Prajamandal na Satyagrah – Gujaratno itihas – પ્રજામંડળના સત્યાગ્રહ – ગુજરાતનો ઈતિહાસ
રાજકોટ સત્યાગ્રહ
- રાજકોટમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને તેના દીવાન વીરાવાળાનું આપખુદ શાસન હતું.
- તેથી રાજકોટ પ્રજામંડળના અધિવેશનમાં ઈ.સ.1938માં જવાબદાર રાજતંત્રની માંગણી સાથે જૂગારના અખાડાઓ બંધ કરવાનું તથા ઈજારાશાહી બંધ કરવાનું અને 15% મહેસૂલનો ઘટાડો કરવાની લોકોએ માંગણી કરી હતી. રાજકોટના રાજાએ તેનો ઈન્કાર કર્યો.
- લોકોનો રોષ વધતાં મહેસૂલ 18% કરવામાં આવ્યું અને ઈજારાશાહી પણ નાબૂદ કરવા માટે રાજા સહમત થયા.
- દીવાન વીરાવાળાએ રાજીનામું આપ્યું તેની જગ્યાએ નવા દીવાન કેડલે આવ્યા.
- સરદાર પટેલે 3 અધિકારી તથા 7 પ્રજાકીય સભ્યોની કાઉન્સિલ બનાવવાની માંગણી કરી જેનો કેડલેએ સ્વીકાર કર્યો.
- સરદાર પટેલે 7 સભ્યોની યાદી મોકલાવી પરંતુ રાજયના પોલિટિક્લ એજન્ટ ગિબસને નામોમાં ફેરફારો કરી દીધા અને લોકો પર જુલમ ગુજારવા લાગ્યા.
- ગાંધીજીએ મણિબેન પટેલ અને કસ્તુરબાને રાજકોટ તપાસ કરવા માટે મોકલ્યા.
- 27 ફેબ્રુઆરી, 1939ના રોજ ગાંધીજી પોતે રાજકોટ આવ્યા.
- કાઉન્સિલની રચના અંગે મતભેદ દૂર ન થતાં ગાંધીજી 3 માર્ચ, 1939ના રોજ ઉપવાસ પર બેઠા.
- આ ઉપવાસની અસર બિહાર, મધ્યપ્રાંત અને મુંબઈમાં ત્યાંના કોંગ્રેસના પ્રધાનમંડળે રાજીનામુ આપવા ધમકી આપી.
- આખરે લિનલિથગો સુધી વાત પહોંચી અને કેસને દિલ્હીના ચીફ જસ્ટીસ મોરીસગ્વાયર ને સોંપવામાં આવ્યો ત્યારે ગાંધીજીએ ઉપવાસ છોડયા.
- સરદાર પટેલે આપેલી 7 જણાની યાદી માન્ય રાખી. પરંતુ ભાયાતો, મુસલમાનો અને હરિજનોની કેટલી સીટો રાખવું તે વિશે મતભેદ થયો. મહમદ અલી ઝીણા અને ડો. આંબેડકરે પણ આમા ભાગ લેતાં સમસ્યા વિકટ બની.
- ગાંધીજીએ આખરે નમતું જોખ્યું પોતાની હાર સ્વીકારી લીધી અને પ્રશ્નનું નિરાકરણ થયું નહિ.
- આખરે 40 ચૂંટાયેલા સભ્યોની પ્રતિનિધિમાં સભા રચાઈ જેમાં ચૂંટાયેલા સભ્યોમાં મુસલમાન, ગરાસિયા અને પછાત વર્ગને 14 સીટો ફાળવવામાં આવી.
લીંમડી સત્યાગ્રહ
- લીંમડી રાજયની અડધી આવકનો હિસાબ મળતો નહોતો.
- તેથી રસીકલાલ પરીખે રાજ્યમાં જવાબદાર રાજતંત્રની માગણી કરી અને 24 ડિસેમ્બર, 1938ના રોજ લીંબડી પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી.
- લીંમડી પ્રજામંડળે 1 જાન્યુઆરી, 1939ના રોજ દરબાર ગોપાળદાસની આગેવાની હેઠળ “કાઠિયાવાડ રાજકીય પરિષદ” લીંમડીમાં બોલાવી.
- પ્રજામંડળના કાર્યકારો પર તથા તેમના કુટુંબીજનોને માર મારવામાં આવતાં લોકો જોરાવર નગર અને વઢવાણમાં જઈને વસ્યા. આખરે ઠાકોર અને તેના પુત્રનું આવસાન થતાં પ્રજામંડળ સાથે સમાધાની કરવામાં આવી.
- આ સત્યાગ્રહમાં ચંચળબેન દવે, લીલાવતી, પૂર્ણિમાબેન પકવાસા, ભક્તિ લક્ષ્મી દેસાઈ, રૂક્ષમણીબેન આચાર્ય વગેરે મહિલાઓએ ભાગ લીધો હતો.
ભાવનગર સત્યાગ્રહ
- ભાવનગરમાં દીવાન પ્રભાશંકર પટ્ટણી રાજકોટની લડત પરથી શીખીને ધારાસભા રચવાની જાહેરાત પહેલાં જ 30 એપ્રિલ, 1939 ના રોજ કરી દીધી.
- આ જાહેરાત લોકોને બનાવટી લાગતાં 14 મે 1939 ના રોજ સરદાર પટેલના પ્રમુખપણામાં પ્રજા પરિષદ ભરી. આ પરિષદમાં હાજરી આપવા આવેલા સરદાર પટેલ પર નગીના મસ્જિદ માંથી મુસલમાનોએ હુમલો કર્યો.
- આત્મારામભાઈ સરદાર પટેલને બચાવવા જતાં ઘવાયા હતાં અને બચુભાઈ તથા વીરજીભાઈ મરણ પામ્યા.
- આ હુમલામાં મુસ્લિમ લીગના નેતા ચુંદરીગરનો હાથ હતો એમ માનવામાં આવે છે.
- સરકારે ધરપકડ કરી અને 2 જણાને ફાંસી તથા 13 જણાને કેદની સજા આપવામાં આવી.
- ઈ.સ. 1941માં મહારાજા કૃષ્ણકુમારજીએ 52 સભ્યોની ધારાસભા રચી પરંતુ અસંતોષ પ્રજાએ તેને “રાધાસભા” નું નામ આપ્યું.
- ભાવનગર રાજ્યે શાહુકારોનું દેવું ચૂકવી ખેડૂતોને રાહત આપતી ભારતની પ્રથમ “કરજ કમિટી“ની રચના કરી.
વડોદરા પ્રજામંડળ
- વડોદરામાં પ્રજામંડળની સ્થાપના ઈ.સ.1916 માં થઈ હતી અને ડબકામાં શિકાર ખાતું પણ ચાલું કર્યું હતું.
- ઈ.સ.1905 માં વડોદરામાં ધારાસભાની સ્થાપના થઈ પરંતુ તેમાં યોગ્ય કાર્યવાહી થતી ન હતી.
- વડોદરા રાજ્યમાં દારૂબંધી દાખલ કરવાની પ્રજામંડળે માંગણી કરી પણ રાજ્યે તેના તરફ ધ્યાન આપ્યું નહિં.
- પરિણામે અસંતોષ પ્રજાએ 28 ઓકટોબર, 1938 ના રોજ સરદાર પટેલની આગેવાની હેઠળ પ્રજામંડળનું સંમેલન ભરાયું તેમા મહેસૂલ ઘટાડવાની માંગણી કરવામાં આવી.
- રાજ્યે 20 લાખની મહેસૂલની રકમ ઘટાડી અને ધારાસભ્યોની સંખ્યા અને ચુંટાયેલા સભ્યોની સંખ્યા વધારી.
- 20 માર્ચ, 1939 ના રોજ સરદારજીના સન્માનમાં નીકળેલા સરઘસ પર પથ્થરનો હુમલો થયો અને સરદારજીનું અપમાન કરવામાં આવ્યું.
- તેમ છતાં અલકાપુરીમાં બીજા દિવસે સભા કરી.
- ઈ.સ.1940 માં યોજાયેલી ચૂંટણીમાં પ્રજામંડળને ઝળહળતો વિજય મળ્યો.
જૂનાગઢ પ્રજામંડળ
- જૂનાગઢ પ્રજામંડળના પ્રમુખ નરહરિપ્રસાદ કે. નાણાવટી હતા.
- તેઓની રાજકીય સુધારણા તથા વેપારીઓને મુશ્કેલીઓ દૂર કરવાની રાજય પાસે માંગણી કરી.
- શરૂઆતમાં રાજયની હદ બહાર “કાઠિયાવાડ રાજકીય પરિષદ” યોજવામાં આવતી હતી તેમાં લોકો તેમાં ઉત્સાહભેર ભાગ લેતા હતા.
- 11 ડિસેમ્બર, 1938 ના રોજ જૂનાગઢના નવાબે કેટલીક માંગણીઓ સ્વીકારી અને જવાબદાર રાજતંત્ર માટે વહીવટી સુધારણા સમિતિ નીમી પરંતુ આ સમિતિની રચના કોમવાદના પાયા પર રચાઈ હતી તેથી પ્રજામંડળે તેનો બહિષ્કાર કર્યો. પ્રજામંડળે જૂનાગઢ રાજ્યમાં દેખાવો કર્યા અને હળતાલ પાડી.
- અંગ્રેજ સરકાર પણ સમિતિને સહકાર આપતી હતી.
- પ્રજામંડળે 10 જાન્યુઆરી, 1939ના રોજ “માગણીનો દિવસ” તરીકે ઉજવ્યો.
- નવાબે 203 નંબરનું ફરમાન બહાર પાડી આગેવાનોની ધરપકડ કરીને પ્રજામંડળને ગેરકાનૂની જાહેર કર્યું.
- મુસ્લિમોએ પ્રજામંડળથી અલગ થઈ “જમિયતુલ મુસલમીન” નામની સંસ્થા સ્થાપી.
- રાજકોટની ચળવળમાંથી ગાંધીજી ખસી ગયાં તેથી જુનાગઢ પ્રજામંડળમાં પણ ઉત્સાહની ઓટ આવવા લાગી.
- રાજયમાં હિંદુ-મુસલમાન વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળ્યું.
- સપ્ટેમ્બર, 1939 નાં બીજા વિશ્વયુદ્ધની જાહેરાત થતાં દેશમાં રાજયોની જવાબદાર રાજતંત્ર માટે ચળવળો મંદ પડી ગઈ.
- 3 સપ્ટેમ્બર, 1939ના રોજ વાઈસરોય (લીનલીથ ગો) ભારતના કોઈપણ નેતાને કે સંસ્થાને પૂછયા વિના ભારતને પણ યુદ્ધમાં જોડાયેલું છે એમ જાહેર કરી દીધું.
- 12 ઓગસ્ટ, 1940ના રોજ હવે વ્યક્તિગત સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જાહેરાત કરી અને સરકારને યુદ્ધ સમયે મદદ કરવાની હાકલ કરી.
માણસા સત્યાગ્રહ
- ઈ.સ.1937માં મહેસાણા જિલ્લાના માણસા રાજ્યમાં દર દશ વર્ષ પછી મહેસૂલની આકારણી કરવામાં આવતી અને બે થી અઢી ગણી મહેસૂલ વધારી દીધી.
- રાજા લોકોને વેઠ પણ કરાવતા હતા તેથી લોકોએ મહેસૂલ ભરવા ના પાડી અને અસહકારની ચળવળમાં જોડાયા.
- બળજબરીથી મહેસૂલ વસુલાતી તેથી લોકો હેરાન થઈને વડોદરા રાજ્યના મકાખાડ સ્ટેશનમાં વસ્તી નાખી.
- માણસા સત્યાગ્રહના આગેવાન પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ (રવિશંકર વ્યાસ)ના દ્વારા તપાસ થઈ અને તેથી “ભાગબટાઈ પદ્ધતિ” દાખલ કરવા અને મહેસૂલ ઘટાડવા માટે રાજ્યને વિનંતી કરી.
- પરંતુ માણસા રાજ્યના દિવાન ગિરધરલાલે તેનો ઈન્કાર કર્યો, એટલું જ નહિ પણ જપ્તિ, દંડ કે મારઝુડ પણ કરી.
- જાન્યુઆરી, 1938 થી લોકોએ અસહકારની લડત શરૂ કરી.
- સાદરા પોલિટિકલએંજટે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું અને મહેસૂલમાં ઘટાડો કરવામાં આવ્યો.
ઈડર પ્રજામંડળ
- ઈડરમાં એકી ચળવળના નેતા ઈડર પ્રજામંડળ મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ ભીલોનું સંગઠન રચાયું અને તેમણે ઈડર મેવાડ તથા દાંતા રાજ્યોના રાજાઓએ પ્રજા પર ગુજારેલા ત્રાસ સામે બળવો કર્યો. ઈડર રાજ્યે તેને દબાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આખરે તેને સમાધાન કરવાની ફરજ પડી.
- ઈડર રાજ્યના જુલમી શાસનને કારણે ઈ.સ.1935માં ફેબ્રુઆરી માસમાં ઈડર પ્રજામંડળની રચના થઈ ઈડરના જુલમના સમાચાર “સૌરાષ્ટ્ર”, “હિન્દુસ્તાન પ્રજામંડળ” અને “બોમ્બે ક્રોનિકલ”માં છપાતાં ઈડર રાજ્યનો દંભ ખુલ્લો પડ્યો.
- ગંગારામ શુકલની રાજ્યે જમીન જપ્ત કરી અને જેલની સજા કરી. મોડાસાના મથુરદાસ ગાંધીએ સક્રિય નેતૃત્ત્વ કર્યું. સરઘસો કાઢ્યા પિકેટિંગ કરી પરદેશી કાપડની હોળી કરી.
પરીક્ષાલક્ષી પ્રશ્નો
- રાજકોટમાં સત્યાગ્રહ ક્યારે થયો ? શા માટે ?
- ઈ.સ.1939 – રાજકોટના રાજા ધર્મેન્દ્રસિંહ ઠાકોરના આપખુદશાહીના કારણે
- રાજકોટનો સત્યાગ્રહનો કેસ લિનલીથગોએ કોને સોંપ્યો હતો ?
- મોરીસ ગ્વાયર
- રાજકોટ કાઉન્સિલમાં સરદાર પટેલે કેટલા પ્રજાકીય સભ્યો રાખવાની માંગણી કરી હતી ?
- સાત
- લીંમડી પ્રજા મંડળની સ્થાપના ક્યારે થઈ હતી ?
- 24 ડિસેમ્બર, 1938
- લીંમડીમાં જવાબદાર રાજતંત્રની માંગણી કોણે કરી હતી ?
- રસીકલાલ પરીખ
- જાન્યુઆરીના રોજ લીંબડીમાં “કાઠીયાવાડી રાજકીય પરિષદ” કોની આગેવાની હેઠળ યોજાયું ?
- દરબાર ગોપાળદાસ
- “શાહુકારમાં દેવામાંથી ખેડૂતોને રાહત આપવા માટે ભારતના સૌપ્રથમ “ધારાસભા” કોને રચી હતી ? ક્યારે ?
- ભાવનગરના રાજા કૃષ્ણકુમારજીએ,1941
- પ્રજા પરિષદમાં હાજરી આપવા જતા સરદાર પટેલ પર ક્યાં હુમલો થયો ? ક્યારે ?
- ભાવનગર, 14 મે, 1939
- ભાવનગર પ્રજા પરિષદમાં હાજરી આપવા જતા સરદાર પટેલને બચાવવા જતા કોણ ઘવાયા હતા ?
- આત્મારામભાઈ
- ભાવનગરના પ્રજા પરિષદના હુમલામાં કોણ અવસાન પામ્યાં ?
- બચુભાઈ અને વીરજીભાઈ
- ભાવનગરના પ્રજા પરિષદના હુમલામાં મુસ્લિમ લીગના ક્યાં નેતાનો હાથ હતો એમા માનવામાં આવે છે ?
- ચુંદરીગર
- માણસા સત્યાગ્રહના આગેવાન કોણ હતા ?
- પંડિત રવિશંકર મહારાજ
- જુનાગઢ પ્રજામંડળના પ્રમુખ કોણ હતાં ?
- નરસિંહપ્રસાદ કે.નાણાવટી
- જુનાગઢ પ્રજામંડળે “માંગણીનો દિવસ” તરીકે ક્યારે ઉજવણી કરી ?
- 10 જાન્યુઆરી, 1939
- સામંતશાહી અત્યાચારો સામે એકી ચળવળ કોણે શરૂ કરી હતી ?
- મોતીલાલ તેજાવત
- ઈડર પ્રજામંડળની સ્થાપના ક્યારે થઈ હતી ?
- ઈ.સ.1935