Vadapradhan (Prime Minister) – Bharatnu Bandharan

Vadapradhan (Prime Minister) – Bharatnu Bandharan – વડાપ્રધાન – ભારતનું બંધારણ

વડાપ્રધાન સંબંધી અનુચ્છેદો

  • અનુચ્છેદ 74 : રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે મંત્રીપરિષદ રહેશે.
  • અનુચ્છેદ 75 : વડાપ્રધાનની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા થશે, વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે.
  • અનુચ્છેદ 77 : ભારત સરકારના કામકાજનું સંચાલન
  • અનુચ્છેદ 78 : રાષ્ટ્રપતિને માહિતી પૂરી પાડવા સંબંધી વડાપ્રધાનની ફરજો.
વડાપ્રધાન સંબંધી અનુચ્છેદો

વડાપ્રધાન અંગેના કથનો

  • આઈવર જેનિંગ્સ : વડાપ્રધાન બંધારણનો મુખ્ય આધાર છે, બંધારણના બધા માર્ગો વડાપ્રધાન તરફ જાય છે. વડાપ્રધાન સુર્ય સમાન છે, જેની ચારેબાજુ ગૃહ પરિપ્રમણ કરે છે.
  • એચ. જે.લાસ્કી : પ્રધાનમંત્રી એવું પદ છે, જેની આસપાસ સમગ્ર સરકારી તંત્ર ઘૂમે છે, જીવનનું અને મૃત્યુનું કેન્દ્ર છે.
  • મુનરો : પ્રધાનમંત્રી દેશની નૌકાના કેપ્ટન છે.
  • એચ.આર.જી. ગ્રીપ્સ : સરકાર દેશની પ્રમુખ છે અને વડાપ્રધાન સરકારનો પ્રમુખ છે.
  • સર વિલિયમ વર્નર હાર્ટકોર્ટ : પ્રધાનમંત્રી તારાઓની વચ્ચે રહેલો ચંદ્ર છે.
  • બર્ડ મૈરિસન : વડાપ્રધાન સરકારનો મુખ્ય વ્યક્તિ છે.
  • લોર્ડ મોર્લે : પ્રધાનમંત્રી મંત્રીઓમાં પ્રથમ છે. મંત્રી પરિષદના સમાન સ્તરના લોકોમાં પ્રથમ છે. તેઓ દેશના સૌથી જવાબદારીવાળા અને પ્રમુખ પદ પર હોય છે.
  • રૈમ્સ મ્યોર : વડાપ્રધાન દેશની નૌકાના મલ્લાહ છે.

રાષ્ટ્રપતિ દેશના નામ માત્રના વડા છે, જ્યારે વડાપ્રધાન વાસ્તવિક વડા છે. બીજા શબ્દોમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રના વડા છે, જ્યારે વડાપ્રધાન સરકારના વડા છે. બી.આર. આંબેડકરના મતે અમેરિકામાં જે પ્રકારની સત્તાઓ રાષ્ટ્રપતિ પાસે હોય છે તે પ્રકારની સત્તાઓ ભારતમાં વડાપ્રધાન પાસે હોય છે.

વડાપ્રધાન માટેની લાયકાતો

  • જે-તે વ્યકિત…
    • ભારતનો નાગરિક હોવી જોઈએ.
    • 25 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
    • સંસદના કોઈ ગૃહના સભ્ય હોવા જોઈએ. જો કોઈ વ્યક્તિ વડાપ્રધાન તરીકે નિમણૂક પામે ત્યારે લોકસભા અથવા રાજ્યસભામાં સભ્ય ન હોય તો છ મહિનામાં કોઈ ગૃહમાં સભ્ય બનવું જરૂરી બનશે.
    • વડાપ્રધાન પદ માટે સંસદ દ્વારા સમયાંતરે જે કાયદો બનાવે તેની જોગવાઈઓનું પાલન થવું જોઈએ.
  • ઉદાહરણ :
    • વર્ષ 1996માં એચ.ડી. દેવગૌડા કર્ણાટકના મુખ્યમંત્રી હતા. રાજકીય પિરિસ્થિત એવી સર્જાઈ હતી કે તેમને કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા. પરંતુ તે સમયે તેઓ સંસદસભ્ય ન હતા. પરંતુ 6 મહિનામાં તેઓ સંસદસભ્ય બન્યા હતા.
    • રાજીવ ગાંધી તેમજ ડૉ. મનમોહનસિંહ પણ વડાપ્રધાન બન્યા તે સમયે કોઈ ગૃહના સભ્ય ન હતા.
  • સ્પષ્ટતા :
    • રાજ્યસભાના કોઈ સભ્ય વડાપ્રધાન અથવા મંત્રી બની શકે છે.
  • ઉદાહરણ :
    • દેશના બે વાર વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહનસિંહ આસામ રાજ્ય તરફથી રાજ્યસભામાં સભ્ય હતા.
    • દેશમાં નાણામંત્રી રહેલા અરુણ જેટલી ગુજરાત રાજ્ય તરફથી રાજ્યસભાના સભ્ય હતા.
    • આ ઉપરાંત દેશમાં વડાપ્રધાન રહી ચુકેલા ઈન્દિરા ગાંધી, ઈન્દરકુમાર ગુજરાલ, એચ.ડી.દેવગૌડા રાજ્યસભાના સભ્ય રહી ચુકેલા છે.
    • સંસદમાં નીમાયેલા વ્યક્તિ પણ વડાપ્રધાન અથવા મંત્રી બની શકે છે.

વડાપ્રધાનની નિમણૂક

  • બંધારણના અનુચ્છેદ 75(1) મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરશે.
  • બંધારણમાં વડાપ્રધાનની નિમણૂક કરવા અંગે વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની નિમણૂક કરાશે એનો અર્થ એવો નથી કે રાષ્ટ્રપતિ કોઈપણ વ્યક્તિની વડાપ્રધાન તરીકે નિમણૂક કરે.
  • બ્રિટનમાં જે રીતે પ્રથા છે કે આમસભામાં (નીચલા ગૃહમાં) જે પક્ષને બહુમતી મળી હોય તે પક્ષમાંથી કોઈ વ્યક્તિની વડાપ્રધાન તરીકે નિમણૂક ક૨વામાં આવે છે. ભારતમાં પણ લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષમાંથી પક્ષ દ્વારા નિર્ધારિત કરાયેલા વ્યક્તિની વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવે છે.
  • પરંતુ જો સ્થિતિ સર્જાય કે લોકસભામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય ત્યારે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક અંગે પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લેશે. આવા સંજોગોમાં સૌથી મોટા પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા આમંત્રણ આપશે અને તેમાંથી તેના નેતાને વડાપ્રધાન તરીકે નિમણૂક આપશે તથા તેને એક માસમાં ગૃહમાં વિશ્વાસ મત મેળવવા કહેશે.
  • ઉદાહરણ :
    • વર્ષ 1978માં મોરારજી દેસાઈની સરકારે રાજીનામુ આપતા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ ચૌધરી ચરણસિંહની ગઠબંધનની સરકારને શપથ લેવડાવ્યા હતા.
    • એવી સ્થિતિ સર્જાય કે જ્યારે પ્રધાનમંત્રીનું કાર્યકાળ દરમિયાન અવસાન થાય તો રાષ્ટ્રપતિ પોતાની વિવેકબુદ્ધિથી વડાપ્રધાનની નિમણૂક કરતા હોય છે.
  • ઉદાહરણ :
    • તાશ્કંદ કરાર કરવા માટે ગયેલા ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું નિધન થતાં રાષ્ટ્રપતિએ ગુલઝારીલાલ નંદાને કાર્યકારી વડાપ્રધાન નિયુક્ત કર્યા હતા.
    • વર્ષ 1984માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થતા, તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે કાર્યકારી વડાપ્રધાનની નિમણૂક કરવાના સ્થાને રાજીવ ગાંધીને કાયમી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.
    • વર્ષ 1980ના દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે એવું બંધારણીય રીતે જરૂરી નથી કે કોઈ વ્યક્તિ વડાપ્રધાન તરીકેના શપથ લે તે પહેલા લોકસભામાં પોતાની બહુમતી સિદ્ધ કરે. રાષ્ટ્રપતિએ પહેલા વડાપ્રધાનની નિમણૂક કરી તેને લોકસભામાં બહુમતી સિદ્ધ કરવાનો સમય આપવો જોઈએ.
    • જેમકે ચૌધરી ચરણસિંહે વર્ષ 1979માં વડાપ્રધાન તરીકેના શપથ લીધા ત્યારે તેની પાસે લોકસભામાં બહુમતી ન હતી. તેને રાષ્ટ્રપતિ દ્વારા બહુમતી સિદ્ધ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. જો કે ચૌધરી ચરણસિંહ બહુમતી સિદ્ધ કરી શક્યા ન હતા.
  • વર્ષ 1996માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કુલ 545 બેઠકોમાંથી BJPને 161 બેઠકો જ્યારે INCને 140 બેઠકો મળી હતી. એટલે કે એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. તેમ છતા તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ અટલ બિહારી બાજપેયીને BJP તરફથી સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. અટલ બિહારી બાજપેયીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા તે સમયે તેની પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ન હતી પરંતુ તેમને વિશ્વાસ મત પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું હતું. અટલ બિહારી બાજપેયીની સરકારને અન્ય કોઈ પક્ષ તરફથી ટેકો ન મળતા 13 દિવસમાં રાજીનામું આપ્યું હતું.
  • આ પ્રકારે અન્ય વ્યક્તિઓએ પણ વડાપ્રધાનના શપથ લીધા હોય ત્યારે તેમની પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ન હતી. જેમકે વી.પી.સિંહ (1989), ચંદ્રશેખર (1990), એચ.ડી.દેવગૌડા (199), આઈ.કે. ગુજરાલ (1997), અટલબિહારી બાજપેયી (1998)

શપથ

વડાપ્રધાને પદ ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ સમક્ષ ગુપ્તતાની તથા બંધારણને વફાદાર રહેવાના શપથ લેવાના રહે છે.

કાર્યકાળ

બંધારણના અનુચ્છેદ 75(2) મુજબ વડાપ્રધાન અને મંત્રીમંડળ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પદ પર રહી શકે. એનો અર્થ એવો નથી કે રાષ્ટ્રપતિ ગમે ત્યારે વડાપ્રધાન કે મંત્રીમંડળને પદ પરથી દૂર કરી દે. વડાપ્રધાન ત્યાં સુધી પદ પર રહે છે, જ્યાં સુધી લોકસભામાં તેની પાસે સ્પષ્ટ બહુમતી હોય વડાપ્રધાન લોકસભામાં સ્પષ્ટ બહુમતી ગુમાવે એટલે તેણે રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડે છે અથવા રાષ્ટ્રપતિ તેને પદ પરથી દૂર કરે છે.

પગાર અને ભથ્થાંઓ

  • વડાપ્રધાનના પગાર અને ભથ્થાઓ સંસદ દ્વારા સમયે-સમયે નિર્ધારિત કરવામાં આવે છે. તેમને સંસદ સભ્યને મળતો પગાર મળવાપાત્ર થાય છે.
  • હાલમાં વડાપ્રધાનને ભથ્થાઓ સાથે રૂપિયા 2 લાખ પ્રતિમાસ મળવાપાત્ર થાય છે.

વડાપ્રધાનના કાર્યો અને સત્તાઓ

વડાપ્રધાન અલગ અલગ આયામોમાં કાર્યો કરે છે.

રાષ્ટ્રપતિ સંબંધી કાર્યો

  • વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે.
  • બંધારણના અનુચ્છેદ 74(1) મુજબ વડાપ્રધાન રાષ્ટ્રપતિને વિવિધ વિષયો પર સલાહ આપે છે.
  • બંધારણના અનુચ્છેદ 78 મુજબ કેન્દ્ર સરકારના વહીવટ અને કાયદાકીય બાબતો સંબંધી મંત્રીમંડળના તમામ નિર્ણયોની જાણ વડાપ્રધાન રાષ્ટ્રપતિને કરશે.
  • કેન્દ્ર સરકારના વહીવટ અથવા કાયદાકીય બાબતોમાં રાષ્ટ્રપતિ દ્વારા જે માહિતી માંગવામાં આવે તે વડાપ્રધાન રાષ્ટ્રપતિને પુરી પાડશે.
  • જે બાબત વિષયક મંત્રીએ નિર્ણય કર્યો હોય પરંતુ તે અંગે મંત્રીમંડળે વિચારણા ન કરી હોય તેવી બાબત રાષ્ટ્રપતિ ફરમાવે તો વડાપ્રધાન મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરશે.
  • વડાપ્રધાન, રાષ્ટ્રપતિને એટર્ની જનરલ, CAG (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ), ચૂંટણી પંચના કમિશનરો, સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યો, નાણાં આયોગ અને તેના સભ્યો વગેરે અધિકારીઓની નિમણૂક કરવામાં સલાહ આપે છે.

મંત્રી પરિષદ સંબંધી કાર્યો અને સત્તાઓ

  • બંધારણના અનુચ્છેદ 75(1) મુજબ વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ મંત્રીમંડળની રચના કરે છે.
  • વડાપ્રધાન મંત્રીઓને મંત્રાલયની ફાળવણી કરે છે તેમજ તેમની ફેરબદલ પણ કરી શકે છે.
  • વડાપ્રધાન મંત્રીઓના કાર્યોને નિયંત્રિત કરે છે તેમજ કાર્યોની દોરવણી આપે છે.
  • મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરે છે.
  • તેઓ મંત્રીને રાજીનામું આપવાનું કહી શકે છે અથવા મંત્રીને દૂર કરવા અંગે રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે છે.
  • વડાપ્રધાન પોતે રાજીનામુ આપે તો સમગ્ર મંત્રીપરિષદ દૂર થાય છે. તેમજ વડાપ્રધાનનું નિધન થાય તો પણ મંત્રી પરિષદનું વિસર્જન થાય છે કારણ કે વડાપ્રધાનની ભલામણથી મંત્રી પરિષદની રચના થતી હોય છે. જો વડાપ્રધાન જ ન હોય તો મંત્રીપરિષદ કાર્ય કરી શકતી નથી !

સંસદ સંબંધી કાર્યો અને સત્તાઓ

  • વડાપ્રધાન સંસદના નીચલા ગૃહ એવા લોકસભાના નેતા હોય છે.
  • તેઓ રાષ્ટ્રપતિને સંસદનું સત્ર બોલાવવા અંગે તેમજ પૂર્ણ કરવા અંગે ભલામણ કરે છે.
  • તેઓ સભા સમક્ષ સરકારની નીતિઓ રજૂ કરે છે.
  • વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરે છે.

અન્ય કાર્યો અને સત્તાઓ

  • વડાપ્રધાન હોદ્દાની રૂએ નીચેની સંસ્થાઓના અધ્યક્ષ હોય છે.
    • નીતિપંચ
    • રાષ્ટ્રીય વિકાસ પરિષદ
    • રાષ્ટ્રીય એકતા પરિષદ
    • રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ
    • નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)
  • દેશની વિદેશનીતિ નિર્ધારણમાં તેમની ભૂમિકા મહત્ત્વની હોય છે.
  • તેઓ કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા છે તેમજ શાસક પક્ષના નેતા છે.
  • ભારતમાં વડાપ્રધાનની બહુવિધ સત્તાઓ અને કાર્યોને ધ્યાને લઈ બી.આર. આંબેડકરે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે ભારતના વડાપ્રધાનની સરખામણી કરી હતી.

વડાપ્રધાન અંગેના તથ્યો

  • વડાપ્રધાનનું રહેણાકી ઘર 7 રેસક્રોસ રોડ (પંચવટી) છે. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારથી વડાપ્રધાન ત્યાં રહે છે, પરંતુ વી.પી.સિંહના કાર્યકાળ દરમિયાન 7 RCRને વડાપ્રધાનના ઘર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું.
  • જવાહરલાલ નેહરુ અત્યારસુધીના સૌથી લાંબા સમયગાળા માટે વડાપ્રધાન પદે રહેનાર વડાપ્રધાન છે. તેઓએ 1947થી 1964 દરમિયાન ચાર વખત વડાપ્રધાનના શપથ લીધા હતા.
  • ગુલઝારીલાલ નંદા એકમાત્ર એવા વ્યક્તિ છે, જેઓ 13-13 દિવસ માટે કાર્યકારી વડાપ્રધાન રહ્યા હોય.
  • લાલ બહાદુર શાસ્ત્રીનું મૂળ નામ લાલ બહાદુર વર્મા હતું. વારાણસી ખાતે આવેલી કાશી વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા બાદ શાસ્ત્રીની ઉપાધિ મળી હતી.
  • લાલ બહાદુર શાસ્ત્રી વર્ષ 1966માં પાકિસ્તાન સાથે તાશ્કંદ ખાતે કરાર કરવા માટે ગયા હતા જ્યાં તેમનું રહસ્યમય રીતે નિધન થયું. પોતાના કાર્યકાળ દરમિયાન વિદેશની ધરતી પર નિધન પામેલા એકમાત્ર વડાપ્રધાન.
  • લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન, જય કિસાન”નો નારો આપ્યો હતો.
  • ઈન્દિરા ગાંધીનું અન્ય નામ “પ્રિયદર્શિની”, હતું જે રવીન્દ્રનાથ ટાગોરે આપેલું નામ હતું.
  • રાજ્યસભાના સભ્ય હોય અને વડાપ્રધાન બનનાર ઈન્દિરાગાંધી પ્રથમ વડાપ્રધાન હતા.
  • રામમનોહર લોહીયાએ ઈન્દિરા ગાંધીને “મૂંગી ઢીંગલી” કહ્યા હતા. અત્યારસુધીના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધી રહ્યા છે, તેઓ વ્યવસાયે પાઈલોટ હતા.
  • ઈન્દિરા ગાંધીની જે દિવસે હત્યા થઈ તે દિવસે જ રાજીવ ગાંધીએ વડાપ્રધાનના શપથ લીધા હતા.
  • ઈન્દિરા ગાંધી એકમાત્ર એવા વડાપ્રધાન છે જેઓ લોકસભાની ચૂંટણી હાર્યા હતા.
  • જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી ત્રણ વડાપ્રધાન એવા રહ્યા જેઓ કાર્યકાળ દરમિયાન નિધન પામ્યા હોય.
  • પી.વી.નરસિમ્હારાવ દક્ષિણ ભારતમાંથી વડાપ્રધાન બનનાર પ્રથમ વ્યક્તિ હતા. જેઓ કોંગ્રેસ તરફથી ગાંધી-નેહરુ પરિવાર સિવાયના પ્રથમ વ્યક્તિ તરીકે વડાપ્રધાન બન્યા હતા.
  • પી.વી. નરસિમ્હારાવ એકમાત્ર વડાપ્રધાન હતા જેઓ 14 ભાષાઓ બોલી શકતા હતા.
  • પી.વી. નરસિમ્હારાવને આર્થિક સુધારણાના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
  • અટલ બિહારી વાજપેયી પ્રથમ વડાપ્રધાન રહ્યા, જેઓએ UNOની સામાન્ય સભામાં હિન્દીમાં ભાષણ કર્યું.
  • મોરારજી દેસાઈ ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન રહ્યા, પરંતુ તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા. બિનકોંગ્રેસી અને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર અટલ બિહારી બાજપેયી પ્રથમ વડાપ્રધાન રહ્યા.
  • મોરારજી દેસાઈ અત્યારસુધીના સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન રહ્યા છે.
  • ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન છે, જેઓની છાપ લોખંડી મહિલાની હતી. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ 15 વખત અવિશ્વાસની દરખાસ્તનો સામનો કર્યો હતો.
  • વર્ષ 1996માં અટલ બિહારી બાજપેયીની સરકાર એક મતથી પડી ભાંગી હતી. (જયલલિતાની પાર્ટીએ ટેકો પાછો લીધો હતો.)
  • જવાહરલાલ નેહરુની સરકાર સામે સૌપ્રથમ અવિશ્વાસ દરખાસ્ત જે.બી. કૃપલાણી દ્વારા લાવવામાં આવી હતી. પરંતુ અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ ન હતી.
  • વી.પી.સિંહ પ્રથમ વડાપ્રધાન હતા જેઓ લોકસભામાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ રહ્યા હોય.

એવા મુખ્યમંત્રીઓ કે જેઓ વડાપ્રધાન બન્યા

  • મોરારજી દેસાઈ : બૃહદ મુંબઈ
  • ચૌધરી ચરણસિંહ : ઉત્તર પ્રદેશ
  • વી.પી.સિંહ : ઉત્તર પ્રદેશ
  • પી.વી.નરસિમ્હારાવ : આંધ્રપ્રદેશ
  • એચ.ડી.દેવગૌડા : કર્ણાટક
  • નરેન્દ્ર મોદી : ગુજરાત
એવા મુખ્યમંત્રીઓ કે જેઓ વડાપ્રધાન બન્યા

વડાપ્રધાન અને તેનું સમાધિસ્થળ

  • જવાહરલાલ નહેરુ : શાંતિવન
  • લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ
  • ઈન્દિરા ગાંધી : શક્તિ સ્થળ
  • રાજીવ ગાંધી : વીરભૂમિ
  • ચૌધરી ચરણસિંહ : કિસાન ઘાટ
  • મોરારજી દેસાઈ : અભય ઘાટ
  • અટલબિહારી બાજપેયી : સ્મૃતિ સ્થળ
વડાપ્રધાન અને તેનું સમાધિસ્થળ

ભારતના વડાપ્રધાનોની યાદી

  • જવાહરલાલ નેહરુ : 1947-1964
  • ગુલઝારીલાલ નંદા : 1964-1966
  • લાલબહાદુર શાસ્ત્રી : 1964-1966
  • ઈન્દિરા ગાંધી : 1966-1977
  • મોરારજી દેસાઈ : 1977-1979
  • ચૌધરી ચરણસિંહ : 1979-1980
  • ઈન્દિરા ગાંધી : 1980-1984
  • રાજીવ ગાંધી : 1984-1989
  • વિશ્વનાથ પ્રતાપસિંહ : 1989-1990
  • ચંદ્રશેખર : 1990-1991
  • પી.વી. નરસિંમ્હારાવ : 1991-1996
  • અટલ બિહારી વાજપેયી : 1996
  • એચ.ડી. દેવગૌડા : 1996-1997
  • આઈ.કે. ગુજરાલ : 1997-1998
  • અટલ બિહારી વાજપેયી : 1998-2004
  • ડૉ. મનમોહનસિંહ : 2004-2014
  • નરેન્દ્ર મોદી : 2014 – વર્તમાન
ભારતના વડાપ્રધાનોની યાદી

Leave a Comment

error: Content is protected !!