Narsinh Mehta – Gujarati Sahitya

Narsinh Mehta – Gujarati Sahitya – નરસિંહ મહેતા – ગુજરતી સાહિત્ય

ગુજરાતના આદિકવિ
નરસિંહ મહેતા

Narsinh Mehta
પૂરું નામનરસિંહ કૃષ્ણદાસ મહેતા
જન્મઈ.સ.1414 (અંદાજીત)
જન્મસ્થળતળાજા (ભાવનગર)
કર્મભૂમિજૂનાગઢ
માતાદયાકુંવર
પત્નીમાણેકબાઈ
પુત્રશામળદાસ
પુત્રીકુંવરબાઈ
બિરુદઆદિકવિ / આદ્યકવિ, પદના પિતા, ભક્તકવિ, શિરોમણિ, ઊર્મિકાવ્ય
અવસાનઈ.સ. 1480

  • ગુજરાતી સાહિત્યના આદિકવિ / આદ્યકવિ એટલે નરસિંહ મહેતા. બાળપણથી જ તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો. જૂનાગઢને કર્મભૂમિ બનાવીને સમગ્ર જીવન કૃષ્ણભક્તિમાં વ્યતિત કર્યું. સાહિત્યની સાથે સાથે સમાજ સુધા૨ણાના કાર્યો કર્યા. તેમણે સગુણ ભક્તિની સાથોસાથ નિર્ગુણ ભક્તિનો મહિમા ગાયો. તેમના મોટાભાગના પદોની રચના ભક્તિમાર્ગી વિષયવસ્તુ ઉપર આધારિત છે. આ ઉપરાંત તેમણે જ્ઞાન આધારિત પદોની રચના કરેલી છે. આથી તેમને ભક્ત અને જ્ઞાનમાર્ગી કવિ તરીકે પણ ઓળખાય છે. તેમણે પોતાના જીવન સાથે બનેલી ઘટનાને સાહિત્યમાં ઉતારેલી છે.
  • એવી લોકવાયકા છે કે, વારંવાર ભાભીના મ્હેણાં સાંભળીને ગોપનાથ મહાદેવ (ભાવનગર)ના મંદિરમાં તપ કરવાથી નરસિંહ મહેતાને મહાદેવ પ્રસન્ન થયા, નરસિંહ મહેતાને વ૨દાન માંગવાનું કહ્યું અને તેમણે કહ્યું : હે ભગવાન, તમને જે વ્હાલું હોય તે મને આપો. મહાદેવ નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે. શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાને રાગ “કેદારો” ભેટમાં આપ્યો.
  • ભાભીનું મ્હેણું ગુજરાતી સાહિત્ય માટે ઉપકારક બન્યું અને જ્ઞાન અને ભક્તિનું તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું. જેના પ્રતાપે તેમના અંત૨માંથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોનો ધોધ છૂટયો.
  • તેમણે ભક્તિ કવિતા અને જ્ઞાનમાર્ગી કવિતાઓ લખવાનો પ્રારંભ કર્યો. આમ, નરસિંહ મહેતાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યિક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણવામાં આવે છે.
  • ભારતમાં 14મી અને 15મી સદી દરમિયાન ભકિત માર્ગનું મોજું ફરી વળ્યું, ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત નામદેવ જેવું કાર્ય કર્યું તેવું ભક્તિમાર્ગીય કવિતામાં કાર્ય નરસિંહ મહેતાએ કર્યું.
  • તેમનું સમગ્ર સાહિત્ય શ્રીકૃષ્ણ તથા તેમના ૫૨ થયેલી કૃપાના પ્રસંગોને ધ્યાનમાં રાખીને લખાયેલું છે.
  • નરસિંહ મહેતા દામોદ૨ કુંડે સ્નાન કરવા જતા ત્યારે રામગ્રી રાગ ગાતા અને પાછા ફરતા ત્યારે પ્રભાતિયાં ગાતા.
  • આ ઉપ૨ાંત તેઓ ઝુલાણા છંદ (37 માત્રા) અને મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા.
  • ગુજરાતના સૌથી લોકપ્રિય કવિઓમાં તેમની ગણના થાય છે. તેઓને ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિ, પદનો સર્જક, પ્રભાતિયાંના સર્જક, ભજનના સર્જક તરીકે ઓળખવામાં આવે છે. તેમના પદોમાં પ્રેમલક્ષણા ભકિતનું નિરૂપણ જોવા મળે છે.
  • નરસિંહ મહેતા ઉપર કવિ જયદેવની કૃતિ ગીત ગોવિંદ નો વિશેષ પ્રભાવ પડયો છે.
  • તેમની કૃતિ સુદામાચરિત્રમાં આખ્યાનના બીજ જોવા મળતા હોવાથી તે ગુજરાતી ભાષાની પ્રથમ આખ્યાન કૃતિ ગણાય છે.
  • નરસિંહ મહેતાના જીવનનાં ચમત્કા૨ી પાંચ પ્રસંગો હાર, હૂંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ જાણીતા છે. આ અંતર્ગત “હારમાળા કૃતિ”માં જૂનાગઢના રાજા રા’માંડલિકની ચમત્કારિક ઘટનાનો પ્રસંગ જોવા મળે છે. જેમાં રા’માંડલિક નરસિંહ મહેતાની પ૨ીક્ષા કરતા જણાય છે. આમ, નરસિંહ મહેતા રા’માંડલિકના સમકાલીન હતા.
  • નરસિંહ મહેતાને પુત્રી કુંવ૨બાઈના સીમંત પ્રસંગે, પિતાના શ્રાદ્ધના પ્રસંગે, પુત્ર શામળદાસના લગ્ન પ્રસંગે, હૂંડી જેવા અનેક પ્રસંગોમાં ઈશ્વરીય મદદ મળી હોવાની માન્યતા છે. આથી તેમના આ પદો આત્મચરિત્રાત્મક પદો તરીકે ઓળખાય છે.
  • તેમણે ઝારીના પદની રચના કરી હતી જેમાં નરસિંહ મહેતાને ભજન કરતી વખતે ભગવાને સ્ત્રી સ્વરૂપે પાણી પાયું હોય તેવી ઘટનાઓનું વર્ણન છે. “ઝારીના પ”‘ અંતર્ગત ચાર પદ મળે છે.
  • નરસિંહ મહેતાના પુત્ર શામળશાની પત્ની સુરસેના તથા તેમના પિતા મદન મહેતા મૂળ વડનગરના હતા, જ્યાં આજે શામળશાની ચોરી આવેલી છે.
  • ક. મા. મુનશીએ નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર “નરસૈયો ભકત હરિનો” લખ્યું છે.
  • નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી તાના-રીરી જે ગુજરાતની સંગીત બેલડીઓ તરીકે જાણીતી છે. જેઓ મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા. આ બંને સંગીત બેલડીએ અકબરના દરબારના સંગીતરત્ન તાનસેનનો અગ્નિદાહ શમાવેલો.
  • જ્ઞાનીઓએ રચેલા જ્ઞાનગ્રંથોને સમજવામાં જે ગે૨સમજ કરી છે તેને નરસિંહ મહેતાએ ગરબડ તરીકે ઓળખાવી છે.
  • નરસિંહ મહેતાએ અંતિમ સમય માંગરોળમાં વિતાવ્યો હોવાનું મનાય છે.

નરસિંહ મહેતા – એવા રે અમે એવા રે

  • નરસિંહ મહેતા રોજ સવારે ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં નાહવા જાય છે ત્યારે દલિત વર્ગ તેમને પોતાને ત્યાં ભજન કરવા આવવાનું નિમંત્રણ આપે છે. નરસિંહ મહેતા આ આમંત્રણ સ્વીકારે છે અને આખી રાત દલિતવાસમાં ભજન કરે છે. તે જમાનામાં નરસિંહ મહેતાના આ ક્રાંતિકારી વલણના ઉગ્ર પ્રત્યાઘાત પડયો હતો.
  • નાગરબ્રાહ્મણ થઈને દલિતને ત્યાં જાય છે તે નાગરી નાતના માણસોને ગમતું નથી. તેથી નાગરી નાતના માણસો નરસિંહ મહેતાની ટીકા અને ટીખળ કરે છે પરંતુ નરસિંહ મહેતા આ બાબત ૫૨ ધ્યાન આપતા નથી અને કહે છે કે…
  • એવા રે અમે એવા રે, તમે કહો છો વળી તેવા રે,
  • ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો, કરશું દામોદરની સેવા રે

વિશેષ માહિતી

  • ઈ.સ.1999થી ગુજરાત સરકાર દ્વારા આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ નરસિંહ મહેતા સાહિત્ય નીધિ ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.આ એવોર્ડમાં પુરસ્કાર તરીકે 1,51,000 હજાર રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે. આ એવોર્ડ વર્ષ 2013 થી મોરારીબાપુ દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે આપવામાં આવે છે. પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ ના વિજેતા રાજેન્દ્ર શાહ હતા. છેલ્લે વર્ષ 2019માં આ એવોર્ડ ખલીલ ઘન તેજવીને આપવામાં આવ્યો હતો.
  • ગુજરાત સરકાર દ્વારા નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની યાદમાં લગ્ન સમયે કન્યાના પિતાને “કુંવરબાઈનું મામેરું” યોજના અંતર્ગત 12,000 રૂપિયા ની સહાય બે દીકરીઓને મળે છે.
  • વર્ષ 1920માં દિગ્દર્શક સચેતસિંહ દ્વારા દ્વિતીય ગુજરાતી મૂક ફિલ્મ “નરસિંહ મહેતા” પ્રદર્શિત કરાઈ હતી. ત્યારબાદ 7 એપ્રિલ, 1932ના રોજ દિગ્દર્શક નાનુભાઈ વકીલે પૂર્ણ લંબાઈની પ્રથમ બોલતી(સવાક્) ગુજરાતી ફિલ્મ “નરસિંહ મહેતા” રજૂ ક૨ીને ઈતિહાસ સર્જ્યો હતો.
  • નરસિંહ મહેતાના 600 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સ૨કા૨ દ્વારા વર્ષ 2015માં જૂનાગઢ ખાતે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી. તેના પ્રથમ કુલપતિ તરીકે શ્રી જે. પી. મૈયાણીની નિમણૂક કરવામાં આવી હતી.

સાહિત્ય સર્જન / સાહિત્ય સર્જન

આત્મચરિત્રાત્મક પદોકુંવરબાઈનું મામેરૂ, શ્રાદ્ધ, હુંડી, શામળશાનો વિવાહ, હારમાળા, હિંડોળાના પદો, ભક્તિબોધ, ઝારીના પદો
કૃષ્ણપ્રીતિના ઊર્મિગીતોરાસસહસ્ત્ર પદી, વસંતના પદો, શૃંગારમાળા, બાળલીલાના પદો, કૃષ્ણલીલાના પદો
આખ્યાનસુદામા ચરિત્ર (ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન), દાણલીલા, ચાતુરીઓ
અન્યહળવે હળવે (પદ), સંતો અમે રે વહેવારીયા (પદ), ભકિતપદારથ (પદ), કેમ પૂજા કરું (પદ), જાગ ને જાદવા (પદ), વૈષ્ણવજન તો (પદ), મેહુલો ગાજે અને માધવ નાચે (કવિતા)

પંક્તિઓ

• વૈષ્ણવજન તો તેને કહીએ,
જે પીડ પરાઈ જાણે રે…
(ગાંધીજીનું પ્રિય)
(ગુજરાતના ઉદ્ઘાટન સમયે મયુરીબહેન ખરેએ ગાયું હતું.)

• એવા રે અમો એવા રે,
તમે કહો છો તો વળી તેવા રે

• ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા’લી ન જાણી રામ

• મા૨ી હૂંડી સ્વીકા૨ો મહારાજ રે,
શામળા ગિરધારી

• હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે

• અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;

• જળકમળ છાંડી જા ને બાળા,
સ્વામી અમારો જાગશે…

• જ્યાં લગી આત્મતત્વ ચિંત્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી

• હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે

• પ્રેમરસ પાને તું,
મો૨ના પિચ્છધ૨ તત્વનું ટૂપણું તુચ્છ લાગે…

• વારી જાઉં રે, સુંદ૨ શ્યામ તમા૨ા લટકાને…

• કાનજી તા૨ી મા કહેશે પણ અમે…

• જાગો રે જશોદાના જાયા…

• વા વાયા ને વાદળ ઊમટયા

• સુખ દુઃખ મનમાં ન આણીએ

• નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો,
તે જ હું તે જ હું શબ્દ બોલે

• ભલું થયું ભાંગી જંજાળ,
સુખેથી ભજીશું શ્રી ગોપાલ(પત્નીના અવસાન પ્રસંગે)

• જેહના ભાગ્યમાં જેહ સમે જે લખ્યું હોય તેને તે જ પહોંચે

• ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે.

• જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે ?

• સખી આજની ઘડી તે રળિયામણી રે લોલ…

• ખમ્મા મારા નંદજીના લાલ,
મોરલી કયારે વગાડી

• વર્ણના ધર્મને કર્મ ક૨વાં ૨હ્યાં,
મર્મ જાણ્યો ત્યારે ખરો જાણ્યો

• અમે મૈયારા રે,ગોકુળ ગામના

• ઘડપણ કોણે મોકલ્યું ?

• ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા,
અંતે તો હેમનું હેમ હોય

• શામળિયો તે ઉ૨નું ભૂષણ હૃદયા ભીડી રાખું રે…

• જશોદા તા૨ા કાનુડાને…

• એક છે પુત્ર ને એક છે પુત્રી,
તેનું મામેરું પુર્યું લક્ષ્મીનાથે

• ભૂતળ ભકિત પદા૨થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે…

• ગિરિ તળેટી ને કુંડ દામોદ૨…

• નાગર નંદજીના લાલ…

• સંતો અમે રે વહેવારિયા શ્રી રામનામના

• નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું


ધોરણ–7 (SEM. 1)આજની ઘડી રળિયામણી (પદ્ય-ભક્તિગીત)
ધોરણ-9સાંજ સમે શામળિયો (ગીતકાવ્ય)
ધોરણ 10વૈષ્ણવજન (પદ)
ધોરણ 11 (દ્વિતીય ભાષા)જાગને જાદવાં (પદ)
ધોરણ-12અખિલ બ્રહ્માંડમાં (પદ)

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવશો જેથી આપણે એને સુધારી શકીએ.

Education Vala
error: Content is protected !!