નગીનદાસ મારફતિયા | Nagindas marfatiya
પૂરું નામ | નગીનદાસ તુલસીદાસ મારફતિયા |
જન્મ | 1840 |
જન્મસ્થળ | સુરત |
અવસાન | 1902 |
- ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક “ગુલાબ” થી નાટ્યક્ષેત્રે નામના મેળવનાર નગીનદાસ તુલસીદાસ મારફતિયા મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થનાર પ્રથમ ગુજરાતી હતાં.
- તેઓ કવિ નર્મદે સ્થાપેલી “બુદ્ધિવર્ધક સભા”ના સક્રિય સભ્ય રહ્યા હતાં અને તે સંસ્થાના મુખપત્ર “બુદ્ધિવર્ધક ગ્રંથ”ના સંચાલનમાં પણ સક્રિય રહ્યા હતા. આ ઉપરાંત તેઓ કવિ નર્મદે શરૂ કરેલ લિટરરી કલબના સ્થાપક સભ્યોમાંના એક હતાં. વર્ષ 1864માં કવિ નર્મદ દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાતી સાહિત્યનું સામયિક “ડાંડિયો” નામ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું.
- બુદ્ધિવર્ધક ગ્રંથમાં પ્રગટ થયેલું નાટક “માણેક” તેમણે લખ્યું હતું.
- તેઓ “મહારાજ લાયબલ કેસ” માં નર્મદનાં કાયદાકીય સલાહકાર પણ રહ્યા હતાં.
- તેમણે મુંબઈ હાઈકોર્ટમાં પ્રથમ ગુજરાતી એડવોકેટ તરીકે સનદ મેળવી હતી.
- તેમણે માણેક નામના નાટક અને મુંબઈનું સર્વ વિદ્યોત્તેજકાલય નામથી નિબંધની રચના પણ કરી છે.
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
ભોળાનાથ દિવેટીયા | અહી ક્લિક કરો |
મનસુખરામ ત્રિપાઠી | અહી ક્લિક કરો |
હરગોવિંદદાસ કાંટાવાળા | અહી ક્લિક કરો |
રણછોડભાઈ દવે | અહી ક્લિક કરો |
એલેક્ઝાન્ડર ફાર્બસ | અહી ક્લિક કરો |