Panchayati Raj mate rachayel samitio – Panchayati Raj – પંચાયતી રાજ માટે રચાયેલ સમિતિઓ

ભારતમાં પંચાયતી રાજ માટે રચાયેલ સમિતિઓ :
કોંગ્રેસ ગ્રામ પંચાયત સમિતિ :
સ્થાપના : 23 મે, 1954
અધ્યક્ષ : શ્રીમન નારાયણ
ભલામણો :
• બને ત્યાં સુધી પંચાયતને રાજકારણથી દૂર રાખવી જોઈએ.
• ગ્રામ પંચાયતની ચૂંટણી સર્વાનુમતે થવી જોઈએ.
• પંચાયતને વિશેષ સત્તા અને અધિકાર આપવા જોઈએ.
• પંચાયતની ચૂંટણી પુખ્ત મતાધિકાર દ્વારા થવી જોઈએ.
• દરેક ગામમાં ફરજિયાત ગ્રામસભા રચવી અને ગ્રામસભા દ્વારા ગ્રામ પંચાયતની રચના કરવી જોઈએ.
• અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકની ફાળવણી કરવી જોઈએ.
• ન્યાય પંચાયતની રચના કરવી જોઈએ અને ન્યાય પંચાયતના તથા ગ્રામ પંચાયતનાં કાર્યોં જુદાં-જુદાં હોવાં જોઈએ.
• પંચાયતને નગરપાલિકાના સામાજિક, આર્થિક તથા ન્યાયિક કાર્યો સોંપવાં જોઈએ.
• રાષ્ટ્રીય યોજનાના અમલીકરણની જવાબદારી ગ્રામ પંચાયતની હોવી જોઈએ અને તેવી રીતે જ ગ્રામ પંચાયતની રચના તથા તેનો વિકાસ કરવો જોઈએ.
• પંચાયતી રાજની સંસ્થાના કાર્યકરો માટે તાલીમની વ્યવસ્થા કરવી જોઈએ.
• જમીનની મહેસૂલ વસૂલાતનું કાર્ય પંચાયતને આપવું જોઈએ.
• આ સમિતિની બધી જ ભલામણ 1954 માં મળેલ સ્થાનિક સ્વરાજ ખાતાના મંત્રીઓની પરિષદમાં સ્વીકારવામાં આવી હતી.
બળવંતરાય મહેતા સમિતિ :
સ્થાપના : જાન્યુઆરી, 1957
રિપોર્ટ : ડિસેમ્બર, 1957
સરકાર : જવાહરલાલ નહેરુ
• ઈ.સ. 1957માં બળવંતરાય મહેતા સમિતિની રચના કરવામાં આવી તેણે પોતાનો રિપોર્ટ ડિસેમ્બર, 1957 ના રોજ કેન્દ્ર સરકારને આપ્યો, જેમાં સત્તાના વિકેન્દ્રીકરણની યોજનાનાં સૂચનો આપ્યાં હતાં.
• 1952માં સામૂહિક વિકાસ કાર્યક્રમ અને 1953માં રાષ્ટ્રીય વિસ્તરણ સેવા નામની યોજનાઓના અભ્યાસ માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. ભલામણો :
• આ સમિતિએ પંચાયતી રાજની ભલામણ કરી હતી.
(1) જિલ્લા પંચાયત
(2) તાલુકા પંચાયત
(3) ગ્રામ પંચાયત
• ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થવી જોઈએ.
• તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થવી જોઈએ.
• તાલુકા પંચાયતએ આયોજન અને વિકાસનાં કાર્યો કરવાં જોઈએ અને તેની દેખરેખ જિલ્લા પંચાયતે કરવી જોઈએ. તેથી જિલ્લા પંચાયત સુપરવિઝન કરનારી સંસ્થા તરીકે ઓળખાશે.
• તાલુકા પંચાયત ગ્રામપંચાયતનાં બજેટોની ચકાસણી કરશે અને તેને મંજૂરી આપશે.
• પંચાયતને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સત્તા આપવી.
• જિલ્લા પંચાયતના અધ્યક્ષ જિલ્લાધિકારી હોવા જોઈએ. જોઈએ.
• ગ્રામ પંચાયતને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો જોઈએ.
• ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલાં જિલ્લા પંચાયતનો અભિપ્રાય લેવો જોઈએ.
અશોક મહેતા સમિતિ :
સ્થાપના : ડિસેમ્બર, 1977
રિપોર્ટ : ઓગસ્ટ, 1978 સરકાર : જનતા સરકાર મુખ્યમંત્રી મોરારજી દેસાઈ
• આ સમિતિની રચના 1977 માં જનતા સરકાર મુખ્યમંત્રી મોરારજી દેસાઈના સમયમાં થઈ હતી અને ગુજરાત રાજ્યમાંથી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા સ્વ. વલ્લભભાઈ પટેલ સભ્ય હતા.
• આ સમિતિના સૂચનનો અમલ થાય તે પહેલાં જ આ સરકારનું પતન થયું. આ સમિતિ દ્વારા નાનાં-મોટાં એવાં કુલ 132 સૂચનો આપવામાં આવ્યાં હતાં.
ભલામણો :
• આ સમિતિએ દ્વિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી.
(1) જિલ્લા પંચાયત
(2) ગ્રામ પંચાયત
• કાર્યોનું સંકલન તથા તેનું નિયમન અને યોજનાઓનો અમલ જેવાં કાર્યો જિલ્લા સ્તરથી ગ્રામ સ્તર તરફ સીધાં જ થવાં જોઈએ.
• જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થવી જોઈએ.
• પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષોની ભાગીદારીથી થવી જોઈએ.
• 15,000 થી 20,000 ની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની સ્થાપના કરવી જોઈએ.
• જિલ્લા સ્તરે “સામાજિક હિસાબ સમિતિ”ની રચના કરવી જોઈએ, જેના સભ્યો જે-તે ક્ષેત્રના વિધાનસભાના સભ્યો રહેશે.
• સામાજિક હિસાબ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક, આર્થિક રીતે પછાત વર્ગના લોકો સુધી યોજનાઓના લાભ પહોંચે છે કે નહિ તે તપાસવાનું રહેશે.
• ન્યાય પંચાયતની સુવિધા ગામમાં જ હોવી જોઈએ. જેથી બંને પક્ષોનું સમાધાન ત્યાં જ થાય.
• રાજ્ય સરકાર દ્વારા પંચાયતી રાજની સંસ્થાઓને બરતરફ નહિ કરી શકાય અને જો કરવામાં આવે તો છ મહિનાની અંદર નવી પંચાયત માટે ચૂંટણી થવી જોઈએ.
• સામાજિક ઓડિટની વ્યવસ્થા કરવી જોઈએ.
• રાજ્યમાં પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી અધિકારીના પદની નિમણૂક કરવી જોઈએ.
• તે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સાથે પરામર્શ કરી ચૂંટણીની કામગીરી હાથ ધરશે.
• પંચાયતની સંભાળ માટે મંત્રીની નિમણૂક કરવી જોઈએ.
• પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળવો જોઈએ.
• આ સમિતિનાં સૂચનો અમલમાં ન આવ્યાં કેમ કે તેની ભલામણો પર વિચારણા ચાલી રહી હતી ત્યાં જ જનતા સરકારનું પતન થયું. પરંતુ કર્ણાટક, પશ્ચિમ બંગાળ તથા આંધ્ર પ્રદેશે કેટલાંક સૂચનો પોતાના પંચાયતી રાજમાં ઉમેર્યાં છે અને અમલમાં પણ મૂક્યાં છે.
હનુમંત રાવ સમિતિ :
સ્થાપના : 1984
ભલામણો :
• જિલ્લા સ્તરની જિલ્લા પરિષદને આયોજન અને વિકાસનાં કાર્યો માટે મુખ્ય કેન્દ્ર બનાવવા જોઈએ.
• જિલ્લા સ્તરે યોજનાઓ અને કાર્યોને લગતી અલગ સંસ્થા હોવી જોઈએ. તેનું સંચાલન જિલ્લા કલેક્ટર દ્વારા થવું જોઈએ.
જી. વી. કે. રાવ સમિતિ :
સ્થાપના : 1985
સરકાર : રાજીવ ગાંધી
ભલામણો :
• આ સમિતિએ પંચાયતી રાજની વ્યવસ્થા માટે ચાર-સ્તરની ભલામણ કરી હતી.
• આ સમિતિના મત મુજબ રાજ્યસ્તર પર રાજ્ય વિકાસ પરિષદની રચના કરવી જોઈએ અને તેના અધ્યક્ષ મુખ્યમંત્રી રહેશે.
• જિલ્લા પંચાયત સ્તરે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા આર્થિક તથા સામાજિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરી છે.
• જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીના પદનું નિર્માણ કરવું જોઈએ અને તેને વિકાસને લગતાં કાર્યો કરવાં જોઈએ. તથા વિકાસને લગતા વિભાગો બનાવી દરેક વિભાગ માટે એક-એક પ્રમુખની નિમણૂક કરવી જોઈએ.
• પંચાયતની ચૂંટણી નિયમિત કરવી જોઈએ.
• વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ગ્રામસભાની બેઠક બોલાવવી જોઈએ.
• જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા ઓછી કરવી જોઈએ.
• જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તાલીમની સુવિધા હૈદરાબાદ ખાતે આવેલી ગ્રામીણ વિકાસ સંસ્થામાં કરવી જોઈએ.
• પંચાયતે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના કલ્યાણ માટે ઉપસમિતિની રચના કરવી જોઈએ.
• જી. વી. કે. રાવ સમિતિએ ચૂંટણીલક્ષી અભ્યાસ કર્યો તે મુજબ દેશના 11 જિલ્લાઓમાં પંચાયતી રાજની સંસ્થાઓમાં સમયસર ચૂંટણી થતી નથી.
જી. વી. કે. રાવ સમિતિ સંબંધિત મુખ્ય હકીકતો :
• આ સમિતિની રચના રાજીવ ગાંધીની સરકાર દરમિયાન 1985માં થઈ હતી. તેને “કાર્ડ સમિતિ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
• આ સમિતિની રચના આયોજન પંચ દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસ અને ગરીબી હટાવવાનો હતો.
• આ સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓની વહીવટી વ્યવસ્થાનો અભ્યાસ કરતા જણાવ્યું હતું કે પંચાયતી રાજની સંસ્થાઓ “નોકરશાહીકરણ” ના લીધે નબળી પડી છે.
• આ સમિતિએ પંચાયતી રાજની સંસ્થાઓને “મૂળિયાં વગરના ઘાસ” સાથે સરખાવી હતી.
એલ. એમ. સંઘવી સમિતિ :
સ્થાપના : જૂન, 1986
રિપોર્ટ : ડિસેમ્બર, 1986
સરકાર : રાજીવ ગાંધી
ભલામણો :
• પંચાયતી રાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો જોઈએ.
• પંચાયતને કર નાખવાની છૂટ આપવી જોઈએ.
• નાણાપંચ દ્વારા મળતાં નાણાં પંચાયતી રાજની સંસ્થાઓને સીધાં મળવાં જોઈએ.
• પંચાયતમાં પક્ષીય રાજનીતિ ન હોવી જોઈએ.
• ગ્રામ પંચાયતને વધુ મહત્ત્વ આપવું જોઈએ.
• ન્યાય પંચાયતની સ્થાપના કરવી જોઈએ.
• પંચાયતી રાજની સંસ્થાઓના વિવાદોનો ઉકેલ લાવવા માટે ટ્રિબ્યુનલની રચના કરવી જોઈએ.
• દરેક રાજ્યમાં રાજ્ય સ્થાનિક સ્વશાસન સંસ્થા તથા કેન્દ્રમાં રાષ્ટ્રીય સ્થાનિક સ્વશાસન સંસ્થા બનાવવી જોઈએ.
એલ. એમ. સંઘવી સમિતિ સંબંધિત મુખ્ય હકીકતો :
• પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે રાજીવ ગાંધી સરકારના સમયમાં આ સમિતિની સ્થાપના કરવામાં આવી.
• આ સમિતિનો ઉદ્દેશ્ય લોકતંત્રના વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં જરૂરિયાત પ્રમાણે સુધારા-વધારા સૂચવવાનો હતો.
• રિવાઈટલાઈઝેશન ઓફ પંચાયતી રાજ ઈન્સ્ટિટ્યૂશન ફોર ડેમોક્રેસી એન્ડ ડેવલપમેન્ટના વિષય પર આ સમિતિની રચના કરવામાં આવી હતી.
પી. કે. થુંગન સમિતિ
સ્થાપના : 1988
સરકાર : રાજીવ ગાંધી
• પી. કે. થુંગન સમિતિની સ્થાપના 1988 માં રાજીવ ગાંધીની સરકાર દરમિયાન થઈ હતી.
• આ સમિતિ એલ. એમ. સંઘવી સમિતિની પેટા સમિતિ છે.
ભલામણો :
• પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવો જોઈએ.
• પંચાયતોની ચૂંટણી નિયમિત થવી જોઈએ.
• જિલ્લા પંચાયતે વિકાસ અને આયોજનના કાર્યમાં ધ્યાન આપવું જોઈએ.
• જિલ્લા કલેક્ટરને જિલ્લા પંચાયતના કાર્યકારી અધિકારી બનાવવા જોઈએ.
• પંચાયતી રાજની સંસ્થાઓનો કાર્યકાળ 5 વર્ષનો કરવો જોઈએ.
પ્રમુખ તથ્યો
• પંડિત જવાહરલાલ નહેરુએ 2 ઓક્ટોબર, 1959 ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગદરી ગામથી ત્રિ-સ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરી. સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજનો સૌપ્રથમ અમલ 1959માં આંધ્ર પ્રદેશમાં થયો.
• 1960 દરમિયાન દેશના મોટા ભાગના દરેક રાજ્યોએ પંચાયતી રાજનો અમલ કર્યો હતો, પરંતુ દરેક રાજ્યમાં પંચાયતી રાજના માળખામાં ફેરફાર જોવા મળતો હતો. જેમ કે, રાજસ્થાને ત્રિ-સ્તરીય માળખું, તામિલનાડુએ દ્વિ-સ્તરીય માળખું તથા પશ્ચિમ બંગાળે ચાર સ્તરીય માળખું અપનાવ્યું હતું.
• રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં તાલુકા પંચાયત પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જિલ્લા પંચાયત પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પંચાયતી રાજ માટે રચાયેલ સમિતિઓ :
રસિકલાલ પરીખ સમિતિ :
સ્થાપના : 15 જુલાઈ, 1960
રિપોર્ટ : 13 ડિસેમ્બર, 1960
• 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ.
• ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી રસિકલાલ પરીખની અધ્યક્ષતામાં ગ્રામવિકાસ ખાતાના ઠરાવથી 15 સભ્યોની લોકશાહી વિકેન્દ્રીકરણ માટેની સમિતિની રચના કરવામાં આવી.
• આ સમિતિએ તેમનો રિપોર્ટ ડિસેમ્બર, 1960માં આપ્યો.
• પંચાયત માટે ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ઘડવામાં આવ્યો. જેના લીધે 1 એપ્રિલ, 1963 થી ગુજરાતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજનો અમલ થયો.
જાદવજી મોદી સમિતિ :
સ્થાપના : 22 જૂન, 1964
રિપોર્ટ : 31 જાન્યુઆરી, 1965
• 22 જૂન, 1964 ના રોજ પંચાયત અને આરોગ્ય વિભાગના ઠરાવથી જાદવજી મોદીની અધ્યક્ષતામાં 8 સભ્યોની ગુજરાત પંચાયત અધિનિયમ સુધારા સમિતિની રચના કરવામાં આવી.
• આ સમિતિએ એમનો રિપોર્ટ જાન્યુઆરી, 1965 માં આપ્યો.
• આ સમિતિની ભલામણથી ગુજરાત પંચાયત અધિનિયમ, 1961માં કેટલાક સુધારા કરવામાં આવ્યા.
ડાહ્યાભાઈ નાયક સમિતિ :
સ્થાપના : 31 જાન્યુઆરી, 1968
રિપોર્ટ : 27 જૂન, 1970
• પંચાયતી રાજનાં કાર્યોનું મૂલ્યાંકન કરતા પંચાયત અને આરોગ્ય વિભાગના ઠરાવથી ડાહ્યાભાઈ નાયકની અધ્યક્ષતામાં 31 જાન્યુઆરી, 1970માં આ સમિતિની રચના કરવામાં આવી.
• આ સમિતિએ પોતાનો રિપોર્ટ 27 જૂન, 1970 માં રજૂ કર્યો.
• આ સમિતિના અહેવાલ દરમિયાન રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું, તેથી તેના અહેવાલ પર કોઈ નિર્ણય લઈ શકાયો નહીં.
ઝીણાભાઈ દરજી સમિતિ :
સ્થાપના : 12 એપ્રિલ, 1972
રિપોર્ટ : 30 સપ્ટેમ્બર, 1972
• ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાની સરકાર દરમિયાન ઝીણાભાઈ દરજીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું.
• પંચાયતી રાજની પાયાની વ્યવસ્થામાં સુધારા કરવા તથા તેના કાયદામાં, નાણાકીય માળખામાં અને પદ્ધતિમાં ફેરફાર કરવા માટે આ સમિતિની રચના થઈ હતી.
• પંચાયત અને આરોગ્ય વિભાગના ઠરાવથી ઝીણાભાઈ દરજીની અધ્યક્ષતામાં એપ્રિલ, 1972 માં આ સમિતિની રચના કરવામાં આવી.
• આ સમિતિએ 30 સપ્ટેમ્બર, 1972 ના રોજ સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો.
• આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસીઓને, દલિતોને તથા પછાત વર્ગોને પૂરતું રક્ષણ આપવાનો હતો.
• ઈ.સ. 1973 દરમિયાન ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 માં ગ્રામ, નગર, તાલુકા, જિલ્લા પંચાયતોના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો.
ભલામણો :
• તમામ સ્તરોની પંચાયતમાં અને ખાસ કરીને સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ (સીધી) રીતે થવી જોઈએ.
• અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ઓછામાં ઓછી એક બેઠક અનામત રાખવી જોઈએ.
• ત્રણેય સ્તરો પર સામાજિક ન્યાય સમિતિની ફરજિયાત રચના કરવી જોઈએ.
• સમાધાન પંચની રચનામાં ફેરફાર કરવો જોઈએ.
• મહિલાઓ માટે 2 બેઠક અનામત રાખવી જોઈએ.
• ગ્રામસભાને વધુ મહત્ત્વ આપવું જોઈએ.
• ગ્રામ પંચાયત સિવાય તાલુકા-પંચાયત અને જિલ્લા-પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે થવી જોઈએ.
• બેવડા સભ્યપદ પર નિયંત્રણ મૂકવું જોઈએ.
રિખવદાસ શાહ સમિતિ :
સ્થાપના : 23 મે, 1977
રિપોર્ટ : 18 જુલાઈ, 1978
હેતુ :
• સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અને ગ્રામવિકાસને વધુ અસરકારક બનાવવા.
• ગુજરાત પંચાયત અધિનિયમમાં તથા પંચાયતોના બંધારણમાં સુધારાઓ સૂચવવા.
• પંચાયત, ગૃહનિર્માણ અને શહેરી વિકાસ વિભાગના ઠરાવથી મહેસાણા જિલ્લાના પંચાયત પૂર્વ પ્રમુખ રિખવદાસ શાહના અધ્યક્ષપણા હેઠળ 23 મે, 1977માં સમિતિની રચના કરવામાં આવી.
ભલામણો :
• ગ્રામસભા પર વધુ ભાર આપવો જોઈએ.
• બિનહરીફ ચૂંટણી માટે પ્રોત્સાહન આપવું એટલે કે સમરસ ગ્રામ પંચાયત થાય તેવા પ્રયત્નો કરવા.
• ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની સત્તા આપવી જોઈએ.
• પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવો જોઈએ.
પંચાયતી રાજના ઉદ્દેશ્યો :
પંચ ત્યાં પરમેશ્વરની ભાવનાનો વિકાસ
• પંચાયતના ચૂંટાયેલા સભ્યો પ્રામાણિકતાથી પોતાનું કર્તવ્ય બજાવે.
મહિલા સશક્તિકરણનો અભિગમ
• પંચાયતના ત્રણેય સ્તરમાં 50% અનામત (ગુજરાતમાં)
• 1/3 મહિલા અનામત ત્રણેય સ્તરમાં
સ્થાનિક સ્તરે લોક નેતાગીરીનું ઘડતર
• પંચાયતી રાજ એ સ્થાનિક સ્તરે લોકનેતાઓને તાલીમ અને ઘડતર માટેની પ્રયોગશાળા છે.
લોકશાહીની સ્થાનિક સ્તરે પદ્ધતિસરની તાલીમ
• પંચાયતોની બેઠક,સમિતિઓ, ગ્રામસભાઓ દ્વારા લોકશાહીની પદ્ધતિસરની તાલીમ મળી રહે છે.
સત્તાનું વિકેન્દ્રીયકરણ
• સ્થાનિક સ્તરે પંચાયતીધારામાં 29 વિષયો પંચાયતના વહીવટ હેઠળ મૂકી ખરેખર સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે.
પછાત વર્ગના ઉત્કર્ષનું કાર્ય
• ત્રણેય સ્તરે સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત બનાવી છે.
લોકજાગૃતિને પ્રોત્સાહિત કરવી
• સ્થાનિક પ્રશ્નોનો નિકાલ સ્થાનિક સ્તરે
સામૂહિક કાર્યોનો ઉકેલ
• ગ્રામ્યસ્તરે માળખાકીય સુવિધાઓ વધારવા માટે લોકફાળો તેમજ સામુદાયિક કાર્યોને વેગ મળ્યો છે.
પંચાયતી રાજ એ રાજ્ય વહીવટનો ભાગ બને
• રાજ્ય અને કેન્દ્રની યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા.
પંચાયતી રાજની મર્યાદાઓ :
• ગ્રામ્ય સ્તરે સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત હોવા છતાં આ સમિતિ તેમની અસરકારક ભૂમિકા ભજવી શકતી નથી.
• મોટા ભાગે મહિલા સરપંચમાં ગ્રામ પંચાયત વહીવટ સરપંચના પતિ દ્વારા થતો હોય છે.
• પંચાયતી ધારા અનુસાર પંચાયતના વહીવટ હેઠળ 29 વિષયો કાર્યરત છે પરંતુ સરકાર દ્વારા હજુ કેટલીક બાબતો પોતાના હસ્તક રખાઈ છે.
• આજે પંચાયતમાં લોકો દ્વારા દબાણ, મતોનું રાજકારણ, જ્ઞાતિવાદ જેવી અનેક સમસ્યાઓ પ્રવર્તે છે.
• ગ્રામ પંચાયતની ચૂંટણી એ પક્ષીય ધોરણે થતી નથી છતાં પણ કેટલાક રાજકીય નેતાઓ રાજકારણ ઘુસાડીને ગામનું વાતાવરણ દૂષિત કરે છે.
• આજે ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા તલાટીઓ હસ્તક બેથી ત્રણ ગામ હોવાને કારણે પંચાયતના વેરા-વસૂલીની કામગીરી નબળી પુરવાર થયેલી છે.
• વર્ષમાં ચારવાર ગ્રામસભા ભરાવવી જોઈએ તેવું નિયત કરેલું હોવા છતાં અમુક ગામોમાં આજે ગ્રામ સભાઓ વર્ષમાં એકાદવાર ભરાતી હોય છે. આ ગ્રામ સભામાં ગામના લોકોનું પ્રતિનિધિત્વ આજે ઘટતું જોવા મળે છે.
પ્રમુખ તથ્યો
• પંચાયતનાં વિવિધ સ્તરોની કામગીરી વિષયક કાર્યક્ષમતા સુધારવા તથા સરકારી તેમ જ અર્ધસરકારી સંસ્થાઓ વચ્ચે સંઘર્ષ ઓછો કરવા સરકારે રાષ્ટ્રપતિશાસન દરમિયાન જુલાઈ, 1976માં પંચાયત, ગૃહનિર્માણ અને શહેરી વિકાસ વિભાગની સ્થાપના કરી જેનો રિપોર્ટ સરકારને નવેમ્બર, 1976 માં આપવામાં આવ્યો.
• ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 પછી એટલે કે 1962 થી 1993 સુધીમાં કુલ 45 સુધારાઓ કરવામાં આવ્યા.
• 73મો બંધારણીય સુધારો, 1993નો 15 એપ્રિલ, 1994 થી થતાં ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 રદ થયો.
• ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ના ઘડતર સમયે ગુજરાતના મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ હતા.
ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ :
• 1 એપ્રિલ, 1963
• પંચાયતી રાજનો અમલ કરનારું ગુજરાત 8મુ રાજ્ય છે.
ગુજરાત પંચાયત ધારા 1961નો અમલ :
• કચ્છમાં : 15-04-1963
• ડાંગમાં : 01-06-1972
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.
– Education Vala