જો કે c પછી e કે i સિવાયના વર્ણ હોય તો c નો ઉચ્ચાર થાય છે.
D : Silent
g પહેલાનો d મોટેભાગે Silent હોય છે.
edge (એજ)
judge (જજ)
bridge (બ્રિજ)
ridge (રિજ)
budget (બજેટ)
knowledge (નોલેજ)
G : Silent
શબ્દને અંતે આવેલ n પહેલાનો g મોટેભાગે Silent હોય છે.
sign (સાઈન)
design (ડિઝાઈન)
assign (અસાઈન)
resign (રિઝાઈન)
feign (ફેઈન)
reign (રેઈન)
જો કે શબ્દને અંતે ન હોય તો g નો ઉચ્ચાર થાય છે જેમ કે resignation, signature માં g silent નથી.
કોઈ શબ્દના અંતિમ અક્ષરો gh, ght હોય તો g મોટે ભાગે silent હોય છે.
high (હાઈ)
sigh(સાઈ)
sight (સાઈટ)
fight (ફાઈટ)
light (લાઈટ)
night (નાઈટ)
H : Silent
નીચેના શબ્દોમાં સ્વર પહેલાંનો h Silent છે.
hour (અવર)
honour (ઓનર)
honest (ઓનેસ્ટ)
honorary (ઓનરી)
honorarium (ઓનરેરિઅમ)
honoree (ઓનરી)
heir (એર)
heiress (એરિસ)
શબ્દની શરૂઆતમાં w પછી આવતો h મોટેભાગે silent હોય છે.
when (વેન)
why (વાઈ)
wheat (વીટ)
what (વોટ)
which (વિચ)
K : Silent
n ની પહેલા આવેલો k Silent હોય છે.
knife (નાઈફ)
knock (નૉક)
knave (નેવ)
knot (નોટ)
knee (ની)
know (નો)
L : Silent
alm માંનો l મોટેભાગે silent હોય છે.
calm (કમ)
balm (બામ)
palm (પામ)
alms (આમ્સ)
Psalm (સામ)
alf માંનો l મોટેભાગે Silent હોય છે.
Half (હાફ)
calf (કફ)
half plural : halves ane calf નું plural calves માં પણ l silent છે.
half નું verb : halve માં પણ l silent છે.
K ની પહેલાનો l મોટેભાગે silent હોય છે.
walk (વોક)
talk (ટોક)
folk (ફોક)
chalk (ચોક)
નીચેનાં Modal Auxiliaries માં l silent છે.
would (વડ)
should (શુડ)
could (કુડ)
N : Silent
શબ્દના અંતે રહેલ mn માં n silent હોય છે.
autumn (ઓટમ)
hymn (હિમ)
column (કોલમ)
condemn (કન્ડેમ)
solemn (સોલમ)
P : Silent
n ની પહેલાનો p મોટેભાગે silent હોય છે.
pneumonia (ન્યૂમોનિયા)
penumaticss (ન્યુમેટિક્સ)
s પહેલાનો p મોટેભાગે silent હોય છે
Psycology (સાઈકોલોજી)
psalm (સામ)
psephology (સેફલોજી)
pseudo (સ્યુડો)
T : Silent
શબ્દમાં ch પહેલા આવતો t Silent હોય
catch (કેચ)
match (મેચ)
pitch (પિચ)
bitch (બિચ)
watch (વોચ)
fetch (ફેચ)
નીચેના શબ્દોમાં t Silent છે.
fasten (ફાસન)
hasten (હેસન)
often (ઓફન)
listen (લિસન)
soften (સોફન)
stle વાળા શબ્દોમાં t silent હોય છે.
hustle (હસલ)
bustle (બસલ)
castle (કાસલ)
whistle (વિસલ)
wrestle (રસલ)
wrestler (રેસલર)
W : Silent
r પહેલા આવતો w મોટેભાગે Silent હોય છે.
write (રાઈટ)
wrong (રોંગ)
wrath (રોથ)
wripper (વિપર)
wrestling (રેસલિંગ)
wretch (રેચ)
Pronunciation of Some Words
Article The
(a) : the / ધ :
before the word beginning with a consonant sound
વ્યંજનથી શરૂ થતા શબ્દની પહેલાં the નો ઉચ્ચાર ધ થાય છે. જેમ કે The cow. (ધ કાઉ)
(b) : the / ધી :
before the word beginning with a vowel sound.
સ્વરથી શરૂ થતા શબ્દની પહેલાં the નો ઉચ્ચાર ધિ / ધી થાય છે. જેમ કે The elephunt (ધી એલિફન્ટ)
Plural of Noun : s or es
(a) : નામના અંતિમ અક્ષરનો ઉચ્ચાર f (ફ), k (ક), p (પ), t(ટ) કે th (થ) થતો હોય તો નામને અંતે લાગતા “s” નો ઉચ્ચાર સ થાય છે. જેમ કે,
book – books (બુક્સ)
hat – hats (હેટ્સ)
belief – beliefs (બિલીફ્સ)
mouth : mouths (માઉથ્સ)
cap – caps (કેપ્સ)
(b) : નામના અંતિમ અક્ષરનો ઉચ્ચાર s, (સ), z (ઝ), કે j (જ) થતો હોય તો નામને અંતે લાગતા “s”કે “es” નો ઉચ્ચાર IZ (ઈઝ) થાય છે. જેમ કે,
ass – asses (એસિઝ)
prize – prizes (પ્રાઈઝિઝ)
judge – judges (જજિઝ)
(c) : નામના અંતિમ અક્ષરનો ઉચ્ચાર sh (શ), ch (ચ), x (એક્સ) થતો હોય તો નામને અંતે લગાડેલ પ્રત્યય “es” નો ઉચ્ચાર IZ (ઈઝ) થાય છે, જેમ કે
dish – dishes (ડિશિઝ)
box – boxes (બોક્સિઝ)
watch – watches (વોચિઝ)
(d) : ઉપરના (a), (b) અને (c) સિવાયના ઉચ્ચારના કિસ્સામાં “સ” કે “es” નો ઉપયોગ z (ઝ) થાય છે.
boy – boys (બોઈઝ)
degree – degrees (ડિગ્રીઝ)
apple – apples (એપલ્ઝ)
doctor – doctors (ડોક્ટર્ઝ)
Note : The Times of India માં Times નો ઉચ્ચાર શો થશે ?
ટાઈમ્સ કે ટાઈમ્ઝ ?
સાચો ઉચાર ટાઈમ્ઝ છે. ટાઈમ્સ નહીં.
Note : words ending in th
જેના અંતે th તેવા નામનું બહુવચન થતા th નો પણ ઉચ્ચાર બદલાય છે અને તેને લાગતા પ્રત્યયનો ઉચ્ચાર z (ઝ) થાય છે.
bath – (બાથ) – baths (બાધ્ઝ)
path – (પાથ) – paths (પાધ્ઝ)
house – (હાઉસ) – houses (હાઉઝીઝ)
અન્ય યાદ રાખવા જેવા ઉચ્ચારો
woman – વુમન – women (વિમિન)
s or es in Third person singular – verbs
ક્રિયાપદને ત્રિતિય પુરુષ એકવચનમાં “s” કે “es” પ્રત્યય લાગે છે. તેના ત્રણ અલગ અલગ ઉચ્ચાર થાય છે.
(a) : ક્રિયાપદના અંતિમ અક્ષરનો ઉચ્ચાર p (પ), k (ક), f (ફ), t (ટ), અને th (થ) થતો હોય તો “s” નો ઉચ્ચાર s (સ) થાય છે. જેમ કે,
look – looks (લુક્સ)
laugh – laughs (લાફસ)
sit – sits (સિટ્સ)
peep – peeps (પીપ્સ)
(b) : ક્રિયાપદના અંતિમ અક્ષરનો ઉચ્ચાર s (સ), z (ઝ), j (જ), ch (ચ), sh (શ), x (એક્સ) થતો હોય તો “s” કે “es” નો ઉચ્ચાર IZ (ઈઝ) થાય છે. જેમ કે,
dance – dances (ડાન્સિઝ)
watch – watches (વોચિઝ)
mix – mixes (મિક્સિઝ)
wash – washes (વોશિઝ)
buzz – buzzes (બઝિઝ)
pass – passes (પાસિઝ)
(c) : (a) અને (b) સિવાયના ઉચ્ચારવાળા ક્રિયાપદોમાં “s” કે “es” નો ઉચ્ચાર ઝ (ઝ) થાય છે. જેમ કે,
live – lives (લિવ્ઝ)
worry – worries (વરિઝ)
run – runs (રન્ઝ) રન્સ ખોટો ઉચ્ચાર છે.
Ed in past form or past participle
ક્રિયાપદનું ભૂતકાળ – past કે ભૂતકૃદંત past participle બનાવવા માટે વપરાતા પ્રત્યય ed ના ત્રણ અલગ અલગ ઉચ્ચાર થાય છે.
(a) : ક્રિયાપદના અંતિમ અક્ષરનો ઉચ્ચાર જો s (સ), sh (શ), f (ફ), k (ક), p (૫) કે ch (ચ) થતો હોય તો ed નો ઉચ્ચાર t (ટ) થાય છે.
miss – missed (મિસ્ટ)
wash – wished (વોશ્ટ)
laugh – laughed (લાફટ)
walk – walked (વોક્ટ)
peop – peeped (પીપ્ટ)
watch – watched (વોચ્ટ)
(b) : ક્રિયાપદના અંતિમ અક્ષરનો ઉચ્ચાર t (ટ) કે d (ડ) થતો હોય તો ed નો ઉચ્ચાર (id) (ઈડ) થાય છે.
paint – painted (પેઈન્ટિડ)
need – needed (નીડીડ)
(c) : (a) અને (b) સિવાયના ઉચ્ચારવાળા ક્રિયાપદોમાં ed નો ઉચ્ચાર d (ડ) થાય છે. જેમ કે,
live – lived (લિવ્ડ)
sign – signed (સાઈન્ડ)
C
C નો અલગ અલગ ઉચ્ચાર થાય છે.
(a) : શબ્દમાં c પછી e, i કે y હોય તો તેનો ઉચ્ચાર s (સ) સ થાય છે. જેમ કે
cement (સિમેન્ટ)
cycle (સાઈકલ)
cinema (સિનેમા)
circle (સર્કલ)
(b) : c પછી પછી e, i કે y સિવાયના letters હોય તો તેનો ઉચ્ચાર k – ક થાય છે.
come (કમ)
cat (કેટ)
cute (ક્યુટ)
clone (ક્લોઝ)
Ch
Ch નો અલગ અલગ ઉચ્ચાર થાય છે.
(a) : Greek અને Latin ભાષાના કે તેમાંથી ઊતરી આવેલ શબ્દોમાં ch નો ઉચ્ચાર – ક થાય છે. જેમ કે
chorus (કોરસ)
chord (કોર્ડ)
chameleon (ક્રમીલિઅન)
Christ (ક્રાઈસ્ટ)
charisma (કરિઝ્મા)
chronicle (ક્રોનિકલ)
Note : a chr થી શરૂ થતાં શબ્દોમાં ઉચ્ચાર ક થાય છે
(b) : કેટલાક French ભાષાના શબ્દોમાં ch નો ઉચ્ચાર sh (શ) થાય છે. જેમ કે,
champagne (શેમ્પેઈન)
chasis (શૅસિઝ)
chauvinism (શોવિનિઝમ)
chateau (શૅટો)
chef (શેફ)
chauffeur (શૉફર)
(c) : મોટા ભાગના અંગ્રેજી શબ્દોમાં ch નો ઉચ્ચાર ch ૫ થાય છે. જેમ કે,
check (ચેક)
chance (ચાન્સ)
choice (ચોઈસ)
cheek (ચીક)
chair (ચેર)
cheap (ચીપ)
Th, the
કેટલાક nouns – નામને અંતે th આવે છે. અને તેમનું ક્રિયાપદમાં રૂપાંતર કરતાં અંતે the આવે છે. noun તરીકે th નો ઉચ્ચાર th – થ અને ક્રિયાપદ તરીકે the નો ઉચ્ચાર ધ થાય છે.
Noun
Verb
bath (બાથ)
bathe (બેઈધ)
cloth (ક્લોથ)
clothe (ક્લોધ)
breath (બ્રેથ)
breathe (બ્રીધ)
teeth (ટીથ)
teethe (ટીધ)
sheath (શીથ)
sheathe (શીધ)
wreath (રીથ)
wreathe (રીધ)
Adjective
Verb
loath (લોથ)
loathe (લોધ)
sooth (સૂથ)
soothe (સૂધ)
કેટલાક verbs – ક્રિયાપદોમાં se નો તેમાંથી બનાવેલ nouns – નામમાં ce છે. ક્રિયાપદ તરીકે se નો ઉચ્ચાર z (ઝ) અને નામ તરીકે ce નો ઉચ્ચાર s (સ) થાય છે.
Verb
Noun
advise (એડવાઈઝ)
advice (એડવાઈસ)
devic (ડિવાઈઝ)
device (ડિવાઈસ)
license (લાઈસન્ઝ)
licence (લાઈસન્સ)
practise (પ્રેક્ટિઝ)
practice (પ્રેક્ટિસ)
Note : base અને use ક્રિયાપદ અને નામનું રૂપ એક છે પણ ઉચ્ચાર અલગ છે.
Verb
Noun
use (યુઝ)
use (યુસ)
base (બેઈઝ)
base (બેઈસ)
nouns – નામ અને verbs તરીકે સમાન રૂપ ધરાવતા શબ્દોના ઉચ્ચારો અલગ છે. જેમ કે,
Verb
Noun
prescent (પ્રિઝેન્ટ)
present (પ્રેઝન્ટ)
contrast (કન્ટ્રાસ્ટ)
contrast (કોન્ટ્રાસ્ટ)
record (રિકોર્ડ)
record (રેકોર્ડ)
I – in verb and noun
કેટલાક ક્રિયાપદોમાં રહેલા i નો ઉચ્ચાર આઈ થાય છે, પરંતુ તેના પરથી નામ બનાવવામાં આવે તો i નો ઉચ્ચાર ઈ થાય છે.
Verb
Noun
invite (ઈન્વાઈટ)
invitation (ઈન્વિટેશન)
divide (ડિવાઈડ)
division (ડિવિઝન)
revise (રિવાઈઝ)
revision (રિવિઝન)
civilize (સિવિલાઈઝ)
civilization (સિવિલિઝેશન)
th, then
કેટલાક nouns માં આવેલ th નો ઉચ્ચાર th (થ) થાય છે પરંતુ તેને en પ્રત્યય લગાડીને ક્રિયાપદ બનાવતાં th નો ઉચ્ચાર ધ થાય છે.
health (હેલ્થ) અને healthy નો ઉચ્ચાર હેલ્થી થાય છે, હેલ્ધી નહીં.
walth (વેલ્થ) અને wealthy નો ઉચ્ચાર વેલ્થી થાય છે, વેલ્ધી નહીં,
length (લેંગ્થ) અને lengthy નો ઉચ્ચાર લેંગ્થી થાય છે, લેંગ્ધી નહીં.
worth (વર્થ) અને worthy નો ઉચ્ચાર વર્ધી થાય છે.
Note :
કારકિર્દી માટે career શબ્દ છે જેનો ઉચ્ચાર કરિઅર થાય છે. કેરિયર નહીં,
Yoga, Krishna, Shiva નો ઉચ્ચાર અનુક્રમે યોગ, કૃષ્ણ, અને શિવ થાય છે. પન્ના બધા લોકો તેનો ઉચ્ચાર યોગા, કૃષ્ણા (કૃષ્ણાનો અર્થ દ્રૌપદી થાય છે) શિવા (શિવાનો અર્થ પાર્વતી થાય છે) કરે છે. હકીકતમાં અંગ્રેજીમાં એકપણ આકારાન્ત શબ્દ નથી. યોગ નો યોગા ઉચ્ચાર કરવો અને ભાષાની ઉચ્ચારવિષયક અજ્ઞાનતા, અનુકરણ અને દંભયુક્ત “stylishness” જ કહેવું ઉચિત ગણાશે.