સરકાર | Sarkar

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 15. સરકાર | Sarkar ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.

Table of Contents

સરકાર સ્વાધ્યાય | Sarkar swadhyay

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

  • સરકારની જરૂર શા માટે છે ?
    • દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે.
    • દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે.
    • સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે.
    • લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોકકલ્યાણનાં કાર્યો કરે છે. આમ, દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે.
  • સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે ?
    • સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે :
      1. લોકશાહી સરકાર,
      2. સામ્યવાદી સરકાર અને
      3. રાજાશાહી સરકાર.
  • દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે ?
    • દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર જોવા મળે છે :
      1. લોકશાહી સરકાર,
      2. સામ્યવાદી સરકાર,
      3. સરમુખત્યારશાહી સરકાર અને
      4. રાજાશાહી સરકાર.
  • આપણા દેશમાં કયા પ્રકારની શાસનવ્યવસ્થા જોવા મળે છે ?
    • આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા છે.
  • રોડમાં આવેલા કળા અને સફેદ પટ્ટાઓ ક્યા નામે ઓળખાય છે ?
    • ઝેબ્રા ક્રોસિંગ / ઝિબ્રા ક્રોસિંગ

2. યોગ્ય જોડકાં જોડો :

(1) રાજ્ય સરકાર(a) એક જ વ્યક્તિ શાસન કરે છે.
(2) સ્થાનિક સરકાર(b) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.
(3) રાષ્ટ્રીય સરકાર(c) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે.
(4) રાજાશાહી સરકાર(d) સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.

જવાબ : (1-d), (2-c), (3-b), (4-a)

(1) રાજ્ય સરકાર(d) સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.
(2) સ્થાનિક સરકાર(c) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે.
(3) રાષ્ટ્રીય સરકાર(b) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.
(4) રાજાશાહી સરકાર(a) એક જ વ્યક્તિ શાસન કરે છે.

3. યોગ્ય કારણ આપો :

  1. લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
    • અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર. (Government of the people, for the people and by the people. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઈચ્છા (લોકમત) અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો, સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ, લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે, લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
  2. લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી.
    • રાજાશાહીમાં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે. તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે. તેમાં રાજાની ઇચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી.
  3. સરકાર કાયદામાં ફેરફાર કરે છે.
    • લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને, લોકોની ઈચ્છા-લોકમત-અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે.
  4. બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ધોંધાટ કરાય નહિ.
    • બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ધોંધાટ કરવાથી ડ્રાઈવરનું ધ્યાન વિચલિત થાય છે જેના કારણે મોટી દુઘર્ટના પણ ઘટી શકે છે. એટલા માટે બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહિ.

4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

  1. લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે.
    • ખરું
  2. રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે.
    • ખરું
  3. અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.
    • ખરું
  4. ટ્રાફિક લાઈટનાં લાલ લાઈટ આગળ વધવાનો સંકેત છે.
    • ખોટું
  5. સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહિ.
    • ખરું

Sarkar PDF download

સરકાર
(PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.)

Other Chapter PDF Download

ક્રમજે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો
14વિવિધતામાં એકતા
13ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન
12નકશો સમજીએ
11ભૂમિસ્વરૂપો
10પૃથ્વીનાં આવરણો
09આપણું ઘર : પૃથ્વી
08ભારતવર્ષની ભવ્યતા
07ગુપ્તયુગ અને અન્ય શાસકો
06મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
05શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
04ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
03પ્રાચીન નગરો અને ગ્રંથો
02આદિમાનવથી સ્થાયી જીવનની સફર
01ચાલો, ઈતિહાસ જાણીએ

FAQ’s About સરકાર | Sarkar

સરકારની જરૂર શા માટે છે ?

દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે.
દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે.
સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે.
લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોકકલ્યાણનાં કાર્યો કરે છે. આમ, દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે.

સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે ?

સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે :
લોકશાહી સરકાર,
સામ્યવાદી સરકાર અને
રાજાશાહી સરકાર.

દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે ?

દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર જોવા મળે છે : લોકશાહી સરકાર,
સામ્યવાદી સરકાર,
સરમુખત્યારશાહી સરકાર અને
રાજાશાહી સરકાર.

આપણા દેશમાં કયા પ્રકારની શાસનવ્યવસ્થા જોવા મળે છે ?

આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા છે.

રોડમાં આવેલા કળા અને સફેદ પટ્ટાઓ ક્યા નામે ઓળખાય છે ?

ઝેબ્રા ક્રોસિંગ / ઝિબ્રા ક્રોસિંગ

લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.

અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર. (Government of the people, for the people and by the people. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઈચ્છા (લોકમત) અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો, સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ, લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે, લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.

લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી.

રાજાશાહીમાં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે. તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે. તેમાં રાજાની ઇચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી.

સરકાર કાયદામાં ફેરફાર કરે છે.

લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને, લોકોની ઈચ્છા-લોકમત-અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે.

બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ધોંધાટ કરાય નહિ.

બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ધોંધાટ કરવાથી ડ્રાઈવરનું ધ્યાન વિચલિત થાય છે જેના કારણે મોટી દુઘર્ટના પણ ઘટી શકે છે. એટલા માટે બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહિ.

લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે.

ખરું

રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે.

ખરું

અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.

ખરું

ટ્રાફિક લાઈટનાં લાલ લાઈટ આગળ વધવાનો સંકેત છે.

ખોટું

સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહિ.

ખરું

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

2 thoughts on “સરકાર | Sarkar”

Leave a Comment

error: Content is protected !!