અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 5. શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર | Shantini shodhma buddh ane mahavir ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.
શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર સ્વાધ્યાય | Shantini shodhma buddh ane mahavir swadhyay
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
- ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
- બોધિગયા
- સારનાથ
- કુશીનારા
- કપિલવસ્તુ
- ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા ?
- લુમ્બિની
- કપિલવસ્તુ
- કુશીનારા
- સારનાથ
- મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?
- ત્રિશલાદેવી
- માયાદેવી
- યશોદા
- યશોધરા
- મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો ?
- કપિલવસ્તુ
- કુંડગ્રામ
- સારનાથ
- પાવાપુરી
- મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો ?
- પાલિ
- પ્રાકૃત અને અર્ધમાગ્ધી
- પ્રાકૃત અને પાલિ
- પાલિ અને અર્ધમાગ્ધી
2. ટૂંકમાં ઉત્તર આપો :
- ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શો હતો ?
- ગૌતમ બુદ્ધનો ઉપદેશ નીચે પ્રમાણે હતો.
- આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદ્વિચારયુક્ત જીવન જીવવું જોઈએ.
- તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે.
- ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાનાં કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહિ.
- સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલાં જ સમ્માન અને અધિકાર આપવાં જોઈએ.
- પ્રાણીમાત્ર પર દયા રાખવી.
- મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શો હતો ?
- મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન (રત્નત્રયી)ના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ પાંચવ્રતોનો ઉપદેશ આપ્યો હતો :
- કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણીમાત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.
- હંમેશાં સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો.
- ક્યારેય પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી.
- જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો.
- જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
- જૈનધર્મએ કયાં પાંચ મહાવ્રતો આપ્યાં ?
- જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યા હતા
- (1) અહિંસા (2) સત્ય (3) બ્રહ્મચર્ય (4) અસ્તેય (ચોરી ન કરવી) (5) અપરિગ્રહ (સંગ્રહ ન કરવો)
3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
- બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.
- ખરું
- બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ.
- ખોટું
- બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું થયું હતું.
- ખોટું
4. યોગ્ય ઉત્તર આપો :
- ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી ?
- ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી :
- ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઈન્કાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે.
- તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ.
- બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ન હોવા જોઈએ.
- સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
- ગૌતમ બુદ્ધના સમયમાં કયાં અનિષ્ટ જોવા મળતાં હતાં ?
- ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં નીચે પ્રમાણેના અનિષ્ટો જોવા મળતાં હતાં :
- સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી.
- ઘણા બધા લોકો માંસાહારી હતા.
- હિંદુધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ગોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવો હતા.
- સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું.
Shantini shodhma buddh ane mahavir PDF Download
શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર (PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.) |
Other Chapter PDF Download
ક્રમ | જે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો |
---|---|
04 | ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા |
03 | પ્રાચીન નગરો અને ગ્રંથો |
02 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર |
01 | ચાલો, ઈતિહાસ જાણીએ |
FAQ’s About શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર | Shantini shodhma buddh ane mahavir
ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
સારનાથ
ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા ?
કુશીનારા
મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો ?
કુંડગ્રામ
મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો ?
પ્રાકૃત અને અર્ધમાગ્ધી
ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શો હતો ?
ગૌતમ બુદ્ધનો ઉપદેશ નીચે પ્રમાણે હતો.
આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદ્વિચારયુક્ત જીવન જીવવું જોઈએ.
તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે.
ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાનાં કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહિ.
સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલાં જ સમ્માન અને અધિકાર આપવાં જોઈએ.
પ્રાણીમાત્ર પર દયા રાખવી.
મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શો હતો ?
મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન (રત્નત્રયી)ના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ પાંચવ્રતોનો ઉપદેશ આપ્યો હતો :
કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણીમાત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.
હંમેશાં સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો.
ક્યારેય પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી.
જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો.
જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
જૈનધર્મએ કયાં પાંચ મહાવ્રતો આપ્યાં ?
જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યા હતા
(1) અહિંસા (2) સત્ય (3) બ્રહ્મચર્ય (4) અસ્તેય (ચોરી ન કરવી) (5) અપરિગ્રહ (સંગ્રહ ન કરવો)
બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.
ખરું
બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ.
ખોટું
બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું થયું હતું.
ખોટું
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી ?
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી :
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઈન્કાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે.
તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ.
બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ન હોવા જોઈએ.
સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
ગૌતમ બુદ્ધના સમયમાં કયાં અનિષ્ટ જોવા મળતાં હતાં ?
ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં નીચે પ્રમાણેના અનિષ્ટો જોવા મળતાં હતાં :
સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી.
ઘણા બધા લોકો માંસાહારી હતા.
હિંદુધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ગોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવો હતા.
સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું.
2 thoughts on “શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર | Shantini shodhma buddh ane mahavir”