કમ્પ્યૂટરનો ઈતિહાસ
- કમ્પ્યૂટર લેટિન ભાષાનો શબ્દ છે.કમ્પ્યૂટરને ગુજરાતીમાં ‘સંગણક’ કહે છે.
- કમ્પ્યૂટરની શોધનો મૂળ હેતુ : ઝડપી ગણતરી
- કમ્પ્યૂટર બહુલક્ષી ઈલેકટ્રોનિક યંત્ર છે.
- COMPUTER full name :- Common Operating Machine Purposely Used for Technological and Educational Research.

અબાકસ
આશરે 5000 વર્ષ અગાઉ ચીનમાં અબાકસની શોધ થઇ હતી. સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્રલાકડાની ફેઇમમાં જડેલા તારની હરોળનું બનેલું હોય છે. એક ફ્રેઇમમાં જોડેલા તાર પર 10 મણકાઓ જોડાયેલા હતા. તાર પર ઉપર કે નીચે મણકા ખસેડીને ગણતરી ઝડપથી કરી શકાતી.

નેપિઅર્સ બોન્ઝ
ઈ.સ.1614-1617 માં જૉન નેપિઅર નામના સ્કૉટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે સાધન શોધ્યું. તે ‘નેપિઅર્સ બોન્ઝ’ તરીકે જાણીતું બન્યું. નપિઅર્સ બોન્ઝ એ હાડકાંમાંથી કાપીને બનાવેલ પટ્ટીનો સમૂહ છે. દરેક પટ્ટીને ચાર બાજુઓ હોય છે. બે પટ્ટીઓને પાસપાસે મૂકવાથી ગુણાકાર મેળવી શકાય, તે રીતે તેના પર 0 થી 9 અંકોનું અંકન કરેલું હોય છે.

સ્લાઈડરૂલ
વિલિયમ ઓટ્રીડ નામના અંગ્રેજ ગણિતશાસ્ત્રીએ ઈ.સ.1620 માં સ્લાઈડરૂલની શોધ કરી. સ્લાઈડરૂલ બે પટ્ટીનું બનેલું હોય છે. એક પટ્ટી પર બીજીને સરકાવી શકાય એ રીતે ગોઠવેલી હોય છે. પટ્ટી પર અંકો લખેલા હોય છે. તેની મદદથી પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ પણ સહેલાઈથી, ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય છે.

પાસ્કલાઈન
ઈ.સ.1642 માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેંચ વૈજ્ઞાનિક બ્લેઈઝ પાસ્કલે ગણતરી કરવા માટે એક યંત્ર શોધ્યું, તેને ‘પાસ્કલાઈન’ કહે છે. પાસ્કલાઈન એ વિવિધ હારબંધ ધરી પર ગોઠવેલા ચક્રોનું બનેલું હોય છે. જે ચક્રોનું પરસ્પર દાતાની સહાયથી ફરતા. પ્રથમ મીકેનિકલ કેલ્કયુલેટર / મૂળભૂત કેલ્કયુલેટર : પાસ્કલાઈન

મલ્ટિપ્લાયર વ્હીલ
તેના પર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકાતી હતી. ઈ.સ.1674-1690 માં ગોટફિડ લીબિન્ઝ નામના જર્મન ગણિતશાસ્ત્રીએ પાસ્કલાઈનમાં સુધારા કરી એક નવું યંત્ર વિકસાવ્યું. તે ‘મલ્ટિપ્લાયર’ વ્હીલ તરીકે જાણીતું થયું. મલ્ટિપ્લાયર વ્હીલને ‘સ્ટેપ રેકનર’ મશીન પણ કહેવાય છે.
બાઈનરી અંક (0/1) ના શોધક : ગોટફિડ લીબિન્ઝ

Good sir
Thanks 💐😊
Thanks
Welcome 🤗