અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 12. નકશો સમજીએ | Naksho samjiye ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.
નકશો સમજીએ સ્વાધ્યાય | Naksho samjiye swadhyay
1. ખાલી જગ્યાઓ પૂરો :
- એપ્પા મુન્ડી (Mappa Mundi) ……….. ભાષાનો શબ્દ છે.
- લેટિન
- નકશાનાં મુખ્ય ……….. અંગો છે.
- ત્રણ
- સાંસ્કૃતિક નકશામાં ……….. વિગતો દર્શાવેલ હોય છે.
- માનવસર્જિત
2. નીચે ‘અ’ વિભાગની વિગતો સામે ‘બ’ વિભાગની વિગતોને જોડો :
![નકશો-સમજીએ](https://i0.wp.com/educationvala.com/wp-content/uploads/2023/09/નકશો-સમજીએ-scaled.jpg?resize=1200%2C675&ssl=1)
જવાબ : (1-d), (2-a), (3-e), (4-b), (5-c)
![નકશો-સમજીએ-સ્વાધ્યાય](https://i0.wp.com/educationvala.com/wp-content/uploads/2023/09/નકશો-સમજીએ-સ્વાધ્યાય-scaled.jpg?resize=1200%2C675&ssl=1)
3. નીચેનાં વિધાનો પૈકી ખરાની સામે (✓)ની અને ખોટા સામે (×) ની નિશાન કરો :
- મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.
- × (ખોટું)
- નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે.
- ✓ (ખરું)
- ભારત પૃથ્વી પર ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે.
- × (ખોટું)
- જુદા-જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે.
- × (ખોટું)
4. એક-બે વાક્યમાં ઉત્તર આપો :
- હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
- હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે :
- પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા.
- રૂઢ સંજ્ઞા એટલે શું ?
- નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવાં ચિહ્નોને ‘રૂઢ સંજ્ઞાઓ’ કહે છે.
- કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહેવાય ?
- કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય.
5. ટૂંકમાં ઉત્તર આપો :
(1) પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવો.
પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચે મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :
પ્રાકૃતિક નકશા | સાંસ્કૃતિક નકશા |
---|---|
પ્રાકૃતિક નકશામાં કુદરત-નિર્મિત વિગતોનું આલેખન હોય છે. | સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે. |
આ નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીનાં પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ-જંગલો, ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. | આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. |
(2) માપના આધારે નકશાના પ્રકાર જણાવી, નાના માપના નકશાનાં બે ઉદાહરણો લખો.
- પ્રમાણમાપના આધારે નકશાઓના નીચે મુજબ પ્રકાર પાડવામાં આવે છે.
- નાના માપના નકશાઓ અને મોટા માપના નકશાઓ.
- નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે.
- નાના માપના નકશાનાં બે ઉદાહરણો (1) નકશાપોથીના નકશા (Atlas) અને (2) દીવાલે ટાંગવાના નકશા (Wall Maps).
(3) નકશાનાં મુખ્ય અંગ જણાવી, પ્રમાણમાપ વિશે લખો.
![પ્રમાણમાપ](https://i0.wp.com/educationvala.com/wp-content/uploads/2023/09/પ્રમાણમાપ-scaled.jpg?resize=1200%2C675&ssl=1)
- નકશાનાં મુખ્ય ત્રણ અંગો છે
- દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ.
- પ્રમાણમાપ એટલે નકશા પરનાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરનાં તે જ સ્થળો વચ્ચેનાં વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ.
- પ્રમાણમાપ 1 સેમી : 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટિમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે.
- ઉપર દર્શાવેલા પ્રમાણમાપમાં ‘0’ (શૂન્ય) પર ‘A’ અને ‘100’ પર ‘B’ લખ્યું છે. A અને B વચ્ચે 1 સેમીનું અંતર છે. આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે, નકશામાં બે સ્થળો વચ્ચેનું 1 સેમીનું અંતર એ જમીન પરનાં બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. આ રીતે પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે.
(4) નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો.
- ભારત ઉત્તર-પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે.
- તે આશરે 8° 4′ અને 37° 6′ ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે આવેલો છે.
- ભારતના પશ્ચિમ છેડો 68° 7′ પૂર્વ રેખાંશવૃત્ત પર અને પૂર્વ છેડો 97° 25′ પૂર્વ રેખાંશવૃત્ત પર આવે છે.
- ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત (2312° ઉત્તર અક્ષાંશવૃત્ત) પસાર થાય છે.
- ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા 82° 5′ પૂર્વ રેખાંશવૃત્તના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણસમય ગણવામાં આવે છે.
- ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વે બંગાળાનો ઉપસાગર (બંગાળની ખાડી) છે.
- ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાલ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે.
- ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે.
6. નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો :
![ભારતનો-નકશો](https://i0.wp.com/educationvala.com/wp-content/uploads/2023/09/ભારતનો-નકશો-scaled.jpg?resize=1200%2C1350&ssl=1)
- હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે ?
- ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર દિશાએ આવેલ છે.
- મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે ?
- મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશાએ આવેલ છે.
- અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે ?
- ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર-પૂર્વ દિશાએ રે આવેલું છે.
- કેરલ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે ?
- કેરલની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે.
- ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે ?
- ગુજરાતની દક્ષિણ દિશાએ ‘દમણ’ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે.
Naksho samjiye PDF download
નકશો સમજીએ (PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.) |
Other Chapter PDF Download
ક્રમ | જે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો |
---|---|
11 | ભૂમિસ્વરૂપો |
10 | પૃથ્વીનાં આવરણો |
09 | આપણું ઘર : પૃથ્વી |
08 | ભારતવર્ષની ભવ્યતા |
07 | ગુપ્તયુગ અને અન્ય શાસકો |
06 | મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક |
05 | શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર |
04 | ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા |
03 | પ્રાચીન નગરો અને ગ્રંથો |
02 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર |
01 | ચાલો, ઈતિહાસ જાણીએ |
FAQ’s About નકશો સમજીએ | Naksho samjiye
એપ્પા મુન્ડી (Mappa Mundi) ……….. ભાષાનો શબ્દ છે.
લેટિન
નકશાનાં મુખ્ય ……….. અંગો છે.
ત્રણ
સાંસ્કૃતિક નકશામાં ……….. વિગતો દર્શાવેલ હોય છે.
માનવસર્જિત
મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.
× (ખોટું)
નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે.
✓ (ખરું)
ભારત પૃથ્વી પર ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે.
× (ખોટું)
જુદા-જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે.
× (ખોટું)
હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે :
પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા.
રૂઢ સંજ્ઞા એટલે શું ?
નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવાં ચિહ્નોને ‘રૂઢ સંજ્ઞાઓ’ કહે છે.
કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહેવાય ?
કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય.
પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવો.
પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચે મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :
પ્રાકૃતિક નકશા :
પ્રાકૃતિક નકશામાં કુદરત-નિર્મિત વિગતોનું આલેખન હોય છે.
આ નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીનાં પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ-જંગલો, ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે.
સાંસ્કૃતિક નકશા :
સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે.
આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે.
માપના આધારે નકશાના પ્રકાર જણાવી, નાના માપના નકશાનાં બે ઉદાહરણો લખો.
પ્રમાણમાપના આધારે નકશાઓના નીચે મુજબ પ્રકાર પાડવામાં આવે છે.
નાના માપના નકશાઓ અને મોટા માપના નકશાઓ.
નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે.
નાના માપના નકશાનાં બે ઉદાહરણો (1) નકશાપોથીના નકશા (Atlas) અને (2) દીવાલે ટાંગવાના નકશા (Wall Maps).
નકશાનાં મુખ્ય અંગ જણાવી, પ્રમાણમાપ વિશે લખો.
નકશાનાં મુખ્ય ત્રણ અંગો છે
દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ.
પ્રમાણમાપ એટલે નકશા પરનાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરનાં તે જ સ્થળો વચ્ચેનાં વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ.
પ્રમાણમાપ 1 સેમી : 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટિમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે.
ઉપર દર્શાવેલા પ્રમાણમાપમાં ‘0’ (શૂન્ય) પર ‘A’ અને ‘100’ પર ‘B’ લખ્યું છે. A અને B વચ્ચે 1 સેમીનું અંતર છે. આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે, નકશામાં બે સ્થળો વચ્ચેનું 1 સેમીનું અંતર એ જમીન પરનાં બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. આ રીતે પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે.
નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો.
ભારત ઉત્તર-પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે.
તે આશરે 8° 4′ અને 37° 6′ ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે આવેલો છે.
ભારતના પશ્ચિમ છેડો 68° 7′ પૂર્વ રેખાંશવૃત્ત પર અને પૂર્વ છેડો 97° 25′ પૂર્વ રેખાંશવૃત્ત પર આવે છે.
ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત (2312° ઉત્તર અક્ષાંશવૃત્ત) પસાર થાય છે.
ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા 82° 5′ પૂર્વ રેખાંશવૃત્તના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણસમય ગણવામાં આવે છે.
ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વે બંગાળાનો ઉપસાગર (બંગાળની ખાડી) છે.
ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાલ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે.
ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે.
હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે ?
ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર દિશાએ આવેલ છે.
મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે ?
મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશાએ આવેલ છે.
અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે ?
ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર-પૂર્વ દિશાએ રે આવેલું છે.
કેરલ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે ?
કેરલની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે.
ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે ?
ગુજરાતની દક્ષિણ દિશાએ ‘દમણ’ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે.
2 thoughts on “નકશો સમજીએ | Naksho samjiye”