Taluka panchayat – Panchayati Raj

Taluka panchayat – Panchayati Raj – તાલુકા પંચાયત – પંચાયતી રાજ

  • 73માં બંધારણીય સુધારા 1992 અંતર્ગત ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી સ્વીકારવામાં આવી છે. પરંતુ 20 લાખથી ઓછી વસતી ધરાવતા રાજ્યોમાં મધ્યમસ્તરની પંચાયતી સંસ્થાની જરૂરિયાત નથી તેવી છૂટછાટ આપવામાં આવી છે.
  • ગુજરાતમાં મધ્યમ સ્તરની પંચાયતી સંસ્થા તાલુકા પંચાયત તરીકે ઓળખાય છે.
  • તાલુકા પંચાયત ગ્રામ પંચાયતની માર્ગદર્શક અને જિલ્લા પંચાયત માટે અમલીકરણ સંસ્થા તરીકે કાર્ય કરે છે.
  • તાલુકા પંચાયતને પક્ષાંતર ધારો લાગુ પડે છે.

તાલુકા પંચાયતની રચના

  • પ્રમુખ
  • ઉપપ્રમુખ
  • ચૂંટાયેલા સભ્યો
  • આમંત્રિત સભ્યો
    • તાલુકા વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો
    • મામલતદાર
  • વહીવટી અધિકારી
    • ટી.ડી.ઓ.
તાલુકા પંચાયતની રચના

પ્રમુખ

  • 73માં બંધારણીય સુધારા 1992 અંતર્ગત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પરોક્ષ રીતે કરવામાં આવે છે.
  • પ્રમુખ બનવા માટેની લઘુતમ વયમર્યાદા 21 વર્ષ છે.
  • તાલુકા પંચાયતના પ્રમુખનો હોદ્દાનો કાર્યકાળ 2.5 વર્ષનો છે પરંતુ તે પહેલા તે હોદ્દા પરથી દૂર થઈ શકે છે.
  • પદ પરથી દૂર કઈ રીતે થઈ શકે ?
  • તાલુકા પ્રમુખ મુદત પૂરી થાય તે પહેલા સ્વૈચ્છિક રાજીનામુ લઈ શકે છે. આ માટે તાલુકા પ્રમુખે લેખિત રાજીનામુ જિલ્લા પંચાયતને મોકલવું પડે છે. જિલ્લા પંચાયત દ્વારા રાજીનામુ સ્વીકાર કરવાથી તાલુકા પ્રમુખ પોતાનો હોદ્દો છોડી શકે છે.
  • તાલુકા પંચાયતના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવીને પ્રમુખને હોદ્દા પરથી દૂર કરી શકે છે.

પ્રમુખની મુખ્ય કામગીરી

  • તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના વડાં હોવાથી તાલુકા પંચાયતની બેઠકોનો સમય અને સ્થળ નક્કી કરે છે તેમજ તાલુકા પંચાયતની બેઠકનું અધ્યક્ષપદ સંભાળે છે.
  • તાલુકાના આર્થિક અને વહીવટી કારોબારી પર દેખરેખ રાખે છે.
  • કોઈપણ સમિતિમાં હોય તો હોદ્દાની રૂએ સમિતિના પ્રમુખ બને છે.
  • તાલુકા પંચાયતના રેકોર્ડ સંભાળે છે.

ઉપપ્રમુખ

  • તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોમાંથી કોઈ એકની પરોક્ષ ચૂંટણી દ્વારા પસંદગી થાય છે. જો ઉપપ્રમુખના પદ માટે સરખા મત મળે તો ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય લેવામાં આવે છે. ઉપપ્રમુખના હોદ્દાની મુદત અઢી વર્ષની હોય છે પરંતુ તે પહેલા તે તાલુકા પ્રમુખને સ્વૈચ્છિક રાજીનામું આપીને પદ પરથી દૂર થઈ શકે છે.
  • તાલુકા પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવીને પણ ઉપપ્રમુખને દૂર કરી શકાય છે.
  • તાલુકા પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ તાલુકા પંચાયતની બેઠકોનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે.

સભ્યો

  • તાલુકા પંચાયતમાં એક લાખની વસતી સુધી 16 સભ્યો હોય છે તેમજ દર 25000 ની વધારાની વસતી સુધી નવા બે સભ્યો ઉમેરાય છે (વર્ષ 2014ના નવા સુધારા પ્રમાણે)
  • તાલુકા પંચાયતમાં અનુસૂચિત જાતિ / જનજાતિ (SC / ST) માટે તાલુકાની વસતીના ધોરણે અનામત હોય છે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ સભ્ય સંખ્યાની દસમાં ભાગ જેટલી બેઠકો અનામત હોય છે.
  • મહિલાઓ માટે કુલ સભ્ય સંખ્યાની 50 ટકા બેઠકો અનામત હોય છે. તાલુકા પંચાયતનો સભ્ય પંચાયતને જાણ કર્યા વગર સતત ચાર બેઠકમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદબાતલ થાય છે.
  • સભ્યનો સભ્યપદ અંગેનો નિર્ણય જિલ્લા વિકાસ અધિકારી કરે છે.
  • તાલુકા વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો તાલુકા પંચાયતના સભ્યો ગણાય છે પરંતુ મતદાનમાં ભાગ લઈ શકતા નથી.

તાલુકા વિકાસ અધિકારી

  • તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના વહીવટી વડા છે. તેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
  • ટી.ડી.ઓ. તાલુકા પંચાયતની બેઠકોમાં હાજરી આપી, બેઠક અંગેના અહેવાલો પોતાની પાસે સાચવે છે.
  • તાલુકા પંચાયતની સમિતિઓના અહેવાલોનો સંગ્રહ કરે છે.
  • તાલુકા પંચાયતના ફંડની કસ્ટડી સંભાળે છે.
  • તાલુકા પંચાયત હેઠળના દરેક વહીવટી અધિકારીઓ પર નિયંત્રણ અને દેખરેખ રાખે છે તેમજ અધિકારીઓની બે મહિના સુધીની રજા મંજૂર કરવાની સત્તા ધરાવે છે.
  • ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ નક્કી કરે છે.
  • ગ્રામ પંચાયતના સભ્યોને ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવાની સત્તા ધરાવે છે.
  • તાલુકા પંચાયત અંતર્ગત આવતા ગ્રામ પંચાયતોના વાર્ષિક વહીવટી અહેવાલો જિલ્લા પંચાયતને મોકલે છે.

તાલુકા પંચાયતની બેઠક

  • તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ જિલ્લા વિકાસ અધિકારી નક્કી કરે છે.
  • તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પરોક્ષ ચૂંટણીઓ થાય છે.
  • તાલુકા પંચાયતની બેઠક દર ત્રણ મહિને એક વખત થાય છે.
  • જો તાલુકા પંચાયતના કુલ સભ્યોના ત્રીજા ભાગના સભ્યો તાલુકા પ્રમુખને વિશેષ બેઠક માટે લેખિતમાં અનુરોધ કરે તો તાલુકા પ્રમુખ વિશેષ બેઠક બોલાવે છે.
  • તાલુકા પંચાયતની બેઠકનું સંચાલન તાલુકા પ્રમુખ કરે છે. તેની ગેરહાજરીમાં ઉપપ્રમુખ અને તેની ગેરહાજરીમાં તાલુકા પંચાયતના અન્ય કોઈ ચૂંટાયેલો સભ્ય કરે છે.

તાલુકા પંચાયતના આવકના સાધનો

  • ગ્રામ પંચાયતની જમીન મહેસૂલમાંથી 15 ટકા રકમ તાલુકા પંચાયત ખર્ચી શકે છે.
  • રાજ્ય સરકાર દ્વારા મળતાં અનુદાનો.
  • મનોરંજન વેરો, શિક્ષણ વેરો, વ્યવસાય વેરો, મેળા પરનો વેરો, માર્કેટ વેરો.
  • સરકારી યોજનાઓ દ્વારા મળતા અનુદાનો.

તાલુકા પંચાયતની સમિતિઓ

  • તાલુકા પંચાયતમાં બે સમિતિની રચના કરવી ફરજિયાત હોય છે.
    1. કારોબારી સમિતિ
    2. સામાજિક ન્યાય સમિતિ
  • કારોબારી સમિતિ
    • સભ્ય સંખ્યા : 5 થી 9
    • સમિતિનો કાર્યકાળ : 2 વર્ષ
    • કારોબારીના અધ્યક્ષ નીમવાની સત્તા તાલુકા વિકાસ અધિકારી પાસે હોય છે.
    • કારોબારી સમિતિનું મુખ્ય કાર્ય વહીવટી કાર્યોની દેખરેખ રાખવાનું હોય છે. પોતાના કાર્યોને સફળ બનાવવા કારોબારી સમિતિ બે પેટા સમિતિઓની રચના કરી શકે છે.
  • સામાજિક ન્યાય સમિતિ
    • સભ્ય સંખ્યા : 5
    • સમિતિની મુદ્દત : તાલુકા પંચાયતની મુદ્દત જેટલી એટલે કે 5 વર્ષ

આમંત્રિત સભ્યો

  • એક વાલ્મિકી સભ્ય (સફાઈ કામદાર)
  • એક સ્ત્રી સભ્ય
  • એક આમંત્રિત સભ્ય (કો – ઓપ્ટ સભ્ય)
  • એક SC / ST સભ્ય
તાલુકા પંચાયત સમિતિની રચના
  • નોંધનીય બાબત એ છે કે કો-ઓપ્ટ સભ્ય સમિતિની બેઠકમાં મત આપી શકે છે પરંતુ સમિતિનો અધ્યક્ષ બની શકતો નથી. (કો ઓપ્ટ સભ્ય એટલે આમંત્રિત સભ્ય.)
  • તાલુકા પંચાયત જરૂરિયાત પ્રમાણે અન્ય સમિતિઓ રચી શકે છે. જેમ કે શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ પરંતુ તે માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે.
  • રાજ્ય સરકારની મંજૂરીથી રચાયેલી સમિતિની મુદ્દત એક વર્ષની હોય છે.

Leave a Comment

error: Content is protected !!