Sangh ane rajyo hethalni sevao – Bharatnu Bandharan

Sangh ane rajyo hethalni sevao – Bharatnu Bandharan – સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ – ભારતનું બંધારણ

  • ભારતીય બંધારણના ભાગ 14માં અનુચ્છેદ 308થી 323માં સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ અંગેની જોગવાઈ આપવામાં આવી છે.
  • અનુચ્છેદ 308થી 314માં સેવા સંબંધી જોગવાઈઓ આપવામાં આવી છે.

સેવા સંબંધી જોગવાઈઓ

અનુચ્છેદ 309 : સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતો

  • અનુચ્છેદ 309 મુજબ સંઘ અથવા રાજ્યના કામકાજ સાથે સંકળાયેલી સરકારી નોકરીમાં જોડાનાર વ્યક્તિની સેવાની શરતોનું નિયમન સંસદ અથવા રાજ્યનું વિધાનમંડળ કાયદા દ્વારા કરી શકશે.
  • જ્યાં સુધી સંસદ અથવા રાજ્યનું વિધાનમંડળ કાયદો ન બનાવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ સેવાની શરતો સંબંધી નિયમો બનાવી શકશે.
  • સરકારી નોકરીઓમાં સેવા સંબંધી શરતોમાં પગાર, ભથ્થાં, પગાર વધારો, પેન્શન, બઢતી, બદલી, રજાઓ, કર્મચારીને દૂર કરવાની પદ્ધતિ, વિવિધ અધિકારો, નિવૃત્તિ બાદના લાભો, કામનો સમય વગેરેનો સમાવેશ થાય છે.

અનુચ્છેદ 310 : સંઘની અથવા રાજ્યની નોકરી કરતી વ્યક્તિઓના હોદ્દાની મુદત

  • અનુચ્છેદ 310 મુજબ સંઘની સંરક્ષણ સેવાની અથવા સંરક્ષણ સાથે સંબંધ ધરાવતી કોઈ જગ્યા અથવા સિવિલ સેવા અથવા અખિલ ભારતીય સેવા સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહેશે.
  • રાજ્યની સિવિલ (મુલ્કી) સેવાની કોઈ વ્યક્તિ રાજ્યના રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહેશે.
  • રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી સરકારી નોકરીના પદ પર રહી શકાય તે સિદ્ધાંતને “Doctrine of Pleasure” (આનંદનો સિદ્ધાંત) કહે છે. આ મોતનો ખ્યાલ બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે.
  • અનુચ્છેદ 310 નીચેના પદોને લાગુ પડતો નથી.
    • સુપ્રીમ કોર્ટના જજ
    • હાઈકોર્ટના જજ
    • કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)
    • મુખ્ય ચૂંટણી કમિશનર
    • લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો

અનુચ્છેદ 311 : સેવામાંથી બસ્તરફ અથવા દૂર કરવા બાબત

  • આ અનુચ્છેદ સરકારી કર્મચારીઓને પદની સુરક્ષા આપવા અંગેની જોગવાઈ કરે છે.
  • અનુચ્છેદ 311 મુજબ…
  • કોઈ સરકારી કર્મચારી (લોક સેવક)ને જેના દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હોય તેના દ્વારા અથવા તેનાથી ઉપરના અધિકારી દ્વારા પદ પરથી દૂર કરી શકાશે, જેના દ્વારા નિમણૂક કરવામાં આવી હોય તેના કરતા નીચેની ક્રમના અધિકારી દ્વારા દૂર કરી શકાશે નહિ.

અનુચ્છેદ 312 : અખિલ ભારતીય સેવાઓ

સામાન્ય સમજૂતી

  • અખિલ ભારતીય સેવાના સભ્યોની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય છે, પરંતુ તેઓ વિવિધ રાજ્યોમાં રાજ્ય કેડર અંતર્ગત સેવા આપે છે. અખિલ ભારતીય સેવાના સભ્યો નિમણૂક પામી ચોક્કસ સમય માટે કેન્દ્ર સરકારમાં સેવા આપી શકે છે. કેન્દ્રની કોઈ અલગથી કેડર હોતી નથી.
  • સરદાર વલ્લભભાઈ પટેલ અખિલ ભારતીય સેવાના પ્રમુખ સમર્થક હતા. આથી તેઓને અખિલ ભારતીય સેવાના જનક કહેવામાં આવે છે.
  • સરદાર વલ્લભભાઈ પટેલે 21 એપ્રિલ,1947ના રોજ સિવિલ સેવકોની બેચને સંબોધિત કરી હતી. સરદાર પટેલે સિવિલ સેવકોને “સ્ટીલ કેમ ઓફ ઈન્ડિયા” ગણાવ્યા હતા તેમજ તેઓને રાજકારણથી અલગ રહેવા અનુરોધ કર્યો હતો.
  • વર્ષ 2006થી 21 એપ્રિલને “સિવિલ સર્વિસ દિવસ” તરીકે ઊજવવાની શરૂઆત કરવામાં આવી છે.
  • હાલમાં ત્રણ પ્રકારની અખિલ ભારતીય સેવાઓ છે.
    1. ભારતીય વહીવટી સેવા (IAS)
    2. ભારતીય પોલીસ સેવા (IPS)
    3. ભારતીય વન સેવા (IFS)
  • વર્ષ 1947માં ભારતીય સિવિલ સેવા (ICS)ના સ્થાને ભારતીય વહીવટી સેવા (IAS) તેમજ ભારતીય પોલીસના સ્થાને ભારતીય પોલીસ સેવા (IPS) કરવામાં આવ્યું. વર્ષ 1966માં ભારતીય વન સેવા (IFS) શરૂ કરવામાં આવી.
  • અખિલ ભારતીય સેવાના સભ્યોની ભરતી, સેવાની શરતો નક્કી કરવા અખિલ ભારતીય સેવા અધિનિયમ, 1951 બનાવવામાં આવ્યો છે.
  • અખિલ ભારતીય સેવાના સભ્યોની નિમણૂક અને તાલીમની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
  • સેવાનું નામ : IAS
    • તાલીમ કેન્દ્ર : લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસુરી
  • સેવાનું નામ : IPS
    • તાલીમ કેન્દ્ર : સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદ
  • સેવાનું નામ : IFS
    • તાલીમ કેન્દ્ર : દહેરાદૂન
Sangh ane rajyo hethalni sevao – Bharatnu Bandharan
  • અખિલ ભારતીય સેવાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત થાય છે. તાત્કાલિક નિયંત્રણ રાજ્ય સરકાર દ્વારા તેમજ અંતિમ નિયંત્રણ કેન્દ્ર સરકાર દ્વારા થાય છે.
  • સેવાનું નામ : IAS
    • સંબંધિત મંત્રાલય : કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય
  • સેવાનું નામ : IPS
    • સંબંધિત મંત્રાલય : ગૃહ મંત્રાલય
  • સેવાનું નામ : IFS
    • સંબંધિત મંત્રાલય : પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
Sangh ane rajyo hethalni sevao – Bharatnu Bandharan – સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ – ભારતનું બંધારણ

બંધારણીય જોગવાઈઓ

  • બંધારણના પ્રારંભે ભારતીય વહીવટી સેવા (IAS) અને ભારતીય પોલીસ સેવા (IPS) અસ્તિત્વમાં હતી. વર્ષ 1966માં ભારતીય વન સેવા (IFS)ને અખિલ ભારતીય સેવા બનાવવામાં આવી.
  • અનુચ્છેદ 312 મુજબ નવી અખિલ ભારતીય સેવા રાજ્યસભા ઠરાવ પસાર કરાવીને કરી શકશે. રાજ્યસભા રાષ્ટ્રહિતમાં હાજર રહેલા સભ્યોના 2/3 સભ્યોની સહમતીથી નવી અખિલ ભારતીય સેવા શરૂ કરી શકશે. આ અખિલ ભારતીય સેવામાં અખિલ ભારતીય ન્યાયિક સેવાનો પણ સમાવેશ થાય છે.
  • સંસદ અખિલ ભારતીય સેવામાં જોડાનારા સભ્યો માટે ભરતી અને સેવા અંગેના નિયમો કાયદા દ્વારા નક્કી કરી શકશે. આ માટે સંસદે 1951માં કાયદો તૈયાર કર્યો હતો.
  • અનુચ્છેદ 312 મુજબ તાબાની અદાલતોમાં જિલ્લા ન્યાયધીશોની નિમણૂક માટે અખિલ ભારતીય ન્યાયિક સેવા શરૂ કરવામાં આવે તો તેના માટે અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારો કરવાની જરૂર નથી.
  • 28મા બંધારણીય સુધારા, 1972 દ્વારા બંધારણમાં અનુચ્છેદ 312 A ઉમેરવામાં આવ્યો, જેમાં જોગવાઈ કરવામાં આવી કે બંધારણના અમલ પહેલા લોકસેવામાં જોડાયેલા સભ્યોની સેવા શરતોમાં સંસદ કાયદા દ્વારા ફેરફાર કરી શકશે.

તથ્યો (Facts)

  • 1864માં સત્યેન્દ્રનાથ ટાગોર સિવિલ સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય બન્યા હતા.
  • IAS અધિકારીઓમાં કેબિનેટ સેક્રેટરી સૌથી ઉપરનું પદ હોય છે.
  • ભારતના પ્રથમ કેબિનેટ સેક્રેટરી આર. પિલ્લાઈ હતા (1950-53)
  • ભારતના પ્રથમ મહિલા IAS અધિકારી અન્ના જ્યોર્જ મલ્હોત્રા હતા.
  • બેનો ઝેફીન સંપૂર્ણ અંધ IFS અધિકારી હતા.
  • કિરણ બેદી પ્રથમ મહિલા IPS અધિકારી હતા.

Leave a Comment

error: Content is protected !!