મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi
પૂરું નામ | મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી |
જન્મ | 23 મે, 1840 |
જન્મસ્થળ | નડિયાદ |
બિરુદ | સંસ્કૃતમય ગુજરાતી આદ્યદ્રષ્ટા |
અવસાન | 30 મે, 1907 (નડિયાદ) |
- સ્વજનોમાં “ભાણાકાકા” ના નામથી જાણીતા નિબંધકાર અને ચરિત્રકાર મનસુખરામ ત્રિપાઠી સંસ્કૃતમય ગુજરાતીના આગ્રહી હતા.
- તેમણે સમગ્ર ભારતભરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર માટે પ્રયત્નો કર્યાં હતા. તેમના લેખોમાં વેદાંત વિચાર અને પ્રાચીન સંસ્કૃતિનું નિરૂપણ જોવા મળે છે.
- ઈ.સ 1865માં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસની મદદથી “ગુજરાતી સભા” નામથી સંસ્થા સ્થાપી હતી. એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના મૃત્યુ પછી સંસ્થાનું નામ બદલી “શ્રી ફાર્બસ ગુજરાતી સભા” રાખવામાં આવ્યું હતું.
- તેઓ “બુદ્ધિવર્ધક” સભાના સભ્ય રહ્યા હતા તેમજ તેમણે “બુદ્ધિપ્રકાશ” માં લેખો પણ લખ્યા હતા.
- તેમણે વર્ષ 1859માં રણછોડભાઈ ઉદયરામના સહયોગથી “વિવિધોપદેશ” પદ્યકૃતિ પ્રગટ કરી હતી.
- ગોવર્ધનરામ ત્રિપાઠીના જીવન ઘડતરમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
- તેમણે પોતાની પત્નીના નામ પરથી “ડાહીલક્ષ્મી લાયબ્રેરી” (નડિયાદ)ની સ્થાપના કરી હતી.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
નાટક | ઉત્તર જયકુમારી |
પુસ્તકો | દેશી રાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજ્યનીતિ સાર, વેદાંત વિચાર, વેદાંતતત્વ પત્રાવલિ, |
અંગ્રેજી પુસ્તક | ધ સ્કેચ ઓફ વેદાંત ફિલોસોફી |
અનુવાદ | ભગવદ્ ગીતા, અદ્વૈતાનુભૂતિ, મણિરત્નમાળા |
અન્ય | વિપત્તિ વિશે નિબંધ, અસ્તોદય |
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
અંબાલાલ દેસાઈ | અહી ક્લિક કરો |
હરગોવિંદદાસ કાંટાવાળા | અહી ક્લિક કરો |
રણછોડભાઈ દવે | અહી ક્લિક કરો |
એલેક્ઝાન્ડર ફાર્બસ | અહી ક્લિક કરો |
કરસનદાસ મૂળજી | અહી ક્લિક કરો |
3 thoughts on “મનસુખરામ ત્રિપાઠી | Mansukhram tripathi | Gujarati sahitya”