Generations Of Computers

કમ્પ્યૂટરની પેઢીઓ

પ્રથમ પેઢી (1945 – 55)

પ્રથમ પેઢીના કમ્પ્યૂટરની શરૂઆત ENIAC થી થઈ હતી.
ENIAC ની રચના ઈ.સ.1946 માં યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયા ખાતેથી થઈ હતી.

Vacuum Tube

સૌપ્રથમ ઈલેકટ્રોનિક ગણતરી યંત્ર : ENIAC

  • ENIAC : Electronic Numerical Integrator And Computer
  • ENIAC : Electrical Numerical Integrator And Calculator

ENIAC માં 18000 જેટલી વેક્યુમ ટ્યૂબનો ઉપયોગ થતો હતો.
વેક્યુમ ટયુબને ગુજરાતીમાં ‘નિર્વાત નલિકા’ કહે છે.
ઈ.સ.1920 ની આસપાસ ઈલેક્ટ્રીક સાધન વેક્યુમ ટ્યુબની શોધ થઈ હતી.
એક સેકન્ડમાં 5000 જેટલા સરવાળા અને 500 જેટલા બે રકમના ગુણાકાર કરી શકતું.

તે પછી ઈ.સ.1951 માં IBM UNIVAC-1 આવ્યું.


સૌપ્રથમ કોમર્શિયલ / બિઝનેસ પર્પઝ કમ્પ્યૂટર : UNIVAC-1

  • UNIVAC : Universal Automatic Computer

ENIAC અને UNIVAC ના શોધક : જહોન ડબ્લ્યુ. મૌચલી અને જે. પ્રેસ્પર એકર્ટ

ભાષા : મશીન લેંગ્વેજ (Binary Language)

પ્રથમ પેઢીના કમ્પ્યૂટર : ENIAC, EDVAC, EDSAC, UNIVACH, UNIVAC-II, Mark-1, Mark-ll. IBM

લાક્ષણિકતાઓ

  • વેક્યુમ ટ્યૂબનો ઉપયોગ
  • કદમાં મોટા
  • ચાલુ કરવા માટે મોટા પ્રમાણમાં વિજશક્તીની જરૂર પડતી હતી
  • ઝડપ ઓછી અને ઓછા કાર્યક્રમ
  • પંચકાર્ડનો ઉપયોગ
  • વ્યાપાર માટે બિનઉપયોગી

બીજી પેઢી (1955 – 65)

વેક્યુમ ટયુબને કારણે થતી સમસ્યાઓ નિવારવા માટે બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો.
વેક્યુમ ટ્યુબ કરતા ટ્રાન્ઝિસ્ટર 200 ગણું નાનું હતું.

Transistor

ટ્રાન્ઝિસ્ટરના શોધક : વિલિયમ શૉકલી
ભાષા:- એસેમ્બ્લી લેંગ્વેજ
એસેમ્બ્લી લેંગ્વેજમાં નેમોનિક કોડ (Mnemonic Codes – સાંકેતિક ચિન્હ) અથવા ચિહ્ન (Symbols) નો ઉપયોગ કરવામાં આવે છે.
Assembler : એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે.

બીજી પેઢીના કમ્પ્યૂટર : IBM 1000, IBM 1404, IBM 1620, UNIVAC-III

લાક્ષણિકતાઓ

  • ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ
  • પ્રથમ પેઢીના કમ્પ્યૂટર કરતા ઝડપી
  • કદમાં અગાઉની પેઢી કરતાં નાના
  • ઉચ્ચ કક્ષાની ભાષાનો ઉપયોગ

ત્રીજી પેઢી (1965-80)

ત્રીજી પેઢીના કમ્પ્યૂટરમાં ટ્રાન્ઝિસ્ટરના બદલે IC નો ઉપયોગ કરવામાં આવ્યો.
IC: Integrated Circuit
IC ના શોધક : જેક કિલ્બી અને રોબર્ટ નોઈસ
IC સિલિકોનની બનેલી હોય છે.
સિલિકોન અર્ધવાહક છે.
સિલિકોન વેલી ઓફ ઈન્ડિયા :- બેંગલૂર (કર્ણાટક)

IC ( INTEGRATED CIRCUIT )
Third Generation Computer

ભાષા : હાઈ લેવલ લેંગવેજ (FORTRAN, COBOL, ALGOL)

પ્રથમ હાઈ લેવલ લેંગવેજ :- FORTRAN
FORTRAN : Formula Translation


વ્યવસાયમાં વપરાયેલી પ્રથમ હાઈ લેવલ લેંગવેજ : COBOL
COBOL : Common Business Oriented Language


ALGOL : Algorithmic Language

હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો.

Compiler : હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે.
Interpreter : હાઈ લેવલ લેંગ્વેજને લાઈન-બાય-લાઈન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે.

ત્રીજી પેઢીના કમ્પ્યૂટર : IBM 360, IBM 370, Barrogh 5700, Barrogh 6700 Barrogh 7700, PDP 8, PDP 11

લાક્ષણિકતાઓ

  • ઈન્ટીગ્રેટેડ સર્કિટનો ઉપયોગ
  • વાપરવામાં સુગમ
  • કદમાં નાના
  • ધંધાકીય વિનિયોગ માટે યોગ્ય
  • ‘મીની કમ્પ્યૂટર’ તરીકે જાણીતા

ચોથી પેઢી (1980 – 89)

ચોથી પેઢીના કમ્પ્યૂટરમાં ખૂબ મોટા પ્રમાણમાં IC નો ઉપયોગ થયો, જેથી તે VLSI કહેવાયા.

ઉપયોગ :- LSI + VLSI + માઈક્રો પ્રોસેસર
LSI: Large Scale Integration
VLSI : Very Large Scale Integration

VLSI Technology કારણે એક ટચૂકડી માઈક્રો પ્રોસેસર ચિપ પર લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડી શકાય છે. આ નાનકડી ચિપને ‘Microprocessor Chilp’ કહે છે.
Microprocessor Chip કમ્પ્યૂટરના સમગ્ર કાર્યોનું નિયંત્રણ કરે છે.
Microprocessor Chip ની શોધ ઈ.સ.1969 માં ટેડ હોફ દ્વારા થઇ હતી.

સૌપ્રથમ માઈકોપ્રોસેસર : Intel 4004

INTEL 4004

ભાષા :- હાઈ લેવલ લેંગ્વેજ – C, C++, JAVA, SQL
SQL: Structured Query Language

C ભાષાના શોધક :- ડેનિસ રિચી
C++ ભાષાના શોધક :- જોર્ન સ્ટ્રોસઅપ
JAVA ભાષાના શોધક : જેમ્સ ગોસલિંગ

ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઈન એ રીતે કરવામાં આવી કે જેથી ફકત શું કરવું છે તેનો નિર્દેશ કરીને વિનિયોગનો ઉપયોગ કરી શકાતો હતો.
ચોથી પેઢીના કમ્પ્યૂટરમાં સુપર કમ્પ્યૂટરનો પણ ઉદભવ થયો.
આ સમયગાળા દરમિયાન કમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો.

GUI ના વિકાસથી કમ્પ્યૂટરનો વપરાશ વધુ સરળ બન્યો.
GUI : Graphical User Interface

ચોથી પેઢીના કમ્પ્યૂટર : IBM PC, Apple-II, CRAY

લાક્ષણિકતાઓ

  • VLSI સર્કિટસનો ઉપયોગ
  • ક્રિયા પ્રતિક્રિયા આપતું વિવિધ કાર્યો માટેનું યંત્ર
  • વિનિયોગનો ઝડપી વિકાસ થાય તે પ્રકારની સગવડ
  • અંગત કાર્ય કરવા માટે સરળ નેટવર્કમાં સહેલાઈથી તેનો ઉપયોગ કરી શકાય

પાંચમી પેઢી (1989 – આજ સુધી)

ઉપયોગ : ULSI + SLSI + Artificial Intelligence (કૃત્રિમ બુદ્ધિ)

ULSI : Ultra Large Scale Integration
SLSI : Super Large Scale Integration

પાંચમી પેઢીના કમ્પ્યૂટર : IBM notebook, Pentium PCs, Param 10000

SOPHIA ROBOT ( SAUDI ARABIA )
KP BOT ( INDIA )
SAM ( NEW ZEALAND )

લાક્ષણિકતાઓ

  • કૃત્રિમ બુદ્ધિ કૌશલ્યનો સમાવેશ
  • સુવાહ્ય (Portable) અને અતિ આધુનિક
  • પ્રક્રિયાની ઝડપથી અતિશય વધારે
  • ઉપયોગકર્તા સાથે વધારે મંત્રીપૂર્ણ
  • વ્યહાર, નેટવર્ક જોડાણ અતિ સરળ

યાદ રાખો

  • પ્રથમ પેઢી : મશીન લેન્ગવેજ ( Binary Language )
  • બીજી પેઢી : એસેમ્બલી લેન્ગવેજ
  • ત્રીજી પેઢી : હાઈ લેવલ લેન્ગવેજ
  • ચોથી પેઢી : SQL ( Structured Query Language )
  • પાંચમી પેઢી : પ્રોગ્રામિંગ ભાષાઓમાં Artificial Intelligence નો ઉપયોગ

જાણવા જેવું : 1

ઈ.સ. 1949 માં દ્વિઅંકી પદ્ધતિ પર કામ કરી શકે તેવા બે કમ્પ્યૂટર EDVAC તથા EDSA અસ્તિત્વમાં આવ્યા.
આ બંને કમ્પ્યુટર પ્રોગ્રામ આધારિત કાર્ય કરતાં,જે તેની સૌથી મોટી વિશેષતા હતી.

EDVAC : Electronic Discrete Variable Automatic Computer
EDSAC: Electronic Delay Storage Automatic Calculator

જેમાં EDVAC માં બે સંખ્યાઓના સરવાળાનો જવાબ માઈક્રોસેકન્ડમાં તથા ગુણાકાર નો જવાબ 2.9 મિલિસેકન્ડ માં મળતો હતો.

જાણવા જેવું : 2

બીજા વિશ્વ યુદ્ધ અગાઉ કોનરાડ ઝુસ નામના એક જર્મન એન્જિનિયરે વેક્યુમ ટ્યૂબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રીક કેલ્કયુલેશન મશીન બનાવ્યું.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન Colossus નામનું એક ખાસ મશીન ઈંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું.
જર્મન સેનાના વાયરલેસ સંદેશાના કોડ શોધવામાં તેનો ઉપયોગ થતો હતો.

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!