નરસિંહરાવ દિવેટિયા | Narsinhrao Divatia | Gujarati sahitya
ખારા જળની મીઠી વીરડી : નરસિંહરાવ દિવેટિયા
નામ | નરસિંહરાવ દિવેટિયા |
પૂરું નામ | નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા |
જન્મ | 3 સપ્ટેમ્બર, 1859 |
જન્મસ્થળ | અમદાવાદ |
ઉપનામ | જ્ઞાનબાલ, દૂરબીન, પથિક, નરકેસરી, શંભુનાથ, વનવિહારી, મુસાફર |
બિરુદ | સાહિત્ય દિવાકર, ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર રસરૂપ ગંદ્યવર્જિત (મણિલાલ દ્વિવેદી દ્વારા), ભાષાશાસ્ત્રી |
અવસાન | 14 જાન્યુઆરી, 1937 |
- અંગ્રેજીમાં “લિરિક” નામે ઓળખાતા તેવા ઊર્મિકાવ્યને ગુજરાતી ભાષામાં સરળ રીતે ઉતારવાનું કાર્ય કર્યું.
- કનૈયાલાલ મુનશી તેમના વિશે કહે છે કે, “સંગીત વિશેની સમજ, કવિ તરીકેની પ્રસિદ્ધિ, “ભાષાાસ્ત્રી” તરીકેનું બિરુદ મેળવનાર નરસિહરાવ ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ છે.”
- તેઓ ગુજરાતી સાહિત્યકાર ભોળાનાથ દિવેટિયાના પુત્ર અને લેખિકા વિદ્યાગૌરી નીલકંઠના મામા હતા.
- સૌપ્રથમ ઊર્મિકાવ્યોનો કાવ્યસંગ્રહ “કુસુમમાળા” આપ્યું, જે અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી કહેવાય છે. તેથી જ તેમને રમણભાઈ નીલકંઠે “ખારા જળની મીઠી વિરડી” કહ્યાં છે.
- ગોવર્ધનરામ ત્રિપાઠીએ “કુસુમમાળા”માં સૌપ્રથમ પ્રગટ થયેલી શુદ્ધ પ્રકૃતિ કવિતાને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે જ નરસિંહરાવને “સૂર્ય, ચંદ્ર અને તારાના કવિ”તરીકે ઓળખાવ્યા છે. ૨મણભાઈ નીલકંઠે નરસિંહરાવની કવિતાને “ગુજરાતી કવિતાના સૂકાં અરણ્યમાં લીલી કુંજ” કહીને ઓળખાવી છે.
- નરસિંહરાવે પોતાના પુત્ર નલિનકાંતના અકાળ અવસાનની વેદના “મંગલ મંદિર ખોલો”માં વ્યકત કરી છે અને પુત્રના અવસાન બાદ કરુણપ્રશસ્તિ “સ્મરણસંહિતા” લખ્યું જે અંગ્રેજ કવિ ટેનિસનના “ઈન મેમોરિયમ” કાવ્યનાં મોડલને અનુસરતું ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ શોકકાવ્ય છે. કાકાસાહેબ કાલેલકરે “સ્મરણસંહિતા” ને તમામ “ભારતીય સાહિત્યનું આભૂષણ” કહ્યું છે.
- તેમનું “સ્મરણમુકુર” પુસ્તક ગુજરાતી સ્મૃતિ ચિત્રોનું પહેલું પુસ્તક અને ગુજરાતી રેખાચિત્રો સ્વરૂપમાં 1850 થી 1900 દરમિયાનની અડધી સદીનું સાંસ્કૃતિક આલેખન છે.
- તેઓ વર્ષ 1915માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.
- તેમણે હરિગીત છંદમાં ફેરફાર કર્યો અને તેમાંથી “ખંડ હરિગીત છંદ” નું સર્જન કર્યું હતું.
- અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણનું મહત્વ અને જાહોજલાલીનો અસ્ત જોઈને નરસિંહરાવ દિવેટિયાએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા“
- તેઓ વર્ષ 1884માં ખેડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક પામ્યા હતા.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
નિબંધ | તરંગલીલા અને વિવર્ત લીલા |
કવિતા | કુસુમમાળા, હૃદયવીણા, નૂપુરઝંકાર, સ્મરણસંહિતા, બુદ્ધ ચરિત (લાઈટ ઓફ એશિયાનો અનુવાદ), ચિત્રવિલોપન (ખંડકાવ્ય) |
ભાષાશાસ્ત્ર | ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર |
વિવેચન | મનોમુકુર,કવિતાવિચાર,અભિનયકલા |
અન્ય | નરસિંહરાવની રોજનીશી |
પંક્તિઓ
મંગલ મંદિર ખોલો,
દયામય મંગલ મંદિર ખોલો
પ્રેમળ જ્યોતિ તા૨ો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ
છે માનવ જીવનની ઘટમાળ એવી,
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી
આ વાદ્યને કરૂણ ગાન વિશેષ ભાવે
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
મણિલાલ દ્વિવેદી | અહી ક્લિક કરો |
બાલાશંકર કંથારિયા | અહી ક્લિક કરો |
ગોવર્ધનરામ ત્રિપાઠી | અહી ક્લિક કરો |
1 thought on “નરસિંહરાવ દિવેટિયા | Narsinhrao Divatia”