શામળ ભટ્ટ | Shamal bhatt in gujarati | Gujarati sahitya

શામળ ભટ્ટ | Shamal bhatt in gujarati

પદ્યવાર્તા ના પિતા : શામળ ભટ્ટ

નામશામળ
પુરુ નામશામળ વિરેશ્વર (વિરેન્દ્ર) ત્રવાડી
જન્મઈ.સ. 1694
જન્મસ્થળવેંગણપુર (હાલનું ગોમતીપુર) અમદાવાદ
વખણાતું સાહિત્યપદ્યવાર્તા
બિરુદગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર પદ્ય વાર્તા ના પિતા, વાણીયા કવિ
ગુરુનાનાભટ્ટ
અવસાનઈ સ. 1769
  • “એક હતો રાજા …” આવા કથનથી ઘણી બધી વાર્તાઓ આપણે દાદીમા પાસેથી સાંભળતા હોઈએ છીએ. તેના મૂળમાં આપન્ના સાહિત્યકાર શામળ રહેલા છે.
  • શામળે કલ્પના ચિત્ર ઊભું કરીને ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાની જ્ઞાનગંગા વહેવડાવી. આથી જ શામળને “પદ્યવાર્તાના જનક” તરીકે ઓળખવામાં આવે છે.
  • મધ્યકાલીન સાહિત્યમાં પધવાર્તાઓ લઈ આવનાર એક માત્ર કવિ શામળ હતા.
  • શામળની મૂળ અટક ત્રવાડી પણ “ભટ્ટ” નો અર્થ “કથાકાર બ્રાહ્મણ” થતો હોવાથી તેઓને “શામળ ભટ્ટ” કહેવડાવવું ગમતું હતું.
  • શામળની પ્રશંસા સાંભળી માતર તાલુકાના સિંહુજ ગામના વિદ્યાપ્રિય જાગીરદાર પટેલ રખીદાસે તેમને આશ્રય આપ્યો હતો. શામળે તેમને “દાનેશ્વરી કર્ણ“, “ભોજ સમોવડ ભૂપ” અને “રખિયલ રૂડો રાજવી” કહીને બિરદાવ્યા હતા.
  • શામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યિક મતભેદ જાણીતા છે.

વિશેષ માહિતી

  • સિંહાસન બત્રીસી” કૃતિ ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઈટ્સ તરીકે ઓળખાય છે, જ્યારે ભારતની અરેબિયન નાઈટ્સ વિષ્ણુશર્માની કૃતિ “પંચતંત્ર” ને ગણવામાં આવે છે.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

પદ્યવાર્તાપદ્માવતી (તેમની પ્રથમ વાર્તા-વર્ષ 1718), વૈતાલ પચીસી, ચંદ્રચંદ્રાવતી, સિંહાસન બત્રીસી, દ્રૌપદી વસ્ત્રાહરણ, નંદબત્રીસી, રૂપાવતી, બરાસ કસ્તૂરી, વિદ્યા વિલાસિની, રાવણ-મંદોદરી સંવાદ, સૂડા બહોતેરી (તેમની છેલ્લી પદ્યવાર્તા વર્ષ 1765), સત્ય મોટું સહું કો થકી, પંચદંડ, મદનમોહના, ઉદ્યમકર્મસંવાદ
વીર પ્રશસ્તિ કાવ્યઅભિરામ કુલીના શ્લોક, રૂસ્તમ બહાદુરનો પવાડો
આખ્યાનઅંગદવિષ્ટિ, શિવપુરાણ
અન્યપતાઈ રાવળનો ગરબો, રણછોડજીના શ્લોકો, રેવાખંડ, રોહિદાસ ચરિત્ર, શામળ રત્નમાળા, વિનેચરની વાર્તા

પંક્તિઓ

પેટ કરાવે વેઠ લક્ષ્મી તેને લીલા લહેર

વાવીએ કડવી તુંબડી ઊગે તુંબ હજા૨

દોહ્યલા દિવસ કાલે વામશે,
જીવતો નર ભદ્રા પામશે

સંસ્કૃતમાંથી શોધિયું, પ્રાકૃત કીધું પૂ૨,
ગાજે છે ભોજ પ્રંબધ ભરતખંડમાં ના૨ાયણનું નૂર.

વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ કયાંથી મળે ?

સદ્વિધ્યા રત્ન વિશાળ, વિદ્યાવિહીન નહિં કશું,
સદ્વિદ્યા આગળ ધન કશું ? વિદ્યા વિહીન નર પશુ

ગાજ્યા મેહ વ૨સે નહિ, ભસતો કૂત૨ો નવ ખાય

સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક,
સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક

જાગે જેને માથે વે૨, જાગે જેહ કરે બહુ ઝેર
જાગે જેના ઘ૨માં સાપ, જાગે દીકરીઓનાં બાપ

ઠગ વિદ્યા ઠાઠે નહીં જ્યમ આવે ત્યમ જાય

ધોરણ

ધોરણ : 12સત્ય મોટું સહુ કો થકી (પદ્યવાર્તા)

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
પ્રેમાનંદઅહી ક્લિક કરો
અખોઅહી ક્લિક કરો
ભાલણઅહી ક્લિક કરો
મીરાંબાઈઅહી ક્લિક કરો
નરસિંહ મહેતાઅહી ક્લિક કરો
જૈનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

4 thoughts on “શામળ ભટ્ટ | Shamal bhatt in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!