા કરવામાં આવી હતી.
- 1893માં વડોદરા રાજ્યમાં સંસ્કૃત ભાષાંતર વિભાગ ખોલવામાં આવ્યો અને તેના મુખ્ય અધિકારી તરીકે મણિલાલ દ્વિવેદીને નીમવામાં આવ્યાં હતા.
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
બાલાશંકર કંથારિયા | અહી ક્લિક કરો |
ગોવર્ધનરામ ત્રિપાઠી | અહી ક્લિક કરો |
1 thought on “મણિલાલ દ્વિવેદી | Manilal Dwivedi”