ધીરો ભગત (બારોટ) | Dhiro bhagat (Barot) in gujarati
વિચાર પ્રધાન કવિતા કાફીના સર્જક : ધીરો ભગત (બારોટ)
| નામ | ધીરો ભગત (બારોટ) |
| જન્મ | ઈ.સ. 1753 |
| જન્મસ્થળ | સાવલી નજીક ગોઠડા ગામ, વડોદરા |
| બિરુદ | કાફીના પિતા, ધીરાભગત |
| ગુરુ | જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી |
| પ્રમુખ શિષ્ય | બાપુસાહેબ ગાયકવાડ |
| વખણાતું સાહિત્ય | કાફી |
| અવસાન | ઈ.સ. 1825 |
- તેમણે એક ગામથી બીજા ગામ સુધી કાફીને પહોંચાડવા માટે વાંસની લાક્ડીમાં કાફી લખીને નદીમાં વહેવડાવતા હતા.આ રીતે તેમણે કાફીનો પ્રચાર કર્યો હતો.
- હઠયોગ અને રાજયોગનું ઊંડું જ્ઞાન ધરાવનાર ધી૨ા ભગત જ્ઞાનમાર્ગી પરંપરાના કવિ ગણાય છે.
- ધીરાની કાફીનો વિષય સંસારની અને કાયાની નિરર્થકતા છે.
- તેમનો કુળધર્મ વૈષ્ણવ હતો અને પછીથી “રામાનંદી સંપ્રદાય” સ્વીકાર્યો.
- કવિ નર્મદે કાફીઓ વાંચીને સાહિત્ય લખવાની પ્રેરણા લીધી.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
| આખ્યાન | રણયજ્ઞ, અશ્વમેઘ, દ્રૌપદી વસ્ત્રાહરણ |
| અન્ય | જ્ઞાનબત્રીસી, હીરાની પરીક્ષા (કાફી), જ્ઞાનકક્કો, મત્તવાદી, પ્રશ્નોત્ત૨માર્ગ, શિષ્યધર્મ, ધર્મવિચા૨, માયાનો મહિમા, ગુરુધર્મ, આત્મબોધ, ગુરુપ્રશંસા |
પંક્તિઓ
તરણા ઓથે ડુંગર રે, ડુંગ૨ કોઈ દેખે નહીં,
અજાજૂથ માંહે રે સમરથ ગાજે સહી
ખબરદાર ! મનસૂબાજી, ખાંડાની ધા૨ે ચઢવું છે
રામ રાખે તેને કોણ ચાખે
દુનિયા દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે,
કર્તા વસે પાસે ૨ે, મૂરખને નવ સૂઝે.
જીવ નહિ તેને શિવ કહી માનેપૂજે કાષ્ટ પાષાણ
થાણદા૨ થના૨ રે, થાણાને રાખો ઠેકાણે
વાડો વાળી બેઠા રે, પોતાનો પંથ ક૨વાને
કીડી કુંજ૨ને નાચ નચાવે એમ કાદવે કીધો કુંભાર
અન્ય સાહિત્યકાર
| સાહિત્યકાર | વાંચવા માટે |
| પ્રીતમ | અહી ક્લિક કરો |
| શામળ ભટ્ટ | અહી ક્લિક કરો |
| પ્રેમાનંદ | અહી ક્લિક કરો |
| અખો | અહી ક્લિક કરો |
| ભાલણ | અહી ક્લિક કરો |
| મીરાંબાઈ | અહી ક્લિક કરો |
| નરસિંહ મહેતા | અહી ક્લિક કરો |
| જૈનયુગના સાહિત્યકાર | અહી ક્લિક કરો |
2 thoughts on “ધીરો ભગત (બારોટ) | Dhiro bhagat (Barot) in gujarati | Gujarati sahitya”